Lok Sabha Election: ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને હરાવવા 'બાંયો ચડાવી' મેદાને પડ્યો આ સમોસાવાળો, રસપ્રદ છે સ્ટોરી

લોકસભાની ચૂંટણી ઢૂંકડી છે ત્યારે હાલ આ સમોસાવાળાનું નામ પણ ચર્ચામાં છે. જે છત્તીસગઢની રાજનાંદગાવ લોકસભા સીટથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અજય પાલી નામના આ વ્યક્તિએ આ બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેમની સમોસાની દુકાન છે. 

સમોસાવાળો બનશે સાંસદ?

1/7
image

કવર્ધાના અજય પાલી રાજનાંદગાવથી ચૂંટણી લડવા માંગે છે. તેમણે આ માટે ઉમેદવારી પત્રક પણ ભર્યુ છે. અજય પાલીની ચર્ચા તેમની સમોસાની દુકાનના કારણે થઈ રહી છે જાણો વિગતો...

નામાંકન પ્રક્રિયા શરૂ

2/7
image

લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કામાં થનારા મતદાન માટે નોટિફિકેશન જાહેર થયું રાજનાંદગાવ જિલ્લા કાર્યાલયમાં રાજનાંદગાંવ લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્રક લેવાની અને જમા કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 

અપક્ષ ઉમેદવારી

3/7
image

લોકસભા વિસ્તાર રાજનાંદગાંવના કવર્ધાના રહીશ અજય પાલીએ ગઈ કાલે ફોર્મ ખરીદ્યું છે. કવર્ધામાં સમોસા વેચીને પરિવારનું ગુજરાન  ચલાવનારા અજય પાલી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. 

કેમ લડવી છે ચૂંટણી

4/7
image

મીડિયા સાથે વાતચીતમાં અજય પાલીએ કહ્યું કે રાજનાંદગાંવ લોકસભાથી કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓના ઉમેદવાર નિષ્ક્રિય રહ્યા છે. ગરીબ મજૂરોની કોઈ સાંભળતું નથી, મોંઘવારી સતત વધી રહી છે જેના કારણે સામાન્ય માણસોનું જીવવું મુશ્કેલ  બન્યું છે. આથી તેઓ ચૂંટણી લડવા માંગે છે. તેમનું કહેવું છે કે જો તેઓ સાંસદ બનશે તો લોકોની મુશ્કેલીઓ દૂર કરશે. 

બધી તાકાત લગાવી દઈશ

5/7
image

આખો દિવસ સમોસા ચા વેચીને 200-300 રૂપિયા કમાતા અજય પાલીનું કહેવું છે કે મોદીનું ફક્ત નામ છે, તેઓ ગરીબો માટે કોઈ કામ કરતા નથી. આમ પણ ભૂપેશ બઘેલ અને ભાજપના સંતોષ પાંડેને પણ લોકસભા વિસ્તારમાં કોઈ પસંદ કરતું નથી. હું પૂરેપૂરી તાકાતથી ચૂંટણી લડીશ. 

બીજા તબક્કામાં ચૂંટણી

6/7
image

અત્રે જણાવવાનું કે છત્તીસગઢમાં કુલ ત્રણ  તબક્કામાં મતદાન થશે. આ માટે પહેલા તબક્કામાં બસ્તર અને બીજા તબક્કામાં કાંકેર, રાજનાંદગાંવ, મહાસમુંદમાં ચૂંટણી થશે. જેના માટે ગઈકાલથી નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ. મતદાન 26 એપ્રિલના રોજ થશે. 

ભાજપ-કોંગ્રેસમાંથી કોણ

7/7
image

રાજનાંદગાંવથી ભાજપે સંતોષ પાંડે અને કોંગ્રેસે ભૂપેશ બઘેલને મેદાનમાં ઉતાર્યા છે. હવે આ બે કદાવર નેતાઓને પડકાર ફેંકવા માટે સમોસાની દુકાન ચલાવતા અજય પાલી પણ ચૂંટણીના મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે.