Lucky Moles On Male Body: શરીરના આ અંગો પર 'તલ'વાળા છોકરાઓ હોય છે લકી! મળે છે પ્રેમાળ પાર્ટનર

Lucky Moles On Male Body: સમુદ્રશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે શરીર પર જોવા મળતા તલ શુભ અને અશુભ ઘટનાઓનું નિર્ધારણ કરવામાં મહત્વ રાખે છે. તો ચાલો આજે તમને સમુદ્રશાસ્ત્ર અનુસાર યુવકોના શરીરના એવા ભાગ પર તલ વિશે જણાવશું. જેને જોઈને દરેક યુવતી તેની દીવાની થઈ જાય છે. 

છાતી પર તલ

1/8
image

સમુદ્રશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે છાતી પર તલવાળો વ્યક્તિ પ્રેમના મામલામાં ખુબ ભાગ્યશાળી હોય છે. આ યુવકો પોતાના ખુલ્લા અને મિલનસાર નેચર માટે જાણીતા હોય છે. નોંધનીય છે કે યુવતીઓ તેના પર ફિદા થાય છે અને તે યુવકો તેની વાતોથી ગમે તે છોકરીનું દિલ જીતી શકે છે.    

માથા પર તલ

2/8
image

સમુદ્રશાસ્ત્ર અનુસાર યુવકના માથાના મધ્યમાં તિલ સાચા પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. ડાબા તરફનો તલ કોઈ વિશેષ ક્ષેત્રમાં નિષ્ણાંતનું પ્રતીક છે, જ્યારે જમણી તરફનો તલ ખોટા ખર્ચવાળા નેચરનો સંકેત આપે છે. 

હોઠ પર તલ

3/8
image

કોઈપણ સ્ત્રી કે પુરુષના હોઠની ઉપર તલ હોય તો તે તેમનું શારીરિક આકર્ષણ વધારે છે. તદુપરાંત, છોકરાના હોઠ પરનો તલ તેની શારીરિક સુંદરતા જ નહીં પરંતુ તેના પ્રેમાળ સ્વભાવને પણ દર્શાવે છે. આવા તલવાળા છોકરાઓ તેમના પ્રેમાળ સ્વભાવ માટે જાણીતા છે અને તેઓ ઊંડા સ્તરે અન્ય લોકો સાથે કનેક્ટ થવાની ક્ષમતા ધરાવે છે. આ છોકરાઓ પણ હોશિયાર છે.

પેટ પર તલ

4/8
image

સમુદ્રશાસ્ત્ર અનુસાર જે લોકોના પેટ પર તલ હોય છે તે લોકો ધનવાન માનવામાં આવે છે અને તેમને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. છોકરીઓ ઘણીવાર તેની સમૃદ્ધ જીવનશૈલી તરફ આકર્ષિત થાય છે અને તેના વ્યક્તિત્વથી આકર્ષિત થાય છે. આ વ્યક્તિઓ વૈભવી જીવન જીવે છે અને આરામદાયક જીવનનો આનંદ માણે છે.

ભમર વચ્ચે તક

5/8
image

સમુદ્રશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિના ભમર પર તલ હોય છે, તેને ભાગ્યશાળી માનવામાં આવે છે. તે જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. સાથે આર્થિક રીતે મુશ્કેલીમાં રહેતા નથી. આવા લોકો જે વ્યક્તિને પ્રેમ કરે છે તેને પોતાની વાસ્તવિક ભાવનાઓથી કંટ્રોલ કરવાની ક્ષમતા રાખે છે અને તેના લગ્ન એક સુંદર પાર્ટનર સાથે થાય છે. 

ગુપ્તાંગ પર તલ

6/8
image

સમુદ્રશાસ્ત્રમાં ગુપ્તાંગો પર તલવાળા યુવકો સુંદર અને આકર્ષક હોય છે. આવા યુવકોની પાસે સારી કમ્યુનિકેશન સ્કિલ્સ હોય છે, જેનાથી તે યુવતીઓને પ્રભાવિત કરી શકે છે. 

જાંઘ પર તલ

7/8
image

સમુદ્રશાસ્ત્ર અનુસાર જે યુવકોની જાંઘ પર તલ હોય છે તે ખુબ આકર્ષક અને મિલનસાર વ્યક્તિ માનવામાં આવે છે. આ લોકો વિનમ્ર સ્વભાવના હોય છે, અહંકાર રહિત. તેની ક્વોલિટી યુવતીઓને તેની તરફ આકર્ષિત કરે છે. નોંધનીય છે કે આવા યુવકો સરળતાથી યુવતીઓના દિલ પર કબજો કરી લે છે અને તેની જીંદગીમાં મહત્વ રાખે છે.   

 

8/8
image

(disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક માન્યતાઓ અને વિવિધ લેખો પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)