Lunar Eclipse 2021: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ શરૂ, દુનિયાભરમાંથી આવી રહી છે સુંદર તસવીરો

આજે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ (Lunar Eclipse) લાગી રહ્યું છે. આજે આ ચંદ્ર ગ્રહણ ઘણા પ્રકારે ખાસ છે. આમ એટલા માટે કે કારણ કે છ વર્ષમાં પહેલીવાર સુપરમૂન અને પૂર્ણ ચંદ્ર ગ્રહણનો સંયોગ બની રહ્યો છે. એટલે કે આકાશમાં ચંદ્ર સામાન્ય રાતોના મુકાબલે મોટો અને ચમકીલો દેખાશે. 

ગ્રહણનો સમય

1/5
image

ચંદ્ર ગ્રહણ ભારતીય સમય અનુસાર 2 વાગ્યાને 18 મિનિટે શરૂ થઇને સાંજે 7 વાગ્યા વાગ્યાના 19 મિનિટે પુરૂ થયું હતું. ગ્રહણ કુલ 5 કલાકનું હતું. 

કેલિફોર્નિયામાં કંઇક આવો દેખાયો ચાંદ (ફોટો સાભાર- Reuters) 

ભારતમાં જોવા નહી મળે અસર

2/5
image

ભારતમાં ચંદ્ર ગ્રહણની અસર વધુ જોવા મળશે નહી. ભારતમાં આંશિક ગ્રહણ જોવા મળશે. દેશના મોટાભાગના લોકો ચંદ્ર ગ્રહણૅ જોઇ શકશે નહી. કારણ કે ગ્રહણનો સમય ભારતના મોટાભાગના ભાગોમાં ચંદ્ર પૂર્વી ક્ષિતિજથી નીચે હશે. જ્યાં ચંદ્રોદય થઇ રહ્યો હશે. ત્યારે પૂર્વી ભારતના કેટલાક ભાગોના લોકો ચંદ્ર ગ્રહણનો અંતિમ ભાગ જોઇ શકશે. (ફોટો સાભાર-ટ્વિટર) 

આ દેશોમાં આંશિક ગ્રહણ

3/5
image

દુનિયાભરના ઓબ્ઝર્વર આકાશ સ્પષ્ટ થતાં સુપરમૂનને જોઇ શકશે. પરંતુ ભારત, નેપાળ, પશ્વિમી ચીન, મંગોલિયા અને પૂર્વી રશિયાના કેટલાક ભાગોમાં આંશિક ગ્રહણ જોવા મળશે. આ દરમિયાન ચંદ્ર, પૃથ્વીના છાયાથી બહાર નિકળી રહ્યો હશે. (ફોટો સાભાર-ટ્વિટર)

દુનિયાભરમાંથી આવી રહી મોહક તસવીરો

4/5
image

ભારતમાં ભલે ચંદ્ર ગ્રહણનો નજારો જોવા મળી રહ્યો નથી. પરંતુ દુનિયાના અલગ-અલગ ભાગોમાંથી તસવીરો આવી રહેલી તસવીરો ખોટને પુરી કરી રહી છે. ચંદ્ર ગ્રહણ પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર અને અમેરિકાન ઘણા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. સિડનીના ઓપેરા હાઉસની ઉપર જોવા મળ્યો સુંદર નજારો. (ફોટો સાભાર- ટ્વિટર)

સૂતક માન્ય નહી

5/5
image

ચંદ્ર ગ્રહણનું સૂતક સામાન્યત: 9 કલાક પહેલાં આરંભ થાય છે. જોકે ચંદ્ર ગ્રહણ ન દેખાવવાના લીધે ભારતમાં આ વખતે સૂતક અમાન્ય છે. એટલા માટે ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ ગ્રહણ પર લાગૂ નહી હોય. (ફોટો સાભાર- ટ્વિટર)