Narmada Parikrama: નર્મદા પરિક્રમા પર નિકળી 4 વર્ષની બાળકી, જુઓ ભક્તિમાં ગળાડૂબ માસૂમના જુસ્સાની તસવીરો
Narmada Parikrama: માં નર્મદા પ્રત્યે લોકોની શ્રદ્ધા અને આસ્થા અતૂટ છે. તેના કારણે નર્મદા પરિક્રમની પરંપરા છે. દર વર્ષે આ પરિક્રમમાં કેટલી એવી તસવીરો આવે છે, જે તમારૂ મન મોહી લે છે. આવી એક તસવીર આ વર્ષે પણ સામે આવી છે, જેમાં એક ચાર વર્ષની બાળકી માં નર્મદાની પરિક્રમા માટે નિકળી છે. જુઓ તસવીરો અને બાળકી વિશે...
પહેલીવાર એક ચાર વર્ષની રાજેશ્વરગિરી મહારાષ્ટ્રથી નર્મદા પરિક્રમા પર નિકળી. રાજેશ્વરી દરરોજ 25 કિલોમીટર સુધી ચાલે છે. આ યાત્રા દરમિયાન તે દેવાસના નેમાવાર પહોંચી છે.
નેમાવર પહોંચેલી રાજેશ્વરગિરી નર્મદાના નાભિ સ્થળ પહોંચી, જ્યાં તેણે માં નર્મદાની પૂજા અર્ચના કરી. આ દરમિયાન તેને જોવા માટે લોકો પણ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે.
રાજેશ્વરગિરી છ સભ્યોના દળની સાથે 12 ઓક્ટોબરે મહારાષ્ટ્રથી નિકળી હતી. તેની સાથે માતા અર્ચનાતયગિરી અને અન્ય પરિવારના ભૂષણ શ્રીમંત મશાલ, રત્નમાલા શિન્દે અને ગણેશ શિંદે પરિક્રમા કરી રહ્યાં છે.
પરિક્રમા પર નિકળેલા લોકો ચાલતા-ચાલતા થાકી જાય છે, પરંતુ ચાર વર્ષની બાળકી રાજેશ્વરગિરી ક્યારેય થાકતી નથી. તેની નર્મદા પ્રત્યે અતૂટ આસ્થાને કારણે સાથે ચાલનાર દળના સભ્યોને પણ ઉર્જા મળી રહી છે.
અત્યાર સુધી રાજેશ્વરગિરી બે મહિનાની યાત્રા પુરી કરી ચુકી છે અને બાલિકાએ બે મહિનાની હજુ સફર કાપવાની છે. આ ઠંડીની સીઝનમાં બાલિકાની નર્મદા મૈયા પ્રત્યે અતૂટ આસ્થા જોવા લાયક છે.
Trending Photos