Mansukh Hiren Murder Case માં 4 રૂમાલોનું શું છે રહસ્ય, થયો આ મોટો ખુલાસો

મુંબઇ: મનસુખ હિરેન મર્ડર કેસ (Mansukh Hiren Murder Case) માં દરરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. હવે આ મામલે વધુ એક નવી વાત સામે આવી છે કે મનસુખ હિરેનની હત્યાના સમયે ત્યાં 4 લોકો હાજર હતા. 

રહસ્ય બન્યા છે 4 રૂમાલ

1/6
image

મળતી માહિતી અનુસાર મનસુખ હિરેનને ઘોડબંદર રોડ જવાના બહાને થાણે રેતી બંદર લઇ જવામાં આવ્યા. અહીં મનસુખ હિરેને સચિવ વાઝે (Sachin Vaze) પાસે પોતાની નારાજગી જાહેર કરી. આ નારાજગી જેલ મોકલવાની વાતને લઇને હતી. ત્યારબાદ મનસુખ હિરેનને ક્લોરોફાર્મ દ્રારા બેભાન કરી દેવામાં આવ્યા અને તેમનો વધુ ન નિકળે અથવા લોહી ન નિકળે એટલા માટે પહેલાં ચાલાકીથી તેમના મોંઢામાં 4 રૂમાલ ઠુસી દીધા. આ કેસમાં 4 રૂમાલોની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ લગભગ 4 અલગ-અલગ રૂમાલ હજુ પણ રહસ્ય બનેલું છે. 

ગળું દબાવ્યા બાદ શ્વાસ રૂંધાતા થયું મોત

2/6
image

તમને જણાવી દઇએ કે મનસુખ હિરેનનું ગળું દબાવ્યા બાદ શ્વાસ રૂંધાતા મોત થયું અને આ હાલતમાં તેને ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો. ATS સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મનસુખ થાણે ઘોડબંદર રોડ પર બહારથી બોલાવવામાં આવ્યા હતા અને કારમાં જ મોંઢામાં રૂમાલ ઠુસીને તેનું દબાવવામાં આવ્યું. તો ક્લોરોફોર્મનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવ્યો અને ક્યાંથી તેને લેવામાં આવી, આ આગળની તપાસ ખબર પડી શકશે.

ડોંગરી વિસ્તારમાં રેડનું નાટક

3/6
image

5 માર્ચના રોજ મનસુખ હિરેનની લાશ થાણેમાં કલવા ક્રીકમાં મળી હતી. જાણકારી અનુસાર સચિન વાઝે હત્યાના સમયે ત્યાં જ હતા પરંતુ તેને ડોંગરી વિસ્તારમાં રેડનું નાટક કર્યું. ટિપ્સી બાર પર રેડનું નાટક સચિન વાઝેએ એટલા માટે કર્યું જેથી મનસુખ હિરેનની હત્યાની કોઇ તપાસ પણ થાય તો તપાસની દિશાને એમ કહીને ભટકાવી શકે કે તે તે રાત્રે મુંબઇના ડોંગરી વિસ્તારમાં જ હતો. ટિપ્સી બારના CCTV થી પણ આ વાતનો ખુલાસો થયો હતો કે રેડ સમયે સચિન વાઝે હાજર હતો.

ચેંબૂરના MMRDA કોલોનીમાં હતું લોકેશન

4/6
image

થાણેના ઘોડબંદરથી આવ્યા પછી સચિવ વાઝે ચાલાકીથી પહેલાં મુંબઇ પોલીસ હેડક્વાટર ગયો. ત્યારબાદ CIU ના પોતાના ઓફિસમાં ગયો અને પછી પોતાના મોબાઇલને ચાર્જિંગ પર લગાવી દીધો, જેથી તેનું લોકેશન કમિશ્નર ઓફિસર જ બતાવે. જોકે સચિન વાઝે (Sachin Vaze) એ ATS સ્ટેટમેન્ટ આપતાં કહ્યું હતું કે 4 માર્ચના રોજ આખો દિવસ મુંબઇ પોલીસ હેડક્વાર્ટરના CIU ઓફિસમાં હતો, પરંતુ મોબાઇલના લોકેશન અનુસાર તે બપોરે 12.48 મિનિટ પર ચેંબૂરના MMRDA કોલોનીમાં હતો. 

મનસુખ હિરેનના ફોનથી થયો આ મોટો ખુલાસો

5/6
image

મહારાષ્ટ્ર ATS દ્રારા NIA સોંપવામાં આવેલા દસ્તાવેજો અનુસાર રાત્રે 8.32 મિનિટ પર મનસુખ હિરેન (Mansukh Hiren) ને કાંદિવલી પોલીસ સ્ટેશનથી તાવડે નામના વ્યક્તિને કોલ આવે છે, જે મળવા માટે બોલાવે છે. ત્યારબાદ મનસુખ હિરેન પોતાની કાર અને બાઇક્સને છોડીને ઓટો લીધી અને થાણે ખોપટ વિસ્તારના વિકાસ પાલ્મ્સ આંબેડકર રોડથી થઇને ગયા. 

રાત્રે 9 વાગે મનસુખ હિરેનનું અપહરણ કરાયું

6/6
image

મનસુખની પત્નીએ તેમને રાત્રે 11 વાગે કોલ કર્યો તો તેમનો મોબાઇલ નંબર આવી રહ્યો હતો. મનસુખના મોબાઇલમાં બે સિમકાર્ડ હતા અને બંને નંબરોના CDR અનુસાર એક નંબર પર રાત્રે 8.32 મિનિટ પર કોલ આવ્યો, જ્યારે બીજા નંબર પર રાત્રે 10.10 મિનિટ પર ચાર મેસેજ આવ્યા હતા. એટીએસના અનુસાર આ ચાર મેસેજ જ્યારે આવ્યા, ત્યારે મોબાઇલનું લોકેશન વસઇના માલજીપડા બતાવતું હતું. NIA ને આપેલા દસ્તાવેજો અનુસાર રાત્રે 9 વાગે મનસુખ હિરેનનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના મોબાઇલને સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો હતો.