આંખો પર ચશ્મા, ગજબની સ્ટાઇલ.. વેકેશન પરથી પાછા ફરતાં જ સુપર CUTE લુકમાં જોવા મળી મલ્લા

Malaika Arora Photo: મલાઈકા અરોરા હાલમાં જ વેકેશન પરથી પરત ફરી છે, જેની એક ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હવે આ એક્ટ્રેસ મુંબઈમાં સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી.

મલાઈકાની સ્ટાઈલ 

1/5
image

આંખો પર કાળા ચશ્મા અને ગજબની સ્ટાઇલ આ મલાઈકા અરોરા સિવાય બીજું કોણ હોઈ શકે.. ફેશન એડિક્ટ મલાઈકા વેકેશન પરથી પરત ફરતા જ સ્ટાઈલીશ અંદાજમાં જોવા મળી હતી.

કેઝ્યુઅલ્સ લુક 

2/5
image

મલાઈકા અવારનવાર સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળે છે અને તેની સ્ટાઈલ ચોક્કસપણે ચર્ચામાં રહે છે. તેથી જ તે પાપારાઝીની ફેવરિટ છે. તેના જીમ લુકથી લઈને કેઝ્યુઅલ્સ સુધી દરેક લુક ચર્ચાનો વિષય બને છે.

ગર્લ ગેંગ

3/5
image

મલાઈકા હાલમાં જ બાકુ ગઈ હતી, તે પણ તેની ગર્લ ગેંગ સાથે અને તસવીરો પરથી જોઈ થાય છે કે તેણે આ વેકેશન ખૂબ એન્જોય કર્યું છે. 

49 વર્ષની હસીના 

4/5
image

49 વર્ષની આ એક્ટ્રેસ ટૂંક સમયમાં 50 વર્ષની થઈ જશે, પરંતુ મલ્લાની સુંદરતા અને ફિટનેસ જોઈને તેની ઉંમરનો અંદાજ પણ લગાવવો મુશ્કેલ છે.. મલાઈકા અરોરાએ સમય અને ઉંમર બંનેને પોતાની મુઠ્ઠીમાં કેદ કરી લીધા છે.

સોશિયલ મીડિયા

5/5
image

તેની ફિટનેસના કારણે જ મલાઈકા બોલિવૂડની ફિલ્મોનો હિસ્સો બન્યા વિના પણ અન્ય કોઈપણ બોલિવૂડ એક્ટ્રેસ કરતાં પણ વધુ લાઇમલાઇટમાં રહે છે. અને એવો કોઈ દિવસ નથી જ્યારે તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં ન હોય.