banaskantha

ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો પર્દાફાશ, પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની કરી અટકાયત

બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર ગુન્હાહિત પ્રવૃતિઓમાં દિવસેને દિવસે બદનામ થઈ રહ્યું છે. ત્યારે ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો ડીસા દક્ષિણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે શહેરમાંથી અંદાજિત 8 લાખ રૂપિયાની કિંમતના વિવિધ ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે

Sep 21, 2021, 03:57 PM IST

બટાકાના શાકે સાસુ-વહુનો એવો ઝઘડો કરાવ્યો કે, વહુના પિયરીયાએ સાસુને માર્યો માર 

સાસુ-વહુના ઝઘડાના કિસ્સા હંમેશા ચર્ચાતા હોય છે. પરંતુ ડીસાના એક પરિવારના સાસુ-વહુ બટાકાના શાક જેવી નાનકડા મુદ્દે એવા તો બાખડ્યા કે વાત મારમારી પર પહોંચી ગઈ હતી. વહુએ પોતાના પિયરીયાઓને બોલાવીને વૃદ્ધ સાસુને માર મરાવ્યો હતો. 

Sep 17, 2021, 08:46 AM IST

ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવાની રેસમાં નવુ નામ આવ્યું, ભાજપના એક કાર્યક્રમમાં દિગ્ગજ નેતાનું નામ લેવાયું

  • પાટીદારો અને આદિવાસીઓ બાદ હવે ચૌધરી સમાજમાંથી પણ મુખ્યમંત્રી બનાવવાની ઉઠી માગ
  • બનાસ ડેરીના ચેરમેનની હાજરીમાં એક ખેડૂત બોલ્યો 'મુખ્યમંત્રી તો શંકર ચૌધરી જ જોઈએ..
  • ખેડૂતના આ નિવેદનથી ખુદ શંકર ચૌધરી પણ ચોંકી ઉઠ્યા. આ બાદ શંકર ચૌધરીએ હાથનો ઈશારો કરી ખેડૂતને બેસી જવા વિનંતી કરી

Aug 28, 2021, 07:40 AM IST

Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે માત્ર 25.89% વરસાદ પડ્યો, પાક બચાવવા વલખા મારી રહ્યા છે ખેડૂતો

જિલ્લા સહિત લાખણી પંથકના ખેડૂતોની હાલત કફોડી બની છે. લાખણીમાં આ વર્ષે સીઝનનો ફક્ત 7.27 ટકા જ વરસાદ થયો છે. તો બીજી બાજુ કેનાલો ખાલી હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે.

Aug 25, 2021, 04:21 PM IST

બનાસકાંઠામાં બનેવીએ ગાડી ઠોકીને પોતાના સાળાને મારી નાખવાનો પ્રયાસ કર્યો

જિલ્લાના લાખણી તાલુકાના લવાણા ગામે પતિએ પત્નીના કૌટુંબિક ભાઈને જીપડાલાથી કચડી નાખવાના પ્રયાસ કરતાં દિયોદર પોલીસ મથકે 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. લાખણી તાલુકાના જેતડા ગામની તળસીબેન વાઘેલાનો 13 વર્ષ અગાઉ સમાજના રીતિરિવાજ મુજબ લવાણા ગામના ભરતભાઈ રાજપૂત સાથે સંબંધ કરેલો હતો. જો કે તળશીબેનને ભરત રાજપૂત ગમતો ન હોવાથી તેવો ત્યાં જવા માંગતા ન હોઈ તેમની વચ્ચે વિવાદ ચાલતાં અગાઉ ભરત રાજપુતે તળશીબેનનું અપહરણ કર્યું હતું. 

Aug 24, 2021, 11:21 PM IST

Raksha bandhan : 200 વર્ષ પહેલાની એક ઘટનાને કારણે ગુજરાતના આ ગામે બહેનોએ આજે ભાઈને રાખડી બાંધી

સમગ્ર ભારતમાં આવતીકાલે કાલે રવિવારના રોજ રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે. પરંતુ બનાસકાંઠા જિલ્લાનું એક ગામ એવું છે, જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે અને એક દિવસ પૂર્વે એટલે કે આજે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આજે શનિવારે બહેન ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધન ઉજવે છે. એક દિવસ પહેલા રક્ષાબંધન મનાવવા પાછળનું કારણ તમે જાણશો તો દંગ રહી જશો. 

Aug 21, 2021, 02:32 PM IST

બનાસ ડેરીનું મહાઅભિયાન : સૂકાભઠ્ઠ બનાસકાંઠાને બનાવશે લીલુછમ

સૂકો ભઠ્ઠ બનાસકાંઠા (banaskantha) જિલ્લો લીલોછમ બને તે માટે હવે બનાસ ડેરી (banas dairy) એ વૃક્ષારોપણનું મહાઅભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત આજે જિલ્લાના સૌથી ઊંચા પર્વત જેસોર પર્વત પર એક લાખથી વધુ સીડ બોલ બનાવી અલગ-અલગ ટુકડીઓ દ્વારા જંગલ વિસ્તારમાં તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જેથી આગામી સમયમાં વરસાદ સમયે સીડ બોલમાંથી વૃક્ષ અંકુરણ થઈ શકે.

Aug 20, 2021, 08:17 AM IST

પાલનપુર : દશામાના જાગરણ માટે પગપાળા જતા શ્રદ્ધાળુઓ પર ઈકો કાર ફરી વળી, 2 ના મોત 

  • પાલનપુર તાલુકા ગઢ મડાણા ગામે આ ઘટના બની હતી
  • કેટલાક શ્રદ્ઘાળુઓ જાગરણ હોઈ ગઢ દશામાના મંદિરે પગપાળા જઈ રહ્યા હતા
  • ઈકો કારે પગપાળા જઈ રહેલા 7 શ્રદ્ઘાળુઓને અડફેટે લીધા

Aug 18, 2021, 11:21 AM IST

કેન્દ્રીય મંત્રી દેવુસિંહએ લીધા મા અંબાના આશીર્વાદ, અંબાજીથી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આજથી રાજ્ય ભરમાં જન આશીર્વાદ યાત્રાનો (Jan Ashirwad Yatra) પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઇ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની આગેવાની હેઠળ આ યાત્રા પરીભ્રમણ કરશે

Aug 16, 2021, 11:59 AM IST

સ્પાઈડર મેનની જેમ વીજ પોલ પર ચઢી ગઈ ગુજરાતી મહિલા, જોતજોતમાં વાયરલ થયો વીડિયો

વાયરલ વીડિયોમાં લોકોના મ્યૂઝિક, ડાન્સ અને અવનવા કરતબ જોવા મળતા હોય છે. પરંતુ ક્યારેક આશ્ચર્યજનક બાબતો પણ જોવા મળતી હોય છે. હાલ બનાસકાંઠાનો એક વીડિયો વાયરલ (viral video) થયો છે. જેમાં એક મહિલા વીજ પોલ પર ચઢતી દેખાય છે. કોઈ પણ ટેકા વગર આ મહિલા સ્પાઈર મેન (spider man) ની જેમ વીજ પર ચઢી જાય છે. લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે આ વીડિયો.

Aug 14, 2021, 07:54 AM IST

Banaskantha જિલ્લામાં સિઝનનો ફ્ક્ત 25.89% વરસાદ, પાક નિષ્ફળ જશે દેવાદાર બની જશે ખેડૂતો

વરસાદ ખેંચાતા ખેડૂતોનો મહામુલો પાક તેમની નજર સમક્ષ સુકાઈ રહ્યો હોવાથી જિલ્લા સહિત પાલનપુર (Palanpur) પંથકના ખેડૂતોની હાલત કફોડી બની છે. 

Aug 8, 2021, 05:32 PM IST

દેશના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું અમિત શાહે કર્યું લોકાર્પણ, જાણો શું છે બ્રિજની ખાસિયત

બનાસકાંઠા ડીસામાં (Deesa) આજે 196 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું (Elevated Bridge) લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભારતના કેન્દ્રિય મંત્રી અમિત શાહ (Amit Shah) દ્વારા આ બ્રિજનું વર્ચ્યુલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું

Aug 7, 2021, 04:04 PM IST

રાઈના નાનકડા દાણાએ લીધો એક જ પરિવારના 3 લોકોનો જીવ, બનાસકાંઠાની ચોંકાવનારી ઘટના

બનાસકાંઠાના ધાનેરાના કુંડી ગામે  7 લોકોને ફૂડ પોઇઝનની અસર થવાની ઘટના બની છે. સતત 10 દિવસની સારવાર બાદ 3 લોકોના મોત નિપજ્યા છે. તો ત્રણ ગંભીર લોકોને સારવાર માટે અમદાવાદમાં ખસેડાયા છે.  10 દિવસ પહેલા ખાધા ખોરાકીમાં કઈક આવી જતા તમામ લોકોને ફૂડ પોઇઝનની અસર થઈ હતી. જેથી એપેડમિક ડ્રોપ્સી રોગથી તમામ લોકોના મોત નિપજ્યા છે. 

Aug 7, 2021, 12:11 PM IST

Kheti Bank: આવતીકાલે ખેતી બેંકની ચૂંટણી યોજાશે, ચૂંટણી પહેલા જ બેંક પર ભાજપનો કબજો

ADC બેંકના 1 પ્રતિનિધિ સહિત ભાજપના કુલ 10 સભ્યો થયા છે આમ બેંકની ગવર્નિંગ બોડી પર ભાજપનો કબજો થઈ ચૂક્યો છે. ભાજપ (BJP) ના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલે (CR Patil) આપેલી સૂચનાઓ પ્રમાણે વધુ એક સહકારી સંસ્થા પર ભાજપનો દબદબો જોવા મળ્યો છે.

Aug 6, 2021, 06:09 PM IST

Dhanpura: ડેમ નજીક રમી રહ્યા હતા મામા-ફોઇના ભાઇઓ, પગ લપસતાં ડેમમાં ડૂબ્યા

મામા ફોઈના બે ભાઈ અશોકભાઈ રમેશભાઈ બુંબડીયા (ઉ.વ.15) અને સુરેશભાઈ રાવતા ભાઈ ડાભી (ઉં.વ.12) ગુરૂવાર સાંજે 4.00 કલાકના સુમારે બાલારામ લઘુ સિંચાઈ ડેમ નજીક રમી રહ્યા હતા. તે દરમિયાન પગ લપસી જતાં બંને ભાઇઓ પાણીમાં ડૂબી ગયા હતા. 

Aug 6, 2021, 09:05 AM IST

15 ઓગસ્ટે નેતાજીનો સેક્સ વીડિયો વાયરલ કરીશ.. એક પોસ્ટથી બનાસકાંઠાના રાજકારણમાં હડકંપ મચ્યો

બનાસકાંઠાના રાજકારણમા ભૂકંપ આવે તેવા ઘાટ સર્જાયા છે. થરાદના આમ આદમી પાર્ટીના કાર્યકર મધા પટેલની એક ફેસબુક (facebook) પોસ્ટે ભારે ચર્ચા જગાવી છે. સાથે જ આ પોસ્ટને કારણે તહેલકો મચી ગયો છે.  

Aug 3, 2021, 12:51 PM IST

વિપક્ષના નેતાએ અત્તરની ભેટ આપી કહ્યું, 'લ્યો અત્તર રાખો સાહેબ, આખુ ગામ ગંધાય છે'

ચીફ ઓફીસર (Chief Officer) ની ઉપસ્થિતિમાં મળેલી આ સભામાં વિરોધ પક્ષ દ્વારા એજન્ડાનાં વિવિધ મુદ્દાઓને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેને લઇ સભાખંડમાં હોબાળાના દ્રશ્યો સર્જાયાં હતાં.

Jul 31, 2021, 01:44 PM IST

પ્રેમિકા અને તેની દિકરી બંન્ને મારી છે, યુવતી સાથે લગ્ન કરનાર યુવકની હત્યા અને...

પાલનપુરમાં સાત દિવસ પહેલા થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. યુવાનની થયેલી હત્યા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Jul 29, 2021, 09:36 PM IST