બ્રહ્માંડમાં પ્રથમવાર 158 દિવસ મંગળ નીચ અવસ્થામાં કરશે ભ્રમણ, આ જાતકોને થશે લાભ, ધન-સંપત્તિ વધશે

Mangal Gochar in Cancer; મંગળ ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. જેનાથી ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ જાતકોને ધન-સંપત્તિના મામલામાં સારા સમાચાર મળશે. 
 

મંગળ ગોચર

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર મંગળ ગ્રહ લગભગ 18 મહિના બાદ ગોચર કરે છે. સાથે મંગળ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી હોય છે. સાથે કર્ક તેની નીચ રાશિ છે. તમને જણાવી દઈએ કે 20 ઓક્ટોબરે મંગળ ગ્રહે પોતાની નીચ રાશિ કર્કમાં પ્રવેશ કરી લીધો છે. મંગળ પ્રથમવાર 158 દિવસ સુધી નીચ રહેશે. મંગળ ગ્રહ પ્રથમવાર 158 દિવસ માટે નીચ થયો છે. તેવામાં મંગળ ગ્રહની ચાલમાં ફેરફાર કેટલાક જાતકોનું ભાગ્ય ચમકાવી દેશે. સાથે ધન-સંપત્તિનો લાભ મળશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

મેષ રાશિ

2/5
image

તમારા લોકો માટે મંગળ ગ્રહનું ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિથી ચોથા ભાવમાં ભ્રમણ કરી રહ્યાં છે. તેથી આ સમયે તમારી સુખ-સુવિધામાં વધારો થશે. તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. નોકરી કરનાર જાતકોને અધિકારીઓ સાથે સારા સંબંધનો ફાયદો જોવા મળી રહ્યો છે. ગોચર કાળમાં તમારા દરેક કામની ચારે તરફ પ્રશંસા થશે અને તમે ધનલાભ પ્રાપ્ત કરવામાં સક્ષમ હશો. સાથે જે લોકોનું કામ-કારોબાર રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી અને જમીન-મકાન સાથે જોડાયેલો છે તેને લાભ થઈ શકે છે.  

કર્ક રાશિ

3/5
image

મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ દેવ તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવમાં ભ્રમણ કરશે. તેથી આ દરમિયાન તમારા આત્મવિશ્વાસ, સાહસ અને પરાક્રમમાં વધારો થશે. સાથે મંગળના રાશિ પરિવર્તનના શુભ પ્રભાવથી તમારૂ લગ્ન જીવન સારૂ રહેશે અને પતિ પત્ની વચ્ચે તાલમેલ રહેશે. આ દરમિયાન તમારા જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. પરિવારમાં ચાલી રહેલી સમસ્યા ધીમે ધીમે ખતમ થશે અને સિંગલ જાતકો માટે સંબંધ નક્કી થઈ શકે છે. આ દરમિયાન ભાગીદારીથી કામ કરવામાં લાભ થઈ શકે છે.  

વૃશ્ચિક રાશિ

4/5
image

તમારા લોકો માટે મંગળ ગ્રહનું ગોચર લાભદાયક સાબિત થશે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિથી નવમ ભાવમાં સંચરણ કરવા જઈ રહ્યાં છે. આ દરમિયાન તમે નવો બિઝનેસ શરૂ કરી શકો છો. તેના માધ્યમથી તમે વધુ લાભ પ્રાપ્ત કરી શકો છો. તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. સાથે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સમયમાં વિદ્યાર્થીઓ મન લગાવીને અભ્યાસ કરશે અને તેને સ્પર્ધાત્મક પરીક્ષામાં શુભ પરિણામ મળી શકે છે. આ દરમિયાન તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો.  

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.