30 જુલાઈથી ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, ગ્રહોના સેનાપતિ મંગળ કરશે યુવા અવસ્થામાં પ્રવેશ

વૈદિક પંચાગ અનુસાર મંગળ ગ્રહ યુવા અવસ્થામાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.

મંગળ ગોચર

1/5
image

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ એક ચોક્કસ સમય પર પોતાની ઉચ્ચ અને નિમ્ન ડિગ્રીની સાથે ભ્રમણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર સીધી રીતે પડે છે. તમને જણાવી દઈએ કે અત્યારે ગ્રહોના સેનાપતિ મંગળ વૃષભમાં ભ્રમણ કરી રહ્યાં છે અને તેણે ગુરૂ ગ્રહની સાથે યુતિ બનાવી છે. તો મંગળ ગ્રહ 30 જુલાઈએ પોતાની યુવા અવસ્થામાં પ્રવેશ કરશે અને 8 ઓગસ્ટ સુધી યુવા અવસ્થામાં સંચરણ કરશે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે તેની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. 

મેષ રાશિ

2/5
image

મંગળ ગ્રહનું યુવા અવસ્થામાં સંચરણ કરવાથી મેષ રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ પોતાની ગોચર કુંડળીના બીજા ભાવમાં રહી યુવા અવસ્થામાં ભ્રમણ કરશે. તેવામાં આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે તમને ઉચ્ચ વિદ્યાની પ્રાપ્તિ થશે. આ સમયમાં તમને પારિવારિક સુખ મળશે. સાથે આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. આ સમયે તમને બિઝનેસમાં સારી કમાણી થશે અને તમારા જીવનમાં ભૌતિક સુવિધાઓ વધશે. આ સમયે તમારી વાણીમાં સુધાર જોવા મળશે. જેનાથી લોકો પ્રભાવિત થશે. આ સમયે તમને માન-સન્માનની પ્રાપ્તિ થશે.  

વૃષભ રાશિ

3/5
image

તમારા લોકો માટે મંગળ ગ્રહનું યુવા અવસ્થામાં ચાલવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિથી લગ્ન ભાવ પર ભ્રમણ કરશે. તેથી આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે આ સમયે તમને ધન-સંપત્તિનો લાભ મળશે. તો ગુરૂ લાભેશ થઈને બેઠા છે. આ સમયે તમને ધનલાભ થશે. તમને મહેનતનું ફળ મળશે. આ સમયે તમને વાહન અને પ્રોપર્ટીનું સુખ પ્રાપ્ત થશે. આ સમયે તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થશે. સાથે તેના પ્રભાવથી તમારા જીવનમાં ભૌતિક સુખ-સુવિધા વધશે અને લગ્ન જીવનમાં ખુશીઓ આવશે.  

કર્ક રાશિ

4/5
image

મંગળ ગ્રહનો યુવા અવસ્થામાં પ્રવેશ કર્ક રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. કારણ કે યુવા અવસ્થા શરૂ થતા ચંદ્ર, મંગળ અને ગુરુની યુતિ બનશે. સાથે ગજકેસરી અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ પણ બનશે. તો મંગળ ગ્રહ પોતાની રાશિથી લાભ ઘર પર બિરાજમાન રહેશે. તેવામાં આર્થિક મામલાની વાત કરીએ તો તમને જીવનમાં કમાણીની તક મળશે. નોકરી કરનાર જાતકોને ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે. સાથે પારિવારિક જીવનમાં ખુશીઓ જોવા મળશે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂરી થશે અને આવકના નવા-નવા સ્ત્રોત બનશે.  

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.