PICS: મોબાઈલ ફોન જો આ જગ્યા પર રાખવાની આદત હોય તો અત્યારે જ ચેતી જાઓ, થઈ શકે છે વિસ્ફોટ
અમે તમને એવી જાણકારી આપીએ છીએ કે જેનું ધ્યાન રાખીને તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરશો તો આ પ્રકારની ઘટનાઓથી બચી શકશો. આ ભૂલો ભૂલેચૂકે ન કરો.
નવી દિલ્હી: જો તમે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા હોવ તો આ સમાચાર તમારા કામના છે. મોબાઈલ (Mobile) વાપરતી વખતે કેટલીક ભૂલો કરતા હોવ તો સાવધાન થઈ જજો. કારણ કે તમારી એક ભૂલથી મોબાઈલ બ્લાસ્ટ (Mobile Blast) થઈ શકે છે. હાલમાં જ અનેકવાર સ્માર્ટફોનમાં વિસ્ફોટ થવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. અનેક મોબાઈલ ફોન (Mobile Phone) માં બ્લાસ્ટ થવાના કારણે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. અમે તમને એવી જાણકારી આપીએ છીએ કે જેનું ધ્યાન રાખીને તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરશો તો આ પ્રકારની ઘટનાઓથી બચી શકશો. આ ભૂલો ભૂલેચૂકે ન કરો.
સૂતી વખતે મોબાઈલ પાસે ન રાખો
મોટાભાગના લોકો પોતાના મોબાઈલ ફોન તકિયા નીચે કે પછી તેને પાસે રાખીને સૂઈ જાય છે. આવામાં મોબાઈલ ફોનનું તાપમાન ખુબ વધી જાય છે. આ કારણે મોબાઈલમાં વિસ્ફોટ પણ થઈ શકે છે. જો તમે પણ આ ભૂલ કરતા હોવ તો ચેતી જજો. સૂતી વખતે મોબાઈલને તમારી નજીક જરાય ન રાખતા.
શર્ટના ખિસ્સામાં ન રાખો મોબાઈલ
હાલમાં જ અનેકવાર શર્ટના ખિસ્સામાં રાખેલા ફોનમાં વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી ચૂકી છે. જો તમે પણ મોબાઈલ ફોન તમારા શર્ટના ખિસ્સામાં રાખતા હશો તો આ આદત તમારા માટે જોખમી બની શકે છે. શર્ટના ખિસ્સામાં મોબાઈલ ફોનને વધુ વાર સુધી રાખી શકાય નહીં. તેનાથી વિસ્ફોટની શક્યતા વધી જાય છે.
આખી રાત મોબાઈલ ચાર્જિંગમાં ન મૂકવો
જો તમે આખી રાત મોબાઈલ ચાર્જમાં રાખતા હોવ તો આમ કરવાનું બંધ કરી દો. કારણ કે તે તમારા ફોનની બેટરી ખરાબ કરી શકે છે. વાત જાણે એમ છે કે મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે લોકોએ તેને અનેકવાર ચાર્જ કરવો પડે છે. આવામાં લોકો આખી રાત મોબાઈલ ચાર્જિંગ પર રાખીને મૂકી દે છે. મોટાભાગે જોવા મળે છે કે અનેકવાર રાતભર ચાર્જિંગ કરવાથી પણ મોબાઈલમાં વિસ્ફોટ થાય છે.
લોકલ ચાર્જર કે બેટરીનો ઉપયોગ ન કરવો
જો મોબાઈલ ચાર્જ માટે તમે લોકલ ચાર્જરનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન થઈ જાઓ. તમારે હંમેશા મોબાઈલના ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત તમારા ફોનની બેટરી ખરાબ થઈ ગઈ હોય તો તમે લોકલ બેટરીનો ઉપયોગ કરવાનું ટાળો. કારણ કે લોકલ ક્વોલિટીની બેટરીનો ઉપયોગ મોબાઈલ વિસ્ફોટનું કારણ બની શકે છે.
Trending Photos