દરિયામાં શાર્ક માછલીઓ વચ્ચે ફોટોશૂટ કરાવી રહી હતી મોડલ, પછી જે થયું..જુઓ PHOTOS

Jul 12, 2018, 10:56 AM IST

એક ઈંગ્લિશ મોડલ અને નર્સિંગ સ્ટુડન્ટની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે. નીલા સમુદ્રમાં તે પોતાનો ફોટોશૂટ કરાવી રહી હતીં ત્યારની તસવીરો ચર્ચામાં છે. જો કે  ચર્ચામાં રહેવા પાછળનું કારણ કઈંક બીજું જ છે. વાત જાણે એમ છે કે લગભગ 2 અઠવાડિયા પહેલા કટરીના જૈરુત્સકી નામની આ મોડલ તેના બોયફ્રેન્ડ સાથે રજાઓ ગાળવા માટે બહામસ ગઈ હતી. ત્યાં તેણે સમુદ્રમાં પોતાનો ફોટોશૂટ કરાવ્યું. આ દરમિયાન મોડલ સમુદ્રમાં સર્ફિંગની મજા માણી રહી હતી અને અચાનક શાર્ક માછલીએ હુમલો કરી નાખ્યો. (તસવીરો-સાભાર Tom Bates ઈન્સ્ટાગ્રામ)

1/6

અત્રે જણાવવાનું કે આ મોડલ પાણીમાં સર્ફિંગ કરી રહી હતી ત્યારે પણ તેની આજુબાજુ અનેક શાર્ક માછલીઓ હતી. સર્ફિંગ દરમિયાન આ શાર્ક માછલીઓ તેની સાથે ખુબ ફ્રેન્ડલી પણ જોવા મળી.

2/6

કેટરીના આરામથી સમુદ્રમાં તરી રહી હતી ત્યારે જ એક શાર્ક માછલી તેની પાસે આવે છે અને તેના હાથના કાંડાને ટચ કરે છે.

3/6

મોડલના એક હાથના કાંડાને તે શાર્ક પોતાના મોઢામાં દબાવી રાખે છે. ત્યારબાદ જ્યારે મોડલને ખુબ દુખાવો થાય છે ત્યારે તે બહાર આવી જાય છે.

4/6

મોડલે જણાવ્યું કે શાર્કને કઈંક ખવડાવી દો તો સ્થાનિક લોકો શાર્ક સાથે તરી પણ શકે છે કારણ કે ભૂખી શાર્ક હુમલો કરી શકે છે. તેણે એમ પણ કહ્યું કે તે લકી હતી કે તે તરત જ પાણીમાંથી બહાર નીકળી ગઈ. આ તમામ ફોટો મોડલના બોયફ્રેન્ડના પિતાએ લીધા છે.

5/6

બોયફ્રેન્ડ સાથે કેટરીના જેરુત્સકી

6/6

શાર્કના હુમલાથી મોડલને થયેલી ઈજા