latest news in gujarati

IPL 2021: આજથી 'ઈન્ડિયા કા ત્યોહાર' એટલે કે આઈપીએલનો પ્રારંભ, આ છે સંપૂર્ણ કાર્યક્રમ

Full Schedule Of Ipl: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનના ઉદ્ઘાટન મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થવાની છે. આ મેચ ચેન્નઈમાં રમાશે. 

Apr 9, 2021, 08:00 AM IST

IPL 2021: રોહિતની આગેવાનીમાં રેકોર્ડ છઠીવાર ટાઇટલ કબજે કરવાના ઇરાદા સાથે ઉતરશે મુંબઈ ઈન્ડિયન્સ

IPL 2021ની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)ની વાત કરીએ તો તેની કેપ્ટનશીપ રોહિત શર્મા કરી રહ્યા છે.મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં રોહિત શર્મા, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને સુર્યકુમાર યાદવ જેવા T-20 ના સ્ટાર ખેલાડીઓ સામેલ છે.

Apr 7, 2021, 02:00 PM IST

IPL 2021: એક જ વખત ટ્રોફી જીતનાર રાજસ્થાન રોયલ્સની આ વખતે કેવી છે ટીમ, જુઓ એક ઝલક

IPL 2021ની શરૂઆત 9 એપ્રિલથી થવાની છે. જેમાં રાજસ્થાન રોયલ્સની કપ્તાની સંજૂ સૈમસનના હાથમાં છે. રાજસ્થાન રોયલ્સની ટીમમાં સંજૂ સૈમસન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ મૌરિસ જેવા ખેલાડીઓ છે. રાજસ્થાન રોયલ્સની ટીમે અત્યાર સુધી એક જ વખત IPL ખિતાબ જીત્યો છે.
 

Apr 7, 2021, 11:00 AM IST

IMF અનુસાર આ વર્ષે ચીનને પછાડી શકે છે ભારત, 12.5 ટકા થઈ જશે ગ્રોથ રેટ!

આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યુ, અમે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પૂર્વના અનુમાનના મુકાબલે મજબૂત પુનરૂદ્ધારની આશા કરી રહ્યાં છીએ. વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 2021માં 6 ટકા અને 2022માં 4.4 ટકા રહેવાનું અનુમાન છે.

Apr 6, 2021, 11:35 PM IST

Maharashtra માં એક દિવસમાં 55 હજારથી વધુ કેસ, 297 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 55 હજાર 469 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 31 લાખ 13 હજાર 354 થઈ ગયા છે. રાજ્યમાં વધુ 297 દર્દીઓના મૃત્યુ થયા છે. 

Apr 6, 2021, 10:56 PM IST

Assembly elections: બંગાળમાં 77.68%, અસમમાં 82.29% મતદાન, તમિલનાડુ, કેરલ અને પુડુચેરીમાં વોટિંગ સમાપ્ત

સાંજે સાત કલાકે ચૂંટણી પંચના આંકડા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં 77.68 ટકા, અસમમાં 82.29 ટકા, કેરલમાં 70.04 ટકા, પુડુચેરીમાં 78.13 ટકા અને તમિલનાડુમાં 65.11 ટકા મતદાન થયું છે. 

Apr 6, 2021, 10:21 PM IST

Corona: દિલ્હીમાં આજે 5100થી વધુ કેસ, રાજ્યમાં આજથી નાઇટ કર્ફ્યૂ લાગૂ

કોરોના (Corona Virus) સંક્રમણ ઓછું થવાનું નામ જ લેતું નથી. દિલ્હીના હાલાત પણ ખુબ ચિંતાજનક છે. હાલ કોરોનાની સ્થિતિ જોતા દિલ્હી સરકારે 30મી એપ્રિલ સુધી રાતે 10 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી છે. આ આદેશ આજથી જ લાગુ થઈ જશે. 
 

Apr 6, 2021, 09:38 PM IST

Israel માં સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિએ નેતન્યાહૂને બોલાવ્યા, 28 દિવસમાં બહુમત કરવો પડશે સાબિત

Netanyahu: ઈઝરાયલમાં બે વર્ષમાં ચાર ચૂંટણી યોજ્યા બાદ પણ કોઈ પાર્ટી કે ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી નથી. હવે રાષ્ટ્રપતિએ નેતન્યાહૂને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. 
 

Apr 6, 2021, 08:11 PM IST

IPL 2021માં જાણો પંજાબ કિંગ્સની ટીમમાં કોણ IN અને કોણ થયું OUT

IPL 2021 9 એપ્રિલથી શરૂ થશે. દરેક ટીમ ટ્રોફીને જીતવા માટે કરશે પ્રયાસ. પંજાબ કિંગ્સની વાત કરીએ તો તેના કેપ્ટન કે.એલ.રાહુલ રહેશે. ટીમમાં રાહુલની સાથે ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, મોહમ્મદ શમી અને ડેવિડ મલાનના પ્રદર્શન પર રહેશે સૌની નજર. 

Apr 6, 2021, 07:55 PM IST

West Bengal Assembly poll 2021: PM મોદી બોલ્યા- બંગાળ અને નંદીગ્રામ જ નહીં, હવે તો 'નંદી' પણ દીદીથી નારાજ

West bengal election 2021: પ્રધાનમંત્રીએ કહ્યુ કે, દીદીને હવે પોલિંગ બૂથ એજન્ટ પણ મળી રહ્યાં નથી અને તે ખુબ હતાશ છે. પીએમ મોદીએ કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં પોતાની સંભવિત હારને જોતા મમતા બેનર્જી હવે હતાશ થઈ ગયા છે અને તેમના પર ગાળોનો મારો ચલાવી રહ્યાં છે.

Apr 6, 2021, 07:42 PM IST

દેશમાં દરેક વયસ્કને Corona vaccine આપવાની સલાહને કેન્દ્ર સરકારે નકારી

મીડિયા સાથે વાત કરતા સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે, દેશના 50 જિલ્લા ચિંતાનું કારણ બનેલા છે. તેમાંથી 30 જિલ્લા મહારાષ્ટ્રના છે, છત્તીસગઢમાં 11 જિલ્લા છે અને 9 જિલ્લા પંજાબના છે. 

Apr 6, 2021, 06:51 PM IST

IPL 2021 : મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં પહોંચ્યો કોરોના, કિરણ મોરે પોઝિટિવ

IPL 2021 પર કોરોના સંકટ જોવા મળી રહ્યું છે. સપોર્ટ સ્ટાફ, ખેલાડી અને ગ્રાઉન્ડ સ્ટાફ પોઝિટિવ આવી રહ્યાં છે. હવે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા કિરણ મોરે પોઝિટિવ આવ્યા છે. 
 

Apr 6, 2021, 06:05 PM IST

Corona: આગામી 30 દિવસ ખતરનાક, કોરોના પર સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી

દેશભરમાં કોરોનાના 3 ટકા કેસ પંજાબથી આવી રહ્યાં છે, દેશમાં કોરોનાથી થનારા કુલ મોતનો 4 ટકા આંકડો પંજાબથી છે. એક્ટિવ કેસ અને મોતોના આંકડાના મામલામાં દિલ્હી અને હરિયાણાની સ્થિતિ પંજાબથી સારી છે.
 

Apr 6, 2021, 05:28 PM IST

Covid-19 વેક્સિનેશન કરાવો અને મેળવો 5 હજાર રૂપિયા જીતવાની તક, સરકારે લોન્ચ કરી કૉન્ટેસ્ટ

mygov.in પર ચાલી રહેલ કોન્ટેસ્ટમાં દરેક તે વ્યક્તિ ભાગ લઈ શકે છે જેણે વેક્સિનનો ડોઝ લઈ લીધો છે કે તેના પરિવારમાં કોઈ વેક્સિનેશન કરાવી ચુક્યુ છે. 
 

Apr 6, 2021, 05:19 PM IST

મહારાષ્ટ્ર સરકાર અને Anil Deshmukh સુપ્રીમ પહોંચ્યા, બોમ્બે HCના આદેશને પડકાર્યો

Uddhav Thackeray government: મહારાષ્ટ્ર સરકારે અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસના હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. 

Apr 6, 2021, 04:37 PM IST

Corona Vaccination: IMA એ PM Modi ને લખ્યો પત્ર, રસીકરણની ઉંમર ઘટાડવા કરી અપીલ

Covid Vaccination: દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના વધતા કેસ વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ને પત્ર લખી દેશભરમાં તે તમામ લોકોને રસીકરણમાં સામેલ કરવાનું સૂચન કર્યું છે જેની ઉંમર 18 વર્ષથી વધુ છે.
 

Apr 6, 2021, 04:14 PM IST

Vi ના આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા, કોલિંગની સુવિધા, સાથે ફ્રીમાં જોઈ શકશો IPL મેચ

વોડાફોન-આઇડિયા પોતાના કેટલાક પ્રીપેડ પ્લાન્સમાં દરરોજ 3જીબી ડેટાની સાથે 48 જીબી સુધી એક્સ્ટ્રા ડેટા ઓફર કરી કરી છે. આ સાથે પ્લાનમાં ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 

Apr 6, 2021, 03:53 PM IST

IPL 2021 પર ખતરો? વાનખેડે સ્ટેડિયમમાં વધુ ત્રણ કોરોના કેસ નોંધાયા

Wandkhede Stadium Covid Positive: વાનખેડે સ્ટેડિયમમાં વધુ ત્રણ કોરોના કેસ મળ્યા છે. તેમાં બે મેદાનકર્મી અને પ્લંબર છે. મુંબઈમાં પ્રથમ મેચ 10 એપ્રિલે રમાવાની છે. 

Apr 6, 2021, 03:25 PM IST

Reliance Jio નો 555 રૂપિયાવાળો શાનદાર પ્લાન, તમને મળશે આ ખાસ સુવિધા

Reliance Jio ના 555 રૂપિયાવાળા પ્લાનમાં જીયો ટીવી, જીયોસિનેમા, જીયો ન્યૂઝ અને જીયો સિક્યોરિટી જેવી એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 

Apr 5, 2021, 11:38 PM IST