દુનિયાના 8 ભૂતિયા બીચ વિશે જાણો, ફરવા જાઓ તો ધ્યાન રાખજો, ગુજરાતનો આ બીચ પણ યાદીમાં, Photos

દુનિયા જેટલી મોટી છે એટલી જ રહસ્યોથી ભરેલી છે. આધુનિક વિજ્ઞાનના જમાનામાં ભલે આપણે ભૂત કે પ્રેતમાં માનતા ન હોઈએ પરંતુ અનેક રહસ્યો એવા છે જે આજે પણ વણઉકેલાયેલા છે. આવા જ કેટલાક સ્થળો પણ મનુષ્ય જાતિ માટે રહસ્યો બની રહ્યા છે. ફરવાના શોખીનોને દરિયા કિનારે મજા માણવી ખુબ ગમતી હોય છે. એટલે લોકો દેશ દુનિયાના ભાત ભાતના સુંદર બીચો પર ફરવા માટે જતા હોય છે જ્યાં ઘૂઘવતો દરિયો મોજ પાડી દે છે. પરંતુ કેટલાક બીચ એવા પણ છે જે હોન્ટેડ ગણાય છે. જેમાં આપણા ગુજરાતનો પણ એક સુંદર બીચ સામેલ છે. ખાસ જાણો આ બીચો વિશે...

સ્કેલેટન બીચ, નામીબિયા

1/9
image

નામીબિયામાં સ્કેલેટન બીચ કરીને એક બીચ છે જ્યાં વહેલ માછલીઓના કંકાલ અવશેષો તરીને આવતા હોય છે. સ્થાનિક લોકોનું માનવું છે કે ફસાયેલા નાવિકો અને જહાજ દુર્ઘટનાના પીડિતોના ભૂત પણ અહીં છે. 

ચાંગી બીચ, સિંગાપુર

2/9
image

આ શાંત સમુદ્ર કાંઠો જો કે એક કાળો ઈતિહાસ ધરાવે છે જ્યાં દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાનીઓએ ચીની નાગરિકોને મારી નાખ્યા હતા. અહીં આવનારાઓમાંથી અનેકનું કહેવું છે કે ચીસો અને ભૂતિયા આકૃતિઓ જોવા મળી છે. 

બેકર બીચ, સાન ફ્રાન્સિસકો

3/9
image

આ સમુદ્ર તટ પોતાની ડરામણી પ્રતિષ્ઠા માટે બદનામ છે. અહીં લોકોને સૂર્યાસ્ત બાદ જવાથી બચવાની કડક શબ્દોમાં સલાહ અપાય છે. એવી પણ અફવા છે કે આ એક ભૂતિયા મહિલાનું મનપસંદ ઠેકાણુ છે જે કિનારા પર ગીતો ગાય છે. 

હિગ્બી બીચ, કેપ મે

4/9
image

કેપ મે ન્યૂજર્સીમાં પણ આ બીચ વિશે એવી અફવા છે કે અહીં તેના પૂર્વ માલિક થોમસ હિગ્બીનું ભૂત છે. આ સાથે જ એક આકૃતિ પણ ત્યાં દેખાતી હોવાની માન્યતા છે. 

કોક્વીના બીચ, ફ્લોરિડા

5/9
image

કોક્વીના બીચ પોતાના શાંત અને સુંદર રમણીય વાતાવરણની સાથે સાથે ડરામણી કહાનીઓ પણ ધરાવે છે. સ્થાનિક લોકો અને ભૂતિયા અને રહસ્યમય ઘટનાઓ વિશે કહાનીઓ રજૂ કરતા હોય છે. જે આ બીચ વિશે રહસ્ય ઊભું કરે છે. 

કૌપોઆ બીચ, હવાઈ

6/9
image

હવાઈમાં કૌપોઆ બીચ ઉષ્યકટિબંધીય સુંદરતાને ભૂતિયા કહાનીઓ સાથે જોડે છે. જે એક સુંદર આકર્ષણ તો છે પરંતુ ડરનું વાતાવરણ પણ ઊભું કરે છે. 

ડુમસ બીચ, ગુજરાત

7/9
image

સુરતના ડુમસ બીચ વિશે સ્થાનિકો એવો દાવો કરે છે કે અહીં અનેક પેરાનોર્મલ ઘટનાઓ ઘટતી રહે છે. સોશિયલ મીડિયા ઉપર પણ આ બીચ ચર્ચામાં રહેતો હોય છે. આ ભૂતિયા બીચને લઈને લોકોમાં અનેક પ્રકારની માન્યતા છે, કેટલાય કિસ્સાઓ પ્રચલિત છે. સ્થાનિક લોકોના અનુસાર, કહેવાય છે કે વર્ષો પહેલા આ બીચનો ઉપયોગ સ્મશાન તરીકે કરાતો હતો. જેથી આજે પણ અહી પ્રેત આત્માઓ ભટકતી રહે છે. આ કારણે રાત્રે અહી બીચનો રંગ કાળા રંગનો થઈ જાય છે. રાતના સમયે અહી કૂતરાઓનો સ્વભાવ બદલાઈ જાય છે. તેઓ પણ અજીબોગરીબ અવાજ કાઢવા લાગે છે. 

મોસ બીચ, કેલિફોર્નિયા

8/9
image

કિલિફોર્નિયાનો મોર્સ બીચ બ્લૂ લેડી ભૂતનું ઘર હોવાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે મહિલા જ્યારે તેના લવર સાથે બીચ પર ફરતી હતી ત્યારે તેને ચાકૂ મારી દેવાયું. તેનો પતિ ગાયબ થઈ ગયો અને હવે એવું કહેવાય છે કે મહિલાનો આત્મા તેના ખાવાયેલા પ્રેમની શોધમાં ભટકી રહી છે. 

9/9
image