close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

america

લાખો અમેરિકન નાગરિકોના હેલ્થ ડાટા અંગે એસેન્શન સાથે ગૂગલનો કરાર, હવે ઉઠ્યા સવાલ

હકીકતમાં ગૂગલ અને એસેન્શને ભેગામળીને આરોગ્ય સેવાઓમાં સુધારણા માટે એક પ્રોજેક્ટ નાઈટેન્ગલની શરૂઆત કરી છે. બંનેએ છેલ્લા એક વર્ષમાં લાખો દર્દીઓના આરોગ્યના ડાટાનું વિશ્લેષણ કર્યું છે. 
 

Nov 12, 2019, 11:46 PM IST

ISISની બદલો લેવાની ધમકી, અમેરિકા બગદાદીને મારવાનો અંજામ ભોગવશે

દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠન ISISએ ખલીફા બગદાદીના ખાત્માને એક અઠવાડિયું વીતી ગયા બાદ હવે પોતાના નવા ખલીફાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ISISએ અમેરિકાને બદલો લેવાની ધમકી આપી દીધી છે. અગાઉ એવું લાગતું હતું કે બગદાદીના ખાત્મા સાથે જ ISISનો પણ અંત થઈ ગયો. સમગ્ર દુનિયામાં એવી ચર્ચાઓ વધી ગઈ હતી પરંતુ હવે દુનિયાનું આ સૌથી ક્રુર અને મોટું આતંકી સંગઠન એકવાર ફરીથી સામે આવ્યું અને તેણે અબુ બકર અલ બગદાદીના માર્યા ગયા હોવાની પુષ્ટિ પણ કરી. મેસેજિંગ સર્વિસ ટેલિગ્રામ દ્વારા જાહેરાત કરી કે અબુ ઈબ્રાહિમ અલ હાશમી હવે ISISના નવા ખલીફા હશે. 

Nov 3, 2019, 07:03 AM IST

છે હિંમત? આ છે દુનિયાનું સૌથી ડરામણું ઘર, 10 કલાક રોકાવવાના 14 લાખ રૂપિયા મળે છે

અનેકવાર એવું બનતું હોય છે કે લોકો બંદૂકની ગોળીથી નથી ડરતા પણ ભૂતના નામ પર તેમની બત્તી ગુલ થઈ જાય છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે ભૂત કે કોઈ ડરામણી વસ્તુઓથી તેમને રોમાંચ ફિલ થાય છે. આવો રોમાંચ ફિલ કરતા લોકો માટે જ આ સમાચાર છે. વાત જાણે એમ છે કે એક ભૂતિયા ઘરમાં 10 કલાક વિતાવવા માટે વ્યક્તિને 14 લાખનું ઈનામ મળી શકે છે. 

Nov 1, 2019, 07:26 AM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટઃ બગદાદીનું સ્થાન લેનારો આતંકી પણ ઠાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી હતી કે, ઈસ્લામિક સ્ટેટનો આતંકવાદી અબુ બકર અલ બગદાદી સીરિયામાં અમેરિકન ઓપરેશનમાં માર્યો ગયો છે. બીબીસીના રિપોર્ટ અનુસાર ટ્રમ્પે કહ્યું હતું કે, સ્પેશિયલ ફોર્સની એક રેડ દરમિયાન બગદાદીએ પોતાનો સ્યુસાઈડ વેસ્ટ પહેરીને ઉડાવી દીધો હતો. 
 

Oct 29, 2019, 08:49 PM IST

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને 'પવિત્ર પર્વત' પર દોડાવ્યો સફેદ ઘોડો

લેખમાં લખ્યું છે કે, કિમ જોંગ-ઉને પ્રથમ બરફ વર્ષાની સાથે જ સફેદ ઘોડા પર સવારી કરીને માઉન્ટ પેન્ક્ટુની ચઢાઈ કરી છે. આ લેખમાં કોરિયાના ઈતિહાસની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓનો પણ ઉલ્લેખ કરાયો છે. સાથે જ કિમ જોંગ ઉને દેશને સૌથી શક્તિશાળી બનાવવાનો પોતાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો હતો. 

Oct 17, 2019, 06:36 PM IST

વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા, ન્યૂયોર્કમાં 19 વર્ષના જય પટેલનો મૃતદેહ મળ્યો

અમેરિકા (America) ના ન્યુયોર્ક (New York)માં 19 વર્ષીય ગુજરાતી યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેનો મૃતદેહ ન્યૂયોર્કમાં બે એપાર્ટમેન્ટની વચ્ચે પડેલો મળ્યો હતો. ત્યારે વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતની યુવક (NRG)ની હત્યાનો બનાવ બન્યો છે. ઉલ્લેખનીય છે કે, વિદેશોમાં વસતા ગુજરાતીઓની હત્યાનો આંક દર વર્ષે વધી રહ્યો છે. વિદેશમાં વસતા ભારતીયોમાં સૌથી વધુ ટાર્ગેટ ગુજરાતી સમાજના લોકો બનતા હોય છે. 

Oct 10, 2019, 02:02 PM IST

કાશ્મીર મામલે ચંચૂપાત કરતુ ચીન ઉઈગર મુસ્લિમો મુદ્દે જબરદસ્ત ભીંસમા, હવે લાગ્યો નવો આરોપ

ચીન એકબાજુ  એવી દલીલો કરી રહ્યું છે કે તેના દેશમાં ઉઈગર મુસ્લિમો વિરુદ્ધ માનવાધિકાર ભંગની કોઈ ઘટનાઓ ઘટી રહી નથી જ્યારે હકીકત એ છે કે ચીન ઉઈગરોના ઈતિહાસ, તેમની ઓળખ મીટાવવા પર ઉતરી આવ્યું છે.

Oct 10, 2019, 11:20 AM IST

ઉઈગર મુસ્લિમો પર અત્યાર મુદ્દે US આકરા પાણીએ, ચીનની 28 સંસ્થાઓને કરી બ્લેક લિસ્ટ

અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે ચીનના અશાંત વિસ્તાર શિનજિયાંગમાં ઉઈગર મુસલમાનો અને અન્ય લઘુમતીઓને નિશાન બનાવવા તથા તેમની સાથે દુર્વ્યવ્હાર કરવા બદલ ચીનની 28 સંસ્થાઓને સોમવારે બ્લેક લિસ્ટમાં નાખી.

Oct 8, 2019, 02:18 PM IST

અહો આશ્ચર્યમ! અમેરિકામાં બેરોજગારીનો દર 50 વર્ષના તળિયે 3.5% પર પહોંચ્યો!!!

કામદાર વિભાગના આંકડા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં ઉત્પાદન ક્ષેત્રમાં લોકોને નોકરી ગુમાવવી પડી છે. થોડા દિવસ પહેલા આવેલા દેશની આર્થિક સ્થિતિના આંકડા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં ઉત્પાદન ક્ષેત્રમાં 10 વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ સેવા ક્ષેત્રમાં રોજગારીમાં વર્ષ 2016 પછી સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. 

Oct 4, 2019, 08:22 PM IST

રશિયા સાથે 'S-400' ડીલ કરવા ભારત મક્કમ, USને કહ્યું-અમારે શું ખરીદવું અને શું નહીં તે બીજા ન જણાવે

વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar)એ સોમવારે અમેરિકા તરફથી પ્રતિબંધના જોખમને ઉપરવટ જઈને રશિયાથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના ભારતના અધિકારનો બચાવ કર્યો છે.

Oct 1, 2019, 03:28 PM IST

બનાવટી વિઝાની મદદથી સંખ્યાબંધ લોકોને અમેરિકા મોકલતા એજન્ટની મુંબઇથી ધરપકડ

બનાવટી વિઝા(Fake Visa)ના આધારે સંખ્યાબંધ લોકોને અમેરિકા(America) મોકલી આપતા એક એજન્ટને સીઆઇડી ક્રાઇમ(CID Crime) મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપી નૌશાદ મુસા સુલતાન છેલ્લા ઘણા સમયથી પાસપોર્ટ(Passport)ના પેજ બદલી બનાવટી વિઝાના આધારે ખોટા સિક્કાઓ લગાવી આપી કરોડો રૂપિયાની કમાણી કરતો હતો.

Sep 29, 2019, 08:01 PM IST

મન કી બાત: દીવાળી પર દીકરીઓના સન્માનમાં #BharatKiLaxmi કેમ્પેઈન ચલાવો- પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના બીજા કાર્યકાળમાં ચોથીવાર માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું.

Sep 29, 2019, 11:05 AM IST

7 દિવસના અમેરિકા પ્રવાસ બાદ સ્વદેશ પાછા ફર્યા PM મોદી, આજે કરશે 'મન કી બાત'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં આજે ચોથીવાર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધશે. ગત વખતે તેમણે મન કી બાતમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લગાવવાનો સંકલ્પ લેવાની વાત કરી હતી.

Sep 29, 2019, 06:40 AM IST

અમેરિકાથી PAK પાછા ફરતી વખતે અધવચ્ચે ઈમરાનના પ્લેનમાં આવી ટેક્નિકલ ખામી, જાણો પછી શું થયું

ન્યૂ યોર્ક (New York)માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 74માં સત્રમાં ભાગ લીધા બાદ શુક્રવારે પાકિસ્તાન (Pakistan) પાછા ફરતી વખતે ઈમરાન ખાન જેવા પોતાના પ્લેનથી રવાના થયા કે અચાનક તેમના પ્લેનમાં ટેક્નિકલ ખામી આવી ગઈ.

Sep 28, 2019, 01:06 PM IST

પાક. આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે પછી સંબંધ સુધરશે: અમેરિકાએ રોકડુ પરખાવ્યું

અમેરિકાએ પણ પાકિસ્તાનની આતંકવાદને પોષવા મુદ્દે ઝાટકણી કાઢી હતી, હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું

Sep 27, 2019, 06:56 PM IST

અમે જેહાદી તૈયાર કર્યા, તે આતંકી બન્યા, પાકિસ્તાનમાં 50 આતંકી ગ્રુપ હાજર: ઇમરાન ખાન

ઇમરાન ખાને (Imran khan) ફરીથી આતંકવાદને લઇને સૌથી મોટો કબૂલાત કરી છે. એક વિદેશી ચેનલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાનમાં આતંકીઓને ટ્રેનિંગની વાત સ્વીકારી હતી

Sep 27, 2019, 12:57 PM IST

ગુજરાતમાં પ્રથમવાર શરૂ થઇ સ્કિન બેંક, હવે આપી શકાશે ચામાડીનું દાન

ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં દેહદાન, ચક્ષુદાન બાદ હવે ચામડીનું દાન લેવામાં અને આપવામા આવશે. રાજ્યમાં પ્રથમ સ્કિન બેંકનો રાજકોટમાં આજથી પ્રારંભ થવા પામ્યો છે. રોટેઈ કલબ દ્વારા 50 લાખની કિંમતના અલગ અલગ મશીનરી વસાવી રાજકોટ સિવિલ હોસ્પિટલને અર્પણ કરી આ બેંક શરૂ કરવામાં આવી છે. જેમાં રેફ્રિજરેટર,ડરમેટોકોન,ક્યુબકેર,રેઝર સહિતના સાધનોનો સમાવેશ થાય છે. 

Sep 26, 2019, 08:53 PM IST
PM Modi Receives One More International Award PT8M28S

પીએમ મોદીને મળ્યો વધુ એક આંતરરાષ્ટ્રીય એવોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને અમેરિકા (America)ના ન્યૂયૉર્ક (New York)માં મંગળવારે સ્વચ્છ ભારત અભિયાન (Swachh Bharat Abhiyan) માટે ગ્લૉબલ ગોલકીપર ઍવોર્ડ (Global Goalkeeper Award)થી સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કાર તેમને બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (Bill and Melinda Gates Foundation) તરફથી આપવામાં આવ્યું છે. આ પુરસ્કાર તેમને બિલ ગેટ્સ (Bill Gates)ના હસ્તે પ્રદાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ સ્વચ્છતાના મહત્વ વિશે ચર્ચા કરી.

Sep 25, 2019, 11:55 AM IST

ઈમરાનની કબુલાતઃ પાકિસ્તાની સેના અને ISIએ આપી અલકાયદાના આતંકીઓને ટ્રેનિંગ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતે જે પ્રકારે મુશ્કેલીમાં ફસાયેલા છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે અત્યંત હળવા અંદાજમાં કહ્યું કે, મારી જેટલી મુશ્કેલીઓ જો કોઈ અન્ય વ્યક્તને હોય તો તેને હાર્ટ એટેક આવી જાય. તેમની વાતોથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે, તેઓ પોતે જે કામ કરવા માતા હોય છે તે ઘણી વખત કરી શક્તા નથી. 

Sep 24, 2019, 09:09 PM IST

USમાં પીએમ મોદીની ધૂમ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનનો કોઈ ભાવ પણ પુછતું નથી

વોશિંગટનઃ અમેરિકામાં અત્યારે ભારત(India) અને પાકિસ્તાન(Pakistan) બંને દેશના વડાપ્રધાન પહોંચેલા છે. એક તરફ અમેરિકામાં(America) મોદી(Modi)ની ધૂમ છે તો બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો(Imran Khan) કોઈ ભાવ પણ પુછી નથી રહ્યું. ઈમરાન ખાનનું ન્યૂયોર્કમાં(New York) અત્યંત ફીકૂં સ્વાગત કરાયું હતું.

Sep 23, 2019, 07:34 PM IST