દુનિયાની સૌથી અનોખી હોટલ, એક દેશમાં બાર તો બીજા દેશમાં બન્ચું છે બાથરૂમ

નવી દિલ્હીઃ દુનિયામાં અનેક અજબ-ગજબ હોટલ હાજર છે જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. તમે કોઈ હોટલમાં જાવ અને ત્યાં તમને પૂછવામાં આવે કે તમે ક્યા દેશના રૂમમાં રહેવા ઈચ્છો છો તો તમારો જવાબ શું હશે. જો કોઈ હોટલનો બેડરૂમ એક દેશમાં અને બાથરૂમ બીજા રૂમમાં હોય તો? આ ચોંકાવનારૂ છે પરંતુ સત્ય છે. ચાલો તમને આવી એક હોટલ વિશે માહિતી આપીએ. 

બે દેશોમાં ફેલાયેલી છે અનોખી હોટલ

1/5
image

ફ્રાન્સ અને સ્વિત્ઝર્લેન્ડ સરહદ પર એક એવી હોટલ બની છે જ્યાં પડખુ ફરવાની સાથે તમે બીજા દેશમાં પહોંચી શકો છો. તેનું નામ છે અરબેઝ ફ્રેંકો સુઇસ (Arbez Franco Suisse). પોતાની અનોખી ખાસિયતને કારણે તે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને પર્યટકો હોટલમાં મોજ-મસ્તી માટે આવે છે. સાથે એક મુલાકાતમાં બે દેશનો અનુભવ મેળવે છે.

ફ્રાન્સ અને સ્વિત્ઝર્લેન્ડની સરહદ પર સ્થિત છે હોટલ

2/5
image

અરબેઝ હોટલ ફ્રાન્સ-સ્વિત્ઝર્લેન્ડ બોર્ડર પર આવેલા લા ક્યોર ગામમાં આવે છે. આ હોટલ બોર્ડર લાઇન પર બનેલી છે અને તેનો એક તૃતિયાંશ ભાગ સ્વિત્ઝર્લેન્ડમાં અને બે તૃતિયાંશ ભાગ ફ્રાન્સમાં છે. લોકો તેને સ્વિસ અને ફ્રાંસીસી હોટલ, બંને નામથી બોલાવે છે.   

પડખુ ફરો તે બદલી જાય છે દેશ

3/5
image

જિનેવાથી થોડે દૂર બનેલી આ હોટલ બે દેશમાં ફેલાયેલી છે. આ હોટલનું બાર સ્વિત્ઝર્લેન્ડમાં પડે છે તો બાથરૂમ ફ્રાન્સમાં આવે છે. આ હોટલમાં બધા રૂમ બે ભાગમાં વેચાયેલા છે. સુવા સમયે પડખુ ફરવાની સાથે તમે બીજા દેશની સરહદમાં દાખલ થઈ જાવ છો. 

બંને દેશના કલ્ચરની ઝલક

4/5
image

અંદરની સજાવટ પણ બંને દેશોના કલ્ચર પ્રમાણે કરવામાં આવી છે. રૂમમાં બેડ તે પ્રકારે લગાવવામાં આવ્યા છે કે અડધા ફ્રાન્સમાં આવે તો અડધા સ્વિત્ઝર્લેન્ડમાં. ત્યાં સુધી કે રૂમના ઓશિકા પણ બંને દેશોના હિબાસે લગાવેલા છે. 

ક્યા દેશમાં રહો છો તમે?

5/5
image

આશરે 150 વર્ષ જૂની આ અનોખી હોટલ ટૂ સ્ટાર કેટેગરીમાં આવે છે. તેની ખાસિયત અને ઓળખને કારણે હજારો પ્રવાસીઓ અહીં ફરવા આવે છે અને ત્યારે તેને પૂછવામાં આવે છે કે તમે ક્યા દેશના કલ્ચરમાં રહેવા ઈચ્છશો. પછી ગ્રાહકોની માંગ અનુસાર તેને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.