100 વર્ષ જીવતી રહે છે ડાયનાસોરના જમાનાવાળી આ માછલી, માણસો જેટલું કદ, 50 વર્ષમાં આપે છે બાળકો

આ માછલી પેટાળથી 2300 ફૂટ નીચે રહે છે. તાજેતરમાં જ સમુદ્રના અંદર શાર્કનો શિકાર કરનાર શિકારીઓએ હિંદ મહાસાગરમાં વસેલા મેડાગાસ્કરના તટ પર ડાયનાસોરના કાળની આ વિલુપ્ત થઇ ગયેલી માછલીને જીવતી પકડી હતી. 

જીવંત અવશેષો કહેવાની માછલી મળી

1/5
image

વૈજ્ઞાનિકોએ એવી માછલી શોધી છે, જે વર્ષ 1928 માં અંતિમવાર જોવા મળી હતી. આ માછલી ડાયનાસોર યુગથી પૃથ્વી પર ફક્ત પોતાની હાજરી છે. પરંતુ તેની ખાસિયતો હેરાન કરી દેનાર છે. આ માછલી 100 વર્ષ જીવતી રહે છે. અને બાળકો આપનાર તેની પ્રેગ્નેંસીનો ટાઇમ પાંચ વર્ષનો છે. 

બે જ પ્રજાતિઓ ઉપલબ્ધ

2/5
image

એક તાજા રિસર્ચમાં આ એકદમ સુંદર માછલી વિશે ખુલાસો થયો છે. તેને વિલુપ્ત ગણવામાં આવી હતી. જોકે પછી તેને દક્ષિણ આફ્રીકાના સમુદ્રી તટ પર જોવા મળી. તેનું નામ પણ સી લા કાંથ (Coelacanth) છે. જોકે હવે તેની વધુ એક પ્રજાતિને ઇંડોનેશિયા પાસેથી શોધી કાઢી છે. 

ગર્ભાવસ્થાકાળ 5 વર્ષનો

3/5
image

આ અદભૂત માછલી વિશે જાણવા મળ્યું છે કે આ માણસના આકારની હોય શકે છે. આ ખૂબ ધીમી ગતિથી વધે છે અને 100 વર્ષ સુધી જીવતી રહી શકે છે. લગભગ 50 વર્ષની થઇ જતાં આ માછલી સેક્સુઅલી તૈયાર થઇ જાય છે અને આ ગર્ભવતી થતાં લગભગ 5 વર્ષ પછી બાળક આપે છે. તેના નર માછલીને પરિપક્વ થવામાં 40 થી 69 વર્ષનો સમય લાગે છે. તેને ફ્રાંસીસી વૈજ્ઞાનિકોને શોધી છે. 

મેડાગાસ્કરની પાસે મળી ખાસ માછલી

4/5
image

ધ ગાર્ડિયનના સમાચાર અનુસાર આ માછલી પેટાળથી 2300 ફૂટ નીચે રહે છે. તાજેતરમાં જ સમુદ્રની અંદર શાર્કનો શિકાર કરનાર શિકારીઓએ હિંદ મહાસાગરમાં વસેલા મેડાગાસ્કરના તટ પર ડાયનાસોરના કાળની આ વિલુપ્ત થઇ ગઇ માછલીને જીવતી પકડી હતી.

શાર્કના શિકારથી તેને પણ થયું નુકસાન

5/5
image

દક્ષિણ આફ્રિકાના જર્નલ ઓફ સાયન્સના એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે શાર્કના શિકારના લીધે સી લા કાંથ માછલીઓના અસ્તિત્વ પર ખતરો મંડરાવવા લાગ્યો છે. શાર્ક માછલીઓનો શિકાર વર્ષ 1980ના દાયકાથી તેજ થઇ ગઇ છે. સી લા કાંથ માછલીઓને શાર્કના શિકારના દરમિયાન પણ ખૂબ નુકસાન પહોંચ્યું છે.