એક એવું ગામ જે કુવામાં વસેલું છે..આ રીતે પહોંચી શકાશે અહીં, જાણો કેવી રીતે રહે છે લોકો

આ વિશાલકાય કુવામાં વસેલા ગામમાં એક પોસ્ટ ઓફિસ, ચર્ચ અને નાનું બજાર પણ છે. ધરાની સપાટીથી નીચે વસેલા ગામમાં જ્યારે તમે પહોચો છો, તો તમને એવું લાગશે કે તમે કોઈ અલગ ગ્રહ પર આવી ગયા છો.

એક એવું ગામ જે જમીન પર નથી અને નરકની અંદર વસેલું છે, આ ગામમાં ઘણા બધા ઘર છે અને તેમાં દરેક પ્રકારની સુવિધા પણ ઉુપલબ્ધ છે. આ અદભૂત ગામ જમીનની ધરાથી લગભગ 400 ફૂટ નીચે વસેલું છે. હેરાની વાત છે કે, આ ગામના લોકો જમીનની નીચે સેંકડો ફૂટ નીચે હોવા છતા લોકો સામાન્ય જીવન જીવતા હતા.

આ ગામમાં રહેતાં લોકો માટે કહેવામાં આવે છે કે, અહીં વસતા લોકો પર કોઈ દેવીય શક્તિની કુપા છે, જેના કારણે જમીનની નીચે પણ આ લોકો સામાન્ય રીતે જીવી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામના લોકો એટલા સાહસિક છે, કે તેઓ 300 ફૂટ નીચે હોવા છતા પોતાની દુનિયા આબાદ કરી રાખી છે. આ વિશાલકાય કુવામાં વસેલા ગામમાં એક પોસ્ટ ઓફિસ, ચર્ચ અને નાનું બજાર પણ છે. ધરાની સપાટીથી નીચે વસેલા ગામમાં જ્યારે તમે પહોચો છો, તો તમને એવું લાગશે કે તમે કોઈ અલગ ગ્રહ પર આવી ગયા છો. આપને જણાવી દઈએ કે આ ગામ અમેરિકાના ગ્રાન્ડ કેન્યિનમાં સ્થિત છે. જેનું નામ 'સુપાઈ' છે, આ ગામમાં લગભગ 250 લોકો રહે છે.

ટોપલીઓ અમેરિકામાં પ્રસિદ્ધ

1/3
image

આ ગામમાં બનેલી ટોપલીઓ અમેરિકામાં પ્રસિદ્ધ છે. જમીનની નીચે વસુલું આ ગામ દેશ-વિદેશથી આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. જે કોઈ પણ ગ્રાન્ડ કેનિયનમાં જોવા આવે છે, તે સુપાઈ ગામ જોયા વગર પરત નથી થતું. આ ગામનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા લાયક છે, સુપાઈ ગામ પોતાની અદભૂત વિચિત્રતાના કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. 

નરકમાં વસેલી છે પુરી દુનિયા!

2/3
image

આ ગામમાં બાળકોના ભણવા માટે સ્કૂલ, પોસ્ટ ઓફિસ, ચર્ચ અને દૈનિક ઉપયોગ માટે વસ્તુઓની દુકાન છે. આવું જમીનની નીચે દુનિયામાં પહેલું બજાર ભરાયેલું જોયું હશે તમે. આ ગામના લોકોએ પોતાના જીવન જરૂરિયાતની વસ્તુંઓ ખૂબજ મુશ્કેલથી નીચે એકત્ર કર્યું છે. અહીં રહેનારા લોકો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, સાથે જ ટોપલી બનાવવાનો પણ તેમનો વ્યવસાય છે.

નરકમાં કોણે વસાવ્યું સુપાઈ ગામ?

3/3
image

આ વિસ્તારમાં રહેતા હજારો વર્ષ જુની જનજાતીએ સુપાઈ ગામને વસાવ્યું હતું. આ ગામમાં અમેરિકાના મૂળ રેડ ઈન્ડિયન્સ રહે છે. અમેરિકાની આ જાતી પ્રારંભીક સમયથી જ સાહસી રહી છે. અહીંના લોકો વાતચીત માટે હવાસુપાઈ ભાષાનો ઉપયોગ કરે છે. આ ગામમાં પહોંચવા માટે તમારે 300 ફૂટથી વધુ નીચે ઉતરવું પડશે, જ્યાં પહોંચવાનું રસ્તો ખૂબ જ મુશ્કેલ છે. આ ગામમાં પહોંચવાના બે રસ્તા છે. એક પગપાળા જે રસ્તો ખૂબ જ લાંબો છે. અને બીજો રસ્તો ખચ્ચર પર જવાનો.