દશેરાએ માથે માટલી મૂકીને ગરબે ઘૂમ્યા પુરુષો, ડેરોલવાસીઓએ જાળવી પરંપરા

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલના ડેરોલમાં વિશ્વ પ્રસિદ્ધ માટલી ગરબા કરાયા હતા. ડેરોલના માટલી ગરબા વિશ્વ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે, દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓની માનતા પૂર્ણ થાય છે. અહીં પુરુષો માથે ગરબા લઈને ગરબા રમે છે. 11 થી 201 જેટલી માનતા હોય એ પ્રમાણેની ગણતરીના ગરબા માતાજીને ચઢાવાય છે. આસપાસના ગામો સહિત રાજ્ય અને દેશ બહારથી પણ લોકો આ ગરબા જોવા અને રમવા આવે છે. 
 

1/5
image

સમગ્ર રાજ્યમાં નવ દિવસ બાદ શક્તિ આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રિ પૂર્ણ થતા જ મોટાભાગે સમગ્ર રાજ્યમાં ગરબાના ઢોલ વાગવાના બંધ થઇ જતા હોય છે. ત્યારે પંચમહાલના કાલોલ તાલુકાના ડેરોલ ગામના પારંપરિક માટલી ગરબા દશેરાના દિવસે યોજાય છે. ડેરોલના માટલી ગરબા એટલા પ્રખ્યાત છે કે દૂર દૂરથી લોકો આ માટલી ગરબાને જોવા અને મજા માણવા આવતા હોય છે.

2/5
image

પંચમહાલના ડેરોલ ગામના માટલી ગરબા વર્ષો થી પારંપરિક રીતે યોજાય છે. આ ગરબાની વિશેષતા એ છે કે તે દશેરાની રાત્રિએ યોજવામાં આવે છે. ગામમાં આવેલ દુર્ગા માતાજીના મંદિરે માનતા માની પોતાની માનતા પૂરી થતા શ્રદ્ધાળુઓ 11 થી લઈ 101 જેટલા ગરબા માતાજીના સ્થાનકે ચડાવતા હોય છે.  

3/5
image

આ ગરબાની વિશેષતા એ પણ છે કે સ્થાનકે ગરબો મુકતા પહેલા માનતા રાખનાર પોતે સ્વજનો સાથે માથે માટલી ગરબો મૂકી ગરબે ઘૂમે છે. જ્યાં મહિલાઓ અને પુરુષો પરંપરા મુજબ માથે માટલી માથે મુકીને ગરબે ઘુમે છે, અહીં ગરબાની સાથે સાથે આદ્યશક્તિ માં અંબામાં રહેલી ભક્તોની આસ્થાના દર્શન થાય છે. શણગારેલી માટલી માથે મૂકી સ્ત્રીઓ ગરબે ઘૂમી મા અંબાની આરાધના કરે છે. ત્યારે તેઓને ગૌરવ તો એ છે કે તેઓએ આજે પણ ભારતીય સંસ્કૃતિ પરંપરાને જાળવી રાખી છે. અહીં આજુબાજુના ઘણા ગામોમાંથી માઈ ભક્તો નવરાત્રી દરમિયાન પોતાના ઘરે મુકેલ માતાજીનો ગરબો લઈને આવે છે અને દશેરાના દિવસે માથે મૂકી ગરબે ઘૂમે છે. જે માઈ ભક્ત પોતે માનેની માનતા પૂરી થાય તે પણ માથે ગરબો (માટલી) મૂકી ગરબે ઘૂમે છે.  

4/5
image

ડેરોલ ગામના પ્રખ્યાત દશેરાના માટલી ગરબામાં દર વખતે અલગ અલગ થીમ અને ફૂલોથી શણગારવામાં આવે છે. આ વખતે પણ સમગ્ર વર્ષ દરમ્યાન સૌથી વધુ ચર્ચામાં રહેલા વંદે ભારત મિશન થીમ સાથેની ફૂલોથી રંગોળી પૂરવા માં આવી હતી. અતિ સુંદર લાગતી આ રંગોળી એ ગરબે ઘૂમવા આવનાર તમામ ભક્તોને આકર્ષિત કરે છે.   

5/5
image