panchmahal

પંચમહાલ : રેતી ખનન કરનારા પર દરોડા, ટીમને જોઈને ભાગી ગયા, 80 લાખનો માલ પકડાયો

પંચમહાલ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ મોટી કાર્યવાહી કરીને કાલોલ તાલુકાની ઘૂસરની ગોમા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન પકડી પાડ્યુ છે. દરોડા પાડીને ગેરકાયદેસર રેતી ખનન કરતા 16 ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે. વહેલી સવારે અચાનક ટીમો ત્રાટકતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. અંદાજીત 80 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

Aug 4, 2021, 12:31 PM IST

પછાતપણાનું વિશેષણ દુર કરવું હશે તો શિક્ષણ લેવું જ પડશે: ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

અંબાજી (Ambaji) થી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારની કાયાપલટ કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા સાત વર્ષમાં સરકારે ૧૮ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ શરૂ કરી છે.

Jul 31, 2021, 02:28 PM IST

ફેસબુક પર મિત્રતા કેળવી લૂંટતી ગેંગ સક્રિય, પંચમહાલના આધેડ સાથે 5 લાખની છેતરપિંડી

કાલોકના વેજલપુરના આધેડને ફેસબુક પર મિત્ર બનાવી રૂપિયા 5.18 લાખની છેતરપિંડી કરનાર દિલ્હીના આરોપીની પંચમહાલ સાયબર ક્રાઈમ ટીમે માત્ર 15 દિવસમાં જ ધરપકડ કરી છે

Jul 27, 2021, 07:48 PM IST

PANCHMAHALમાં ગૌમાંસ મુદ્દે બે જુથ સામસામે, પોલીસ પર પણ હિચકારો હૂમલો, ભાજપ નેતાએ કહ્યું કોઇને છોડવામાં નહી આવે

પંચમહાલ જિલ્લાની શાંતિ ફરી એકવાર ડહોળાઇ હતી. દુકાન પર થયેલી સામાન્ય માથાકુટ ખુબ જ ઉગ્ર બની હતી. ત્યાર બાદ તે બે જુથ વચ્ચે માથાકુટનો વિષય બન્યો હતો. બે જુથો સામસામે આવી જતા થોડો સમય ધમાચકડી મચી ગઇ હતી. આ બબાલે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે, મામલો થાળે પાડવા માટે આવેલા પોલીસ અધિકારીઓ પણ ઇજાગ્રસ્ત બન્યા હતા. પોલીસે ટિયરગેસના શેલ છોડીને સમગ્ર મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલો શાંત કર્યો હતો. 

Jul 10, 2021, 05:57 PM IST

Social Media ની મદદથી પોલીસ ગુમ બાળકના માતાપિતા સુધી પહોંચી

 • સોશિયલ મીડિયાની મદદથી પંચમહાલની કાકણપુર પોલીસે દિશાચૂક થયેલ મુકબધિર બાળકનો પરિવાર સાથે ભેટો કરાવ્યો
 • પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લેતા કિશોરના ફોટા અને પ્રાથમિક વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ કરી
 • પોતાના મુકબધિર દીકરાને પોલીસની મદદથી હેમખેમ પરત મેળવતા લાલજીભાઈ ભાવવિભોર બન્યા

Jul 9, 2021, 10:38 AM IST

Firing પ્રકરણમાં નવો વળાંક, યુવકે જાતે ફાયરિંગ કરી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

યુવકે જાતે જ પોતાના પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. પતિ પત્ની વચ્ચેના અંત:કલેહના લીધે યુવકે જાતે જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 

Jul 5, 2021, 09:02 AM IST

જુગારકાંડમાં પકડાયેલા MLA કેસરીસિંહે કહ્યું, ‘હું તો મંદિરે દર્શન માટે જતો હતો, હું દારૂ નથી પીતો’

પંચમહાલના હાલોલમાં રિસોર્ટમાંથી ઝડપાયેલ જુગારધામ અને દારૂપાર્ટમાં 25 લોકો સામે ગુનો નોંધાયો છે. માતર બેઠકથી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી (Kesarisinh Solanki) સહિત 26 લોકોની ગઈકાલે પોલીસે અટકાયત કરી હતી. જીમીરા રિસોર્ટમાં ધારાસભ્ય સાથે સાત મહિલાઓ સહિત 26 લોકો જુગાર અને દારૂની મહેફિલ માણતા હોવાનો પર્દાફાશ થયો હતો. 

Jul 2, 2021, 01:01 PM IST

ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો જુગારકાંડ : 26 આરોપીઓ સામે ગુનો નોંધાયો

 • જુગારધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધાયો છે
 • અમદાવાદના હર્ષદ પટેલ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. 

Jul 2, 2021, 10:59 AM IST

ઘોઘંબામાં બાળકોને નિશાન બનાવતો દીપડો પાંજરે પૂરાયો, ચાર દિવસમાં 2 હુમલાના બનાવ

 • વન વિભાગના વોચમેને દીપડાને પડાકાર્યો હતો. તેથી દીપડો કિશોરને છોડી ભાગ્યો હતો
 • દીપડા ગામડાઓના માસુમ બાળકોને નિશાન બનાવે છે 

Jul 1, 2021, 12:48 PM IST

રુંવાડા ઉભી કરી દે તેવી પંચમહાલના ભૂતોની વાત, વાત સીધી પોલીસ સ્ટેશન પહોંચી

 • પંચમહાલના એક યુવકે પોલીસ ફરિયાદ કરી કે, ભૂતોના એક ગ્રૂપે તેનો પીછો કર્યો. બે ભૂતોએ તેને પકડી લીધો હતો, પરંતુ તે માંડ જીવ બચાવીને પોલીસ સ્ટેશન પહોંચ્યો

Jun 30, 2021, 10:17 AM IST

પાવાગઢ પર ઉડન ખટોલા વાદળોમાં ગાયબ થયો... વરસાદ પડ્યા પછીની આ તસવીરો હિમાલયની યાદ અપાવશે 

ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં વરસાદે ધમાકેદાર આગમન કર્યું છે. ત્યારે પંચમહાલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ આ સાથે જ પંચમહાલનો નજારો બદલાઈ ગયો છે. ખાસ કરીને ચારેતરફથી પહાડીઓ અને લીલોતરીથી ઘેરાયેલ યાત્રાધામ પાવાગઢનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે. 

Jun 20, 2021, 12:41 PM IST

કોણે છુપાવ્યું કુકર્મ? ફુલ સમાન નવજાત દીકરીને મોતના હવાલે નદી પાસે નોંધારી મૂકી

પંચમહાલના મોરવાના સંતરોડ નજીક પસાર થતી પાનમ નદીના પુલ નીચેથી ગઈકાલે નવજાત બાળકી મળી આવી હતી. ત્રણ દિવસના માસુમ કલેજાના ટુકડા સમાન દીકરીને કોઈ નિષ્ઠુર માતા મોતના હવાલે છોડી ગયા.

Jun 20, 2021, 10:10 AM IST

હાલોલની સરકારી સ્કૂલનો છબરડો, ધોરણ 10 ની નાપાસ વિદ્યાર્થીનીને પાસ કરી દીધી

પંચમહાલના હાલોલની સરકારી મોડેલ સ્કૂલના જવાબદારોની ઘોર બેદરકારી સામે આવી છે. હાલોલની એક વિદ્યાર્થીની ધોરણ 10 માં ફેઈલ હોવા છતાં તેને ધોરણ 11 માં એડમિશન આપ્યુ હોવાનો ખુલાસો થયો છે. 

Jun 9, 2021, 10:18 AM IST

કોલેજનું પગથિયુ પણ ન ચઢેલો ગિરીશ પટેલ હાલોલમાં આખેઆખું ક્લિનીક ચલાવતો હતો

 • હાલોલના શિવરાજપુરમાંથી ગિરીશ પટેલ નામનો બોગસ તબીબ ઝડપાયો
 • ત્રણ દિવસ અગાઉ પણ કાલોલના એરાલથી પણ બે બોગસ તબીબો ઝડપાયા હતા

Jun 1, 2021, 07:55 AM IST

બે બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા ઝડપાયા, એલોપેથી દવા ઝડપાયો

ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગરના બોગસ તબીબો (Bogus Doctor) હાટડીઓ ખોલી બેસી જાય છે. કયારેય આવા તબીબોના ઉંટવૈધુ સમી સારવાર દર્દીઓ માટે જોખમી સાબિત થતી હોય છે.

May 30, 2021, 06:59 PM IST

બે બંગાળીઓનું કારસ્તાન, ગુજરાતના ગામડામાં બોગસ તબીબ બની કરી રહ્યા હતા સારવાર

 • એસઓજીએ કાલોલના એરાલથી બે બોગસ પરપ્રાંતિય તબીબોની ધરપકડ કરી
 • બંને સામે મેડિકલ પ્રેક્ટિસ એકટની જોગવાઈ મુજબ ફરિયાદ નોંધવામાં આવી

May 30, 2021, 10:32 AM IST

મોટી દુર્ઘટના: પંચમહાલની પાનમ નદીમાં હોડી ડૂબી, માતા-પિતા અને બાળકીની લાશ મળી...

 • મોરવાના ગાજીપૂરથી બોરીયાવી  ગામ વચ્ચે વર્ષોથી હોડીમાં બેસીને લોકો આવન જાવન કરે છે
 • એક જ પરિવારના માતાપિતા અને બાળકીનું ડૂબી જવાથી મોત, નાવિકનું પણ મોત થયું 

May 30, 2021, 08:26 AM IST

એવું ગુચ્ચમવાળું પ્રેમ પ્રકરણ કે પોલીસને સમજતા સમજતા આંખે અંધારા આવ્યા

અપરિપક્વ પ્રેમના કરુણ અંજામનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો. જ્યાં પ્રેમીએ પોતાની પ્રેમિકાના પૂર્વ પ્રેમીની ઠંડા કલેજે હત્યા કરી તો બીજી તરફ પ્રેમિકાએ પણ પોતાના પ્રેમને હત્યાના ગુનામાંથી બચાવવા અજીવ તરકટ રચ્યું. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી સ્ટોરીએ પોલીસને પણ વિચારતાં કરી દીધા. 

May 29, 2021, 09:14 PM IST

ગુજરાતના આ છેવાડા જિલ્લા માટે મેના ત્રીજા સપ્તાહે પણ સારા સમાચાર: કોરોનાનો રિકવરી રેટ વધ્યો, મૃત્યું દર ઘટ્યો

ગત એપ્રિલ માસ દરમિયાન 'કોરોના' (Coronavirus) ની માઠી અસર જોયા બાદ સદનસીબે, મે ના પ્રથમ સપ્તાહ બાદ સતત બીજા અઠવાડિયે, અને હવે ત્રીજા સપ્તાહે પણ રિકવરી રેટ (Recovery Rate) વધવા સાથે મૃત્યુ દર (Death Rate) મા ઘટાડો નોંધાવા પામ્યો છે. 

May 23, 2021, 11:44 AM IST

વિનાશક વાવાઝોડાએ પંચમહાલમાં વતાવ્યો પ્રકોપ, તારાજીને કારણે જગતનો તાત બન્યો પાયમાલ

ગુજરાત પર ત્રાટકેલાં તૌકતે વાવાઝોડાએ રાજ્યના અનેક જિલ્લામાં મોટું નુકસાન કર્યું છે. જેમાં રાજ્યના પંચમહાલ જિલ્લામાં સર્જાયેલી તારાજીને કારણે જગતના તાતના હાલ બેહાલ થઈ ગયા છે.

May 19, 2021, 03:57 PM IST