New Zealand ના પ્રધાનમંત્રી Jacinda Ardern એ પહેલા પુત્રીને આપ્યો જન્મ, હવે બોયફ્રેન્ડ Clarke Gayford સાથે કરશે લગ્ન

ન્યૂઝીલેન્ડ  (New Zealand) ના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ન (Jacinda Ardern) ના વિચાર ટ્રેડિશનલ નથી, પરંતુ એકદમ અલગ અને પ્રોગેસિવ છે. તેનો અંદાજો તમે તેની પર્સનલ લાઇફ સાથે જોડાયેલા એક નિર્ણયથી લગાવી શકો છો. જેસિન્ડા અર્નર્ડે લગ્ન કરવાનો નિર્ધય લીધો છે. તેઓ પોતાના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ ક્લાર્ક ગેફોર્ડ (Clarke Gayford) સાથે લગ્ન કરવાના છે. તસવીરોની સાથે જાણો કે પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને આગળ માટે શું તૈયારી કરી છે. 

કોણ છે પીએમના થનારા પતિ

1/6
image

પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ન પોતાના બોયફ્રેન્ડ ક્લાર્ક ગેફોર્ડ સાથે આવનારી ગરમીઓમાં લગ્ન કરશે. જેસિન્ડા અર્ડર્ડના બોયફ્રેન્ડ ક્લાર્ક ટેલીવિઝન હોસ્ટ છે અને બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જેસિન્ડા અને ક્લાર્કને એક પુત્રી પણ છે, જેને જેસિન્ડાએ 2018માં જન્મ આપ્યો હતો.   

જલદી કરશે લગ્ન

2/6
image

હકીકતમાં રોયટર્સે સ્થાનીક મીડિયાના હવાલાથી એક રિપોર્ટમાં જણાવ્યું કે, ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી  (PM of New Zealand) જેસિન્ડા અર્ડર્ન આ વર્ષના અંત કે આગામી વર્ષે ફેબ્રુઆરી સીધી લગ્ન કરી લેશે. હજુ સુધી લગ્નની તારીખ લોકોની સામે આવી નથી.   

નક્કી કરી લીધી છે તારીખ

3/6
image

એક રેડિયો શોમાં જેસિન્ડાએ કહ્યું કે, લાંબા સમયથી ક્લાર્ક ગેફોર્ડ સાથે લગ્ન તૈયારી ચાલી રહી છે. તેમણે કહ્યું કે, આખરે બન્નેએ લગ્ન માટે મન બનાવી લીધું છે અને એક તારીખ પણ બન્નેએ નક્કી કરી લીધી છે. 

સાધારણ રીતે કરવા ઈચ્છે છે લગ્ન

4/6
image

સાથે જેસિન્ડા અર્ડર્ને જણાવ્યું કે, તે લગ્ન સમારોહને ભવ્ય રાખવા ઈચ્છતા નથી. તેથી લગ્નનું આયોજન મોટા પાયે થશે નહીં. જેસિન્ડાએ બોયફ્રેન્ડ ક્લાર્ક સાથે 2019માં સગાઈ કરી હતી. 

લગ્નની ચર્યાઓ જોરશોરમાં

5/6
image

પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્નનું આ નિવેદન સામે આવ્યા બાદ ન્યૂઝીલેન્ડમાં આ વિશે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું કે, જે કંઈ કહેવામાં આવ્યું છે તેમની પાસે કોઈ સૂચના નથી.

જેસિન્ડા બન્યા સૌથી નાની ઉંમરના પ્રધાનમંત્રી

6/6
image

જેસિન્ડા અર્ડર્ન (Jacinda Ardern) 2017માં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી બન્યા હતા. તેઓ ન્યૂઝીલેન્ડના સૌથી નાની ઉંમરના પીએમ છે. આ સાથે તે કેટલાક એવા નેતાઓમાં સામેલ છે, જે પદ સંભાળતા ગર્ભવતી થયા. પાછલા ઓક્ટોબર મહિનામાં તેમણે સત્તામાં વાપસી કરી હતી.