Bollywood ની હિરોઈનોને પણ ટક્કર મારે છે આ કેન્દ્રીય મંત્રીની દિકરી, ફિલ્મોમાં કરવાની છે ડેબ્યૂ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ફિલ્મી દુનિયામાં તમને વધુ એક નવો ચહેરો નજર આવવાનો છે. જે કોઈ મોટા સ્ટારની દિકરી નથી પરંતુ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની દિકરી આરુષિ નિશંક છે. જેની તસવીરો આગની જેમ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

 

 

1/7
image

કેન્દ્રીયમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની દિકરીની તસવીરોએ સોશિયલ મીડિયા પર ચર્ચા  જગાવી રહી છે. આરુષિ નિશંક પોતાના ફિલ્મની કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે. (તસવીર સાભારઃ Instagram@arushi.nishank)

2/7
image

નેવીની મહિલા અધિકારીઓની બહાદુરી પર બનેલી ફિલ્મ તારિણીથી આરુષિ ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મની જાહેરાત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કરવામાં આવી. (તસવીર સાભારઃ Instagram@arushi.nishank)

3/7
image

આરુષિ નિશંક મલ્ટી ટેલેન્ટેડ છે. મોડેલ હોવાની સાથે તે સારી કથક ડાન્સર છે. અને હવે તે ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. (તસવીર સાભારઃ Instagram@arushi.nishank)

4/7
image

ગ્લેમર વર્લ્ડમાં એક્ટિવ હોવાની સાથે આરુષિ નિશંક નારી સશક્તિકરણ, સામાજિક અને પર્યાવરણના ક્ષેત્રમાં પણ એટલી જ સક્રિય છે. (તસવીર સાભારઃ Instagram@arushi.nishank)

5/7
image

આરુષિ જે ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે, તે વીરાંગનાઓના પ્રધાનમંત્રી મોદી પણ વખાણ કરી ચૂક્યા છે. છ મહિલા નેવી અધિકારીઓના સાહસ પર ફિલ્મ તારિણી બની રહી છે. (તસવીર સાભારઃ Instagram@arushi.nishank)

6/7
image

તમામ મહિલા અધિકારીઓએ મેઈક ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલી તારિણી નૌકામાં સવાર થઈને 21 હજાર 600 નોટિકલ માઈલ્સની સફર પુરી કરી હતી. આ સાથે તેમણે ઈતિહાસમાં પોતાનું નામ દાખલ કરાવ્યું છે. (તસવીર સાભારઃ Instagram@arushi.nishank)

7/7
image

મહિલા અધિકારીઓની સાહસગાથા પર બની રહેલી ફિલ્મનો ભાગ બનીને આરુષિ ખૂબ જ ખુશ છે. તો આરુષિની પહેલી ફિલ્મની જાહેરાત થતાની સાથે જ તેની તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. (તસવીર સાભારઃ Instagram@arushi.nishank)