Politics News

ગુજરાતમાં ડખા! મતની લાલચમાં આ ધંધો ના કરતા નહીં તો રાજ્ય ડૂબી જશે, RBIની ચેતવણી
 ગુજરાત સહિત દેશભરમાં જૂની પેન્શન યોજના મામલે વિવાદો ચાલી રહ્યાં છે. કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માગણી કરી રહ્યાં છે. સરકારો ચૂંટણી સમયે લોલિપોપ આપી આ આંદોલનો સ્થગિત કરાવી રહ્યાં છે. આગામી સમયમાં 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને બાદમાં લોકસભાની ચૂંટણી હોવાથી ઘણા રાજ્યો ઓપીએસને સ્વીકારી કર્મચારીઓને રાજી કરવાના મૂડમાં છે. જે સામે RBIએ ચેતવણી આપી છેકે ભૂલથી પણ આ માગણીને ન સ્વીકારતા નહી તો કરોડોના દેવામાં ડૂબેલાં રાજ્યોની હાલત પાકિસ્તાન જેવી થશે.  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે ઓન્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ) લાગુ કરનારા રાજ્યો પર નાણાકીય બોજ વધશે જેના કારણે આગામી વર્ષોમાં દેવું વધશે અને તેને ચુકવવા માટે તેમની પાસે પૂરતુ ભંડોળ નહીં હોય.
Jan 18,2023, 14:12 PM IST

Trending news