Honda Activa લેવાનું વિચારતા હોવ તો જબરદસ્ત છે ઓફર! ડાઉનપેમેન્ટ નહીં કરવું પડે, ઉપરથી મળશે કેશબેક

Honda Activa દેશમાં સૌથી વધુ વેચાતા સ્કૂટરોમાંથી એક છે. જો તમે પણ હોન્ડા એક્ટિવા ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારા માટે ખુશખબર છે.

Honda Activa દેશમાં સૌથી વધુ વેચાતા સ્કૂટરોમાંથી એક છે. જો તમે પણ હોન્ડા એક્ટિવા ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારા માટે ખુશખબર છે. વાત જાણે એમ છે કે કંપની હોન્ડા એક્ટિવા પર ભારે કેશબેક આપી રહી છે. હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા પ્રાઈવેટ કંપની Activa 125 મોડલ પર આ ઓફર આપી રહી છે. પરંતુ તેમાં કેટલીક શરતો પણ લાગૂ છે. વાંચો સમગ્ર અહેવાલ.

કેશબેક ઓફર

1/6
image

હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (Honda Motorcycle & Scooter India Private Company)30 જૂન સુધી  Honda Activa 125 ના  બુકિંગ પર કેશબેકની ઓફર આપી રહી છે. ગ્રાહકને કેશબેક તરીકે 3500 રૂપિયા મળશે. આ સાથે જ તમને આ ઓફર સાથે બીજી પણ જબરદસ્ત સુવિધાઓ મળશે. 

કેશબેક માટે આ શરત!

2/6
image

Honda Activa 125 પર 3500 રૂપિયા કેશબેક મેળવવા માટે કેટલીક શરતો પણ છે. આ માટે તમારે SBI ના ક્રેડિટ કાર્ડથી જ બુકિંગ કરાવવું પડશે. અસલમાં SBI કાર્ડથી સ્કૂટરનું બુકિંગ કરાવો તો ગ્રાહકોને 5 ટકા સુધી કેશબેકની ઓફર મળી રહી છે. જો તમે આ બંપર ઓફરનો લાભ ઉઠાવવા માંગતા હોવ તો જલદી કરો. 

EMI પર લઈ શકો

3/6
image

Honda Activa ખરીદવાનું પ્લાનિંગ કરતા ગ્રાહકો ધ્યાન આપે કે તમે એસબીઆઈ કાર્ડથી EMI ઉપર પણ સ્કૂટર ખરીદવાની આ ઓફરનો લાભ લઈ શકશો. આ માટે તમારે તમારા કાર્ડથી ઓછામાં ઓછું 40,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવું પડશે. જો તમે ઈચ્છતા હોવ કે તમે કોઈ પણ ડાઉન પેમેન્ટ વગર સ્કૂટર ખરીદો અને તે પણ કેશબેક સાથે તો SBI ના આ કાર્ડ પર જ ખરીદી કરો. 

નહીં આપવું પડે ડાઉનપેમેન્ટ

4/6
image

Honda ની આ ઓફરની સૌથી મોટી ખાસિયત એ છે કે જો તમે SBI ના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરશો તો તમારે Honda Activa 125 માટે કોઈ ડાઉન પેમેન્ટ આપવું પડશે નહીં કે તેમાં કોઈ પણ પ્રકારના ડોક્યૂમેન્ટની પણ જરૂર નહીં પડે. ઉતાવળ કરજો. આવી તક ફરીથી નહીં મળે. 

125 સીસીનું દમદાર એન્જિન

5/6
image

બજારમાં 125 સીસી ક્ષમતાવાળી કેટેગરીમાં Honda Activa 125 ની પોતાની એક ખાસ ઓળખ છે. હોન્ડાનું આ સ્કૂટર ક્ષમતાના એંગલથી બેસ્ટ છે. જેમાં કંપનીએ 4 સ્ટ્રોક, ફેન કૂલ્ડ SI એન્જિન આપ્યું છે. તે 8.18 PS ના મેક્સિમમ પાવર અને 8.18 PS નો પીક ટોર્ક જનરેટ કરે છે. 

ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે મોટી ફ્યૂલ ટેન્ક

6/6
image

Honda Activa 125 પોતાના શાનદાર ફીચર માટે જાણીતુ છે. આ સ્કૂટરમાં ગ્રાહકોને ઓટોમેટિક ટ્રાન્સમિશન(Automatic Transmission) એટલે કે ઓટો ગિયર મળે છે. આ બાજુ તેમાં 5.3 લીટરની મોટી ફ્યૂલ ટેન્ક પણ છે જે તમને એક જ વારમાં લાંબા અંતર સુધી મુસાફરી કરવાની છૂટ આપે છે.