Ola S1 Air: ₹999 માં બુક થશે આ Electric સ્કૂટર, 15 મિનિટ ચાર્જિંગમાં 50KM દોડશે

Affrodable electric Scooter: નવું ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીના Ola S1 નું જ વ્યાજબી વર્જન છે. તેમાં તમને 100KM થી વધુની રેંજ મળશે અને બુકિંગ અમાઉન્ટ ફક્ત 999 રૂપિયા રાખવામાં આવી છે. 

1/5
image

Ola S1 Air electric scooter: ઓલા ઇલેક્ટ્રિક (Ola Electric) ને દિવાળીના અવસર પર ભારતીય બજારમાં પોતાના સૌથી સસ્તા ઇલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કરી દીધું છે. તેને ઓલા એસ 1 એર (Ola S1 Air) નામ આપવામાં આવ્યું છે. તેની કિંમત 80 હજર રૂપિયાથી ઓછી છે. નવું ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીના Ola S1 નું વ્યાજબી વર્જન છે. તેમાં તમને 100KM થી વધુની રેંજ મળશે અને બુકિંગ કરાવતાં 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. અહીં અમે સ્કૂટરની કિંમતથી માંડીને રેંજ, અને ફીચર્સ સુધીની 5 તસવીરો બતાવી રહ્યા છીએ. 

કિંમત અને ડિલિવરી:

2/5
image

Ola S1 એરની કિંમત 79,999 રૂપિયા (એક્સ-શોરૂમ) રૂપિયા રાખવામાં આવી છે. જોકે આ કિંમત 24 ઓક્ટર સુધી વેલિટ છે. ત્યારબાદ પ્રાઇસ વધીને 84,999 રૂપિયા કરી દેવામાં આવ્વશે. આ Ola S1 કરતાં 20,000 રૂપિયા અને S1 Pro કરતાં 50,000 રૂપિયા સસ્તું છે. સ્કૂટરની ડિલીવરી આગામી વર્ષે એપ્રિલ સુધી શરૂ થશે. 

Ola S1 Air ની ડિઝાઇન

3/5
image

Ola S1 Air ને ડુઅલ ટોન કલર આપવામાં આવ્યો છે. તેના નીચલા ભાગમાં બ્લેક-આઉટ પેનલ મળે છે. આ ઉપરાંત સીટને બદલી દેવામાં આવી છે અને તેમાં પારંપારિક દેખાનાર ટ્યૂબલર ગ્રેબ રેલ છે. Ola S1 Air માં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર નવા ફ્લેટ ફ્લોરબોર્ડ છે. સ્કૂટરમાં 7 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે છે અને તેનું વજન ફલ્ત 99 કિલો છે.   

બેટરી અને રેંજ

4/5
image

Ola S1 Air માં 85 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ અને એકવાર ચાર્જ કરતાં ઇકો મોડમાં 100 કિમીની રેંજ મળે છે. આ 4.3 સેકન્ડમાં 0-40 કિમી પ્રતિ કલાકની ગતિ પકડી લેશે. તેની બેટરીની ક્ષમતા 2.5 kWh છે, જ્યારે મોટરનો આઉટપુટ 4.5 kWh છે.  

ઓલા મૂવ OS3:

5/5
image

ઓલા ઇલેક્ટ્રિકે પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે મૂવ ઓએસ3 સોફ્ટવેર લોન્ચ કર્યું છે. તેમાં રાઇડ એનાલિટિક્સ સાથે પાર્ટી મોડ પણ મળે છે. આ ઉપરાંત મૂવ OS3 માં વેકેશન મોડ, પાર્ટી મોડ, મલ્ટીપલ સ્ક્રીન ઇન્ટરફેસ, પ્રોક્સિમિટી અનલોક, ફોન કોલ એલર્ટ, હિલ-હોલ્ડ આસિસ્ટ આપવામાં આવ્યા છે. વેકેશન મોડ સ્કૂટરને 15 મિનિટ ચાર્જિંગમાં  50KM ચાલવાની ક્ષમતા આપે છે.