PHOTOS : એરપોર્ટ પર પ્રોટોકોલ તોડી પીએમ મોદી દોડી ગયા લોકોની વચ્ચે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ કોરિયાના બે દિવસના પ્રવાસ બાદ મોડી રાત્રે ભારત પરત ફર્યા હતા. અહીં નવી દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

નવી દિલ્હીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયા દ્વારા 'સિયોલ શાંતિ પુરસ્કાર'થી નવાજવામાં આવ્યા છે. વડા પ્રધાન બે દિવસના દક્ષિણ કોરિયાના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા ત્યારે નવી દિલ્હી એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. વડા પ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડીને કારમાંથી ઉતરી જઈને લોકો વચ્ચે પહોંચીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. (તમામ ફોટો સાભારઃ ANI)

એરપોર્ટ પર આગમન

1/7
image

વડા પ્રધાન દક્ષિણ કોરિયાના બે દિવસના પ્રવાસ બાદ નવી દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીં તેમણે વિમાનમાંથી બહાર નિકળીને અભિવાદન આપ્યું હતું. 

સુષમા સ્વરાજે કર્યું સ્વાગત

2/7
image

દક્ષિણ કોરિયા ખાતે શાંતિનો પુરસ્કાર મેળવીને આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. 

કારમાંથી નીચે ઉતરી ગયા પીએમ

3/7
image

પીએમ મોદીનો કાફલો જ્યારે એરપોર્ટ પરથી બહાર આવ્યો ત્યારે તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં લોકો એક્ઠા થયા હતા. આ જોઈને પીએમ મોદીએ કાફલો રોકાવ્યો હતો અને તેઓ પ્રોટોકોલ તોડીને કારમાંથી નીચે ઉતરી ગયા હતા.   

પ્રોટોકોલ તોડી લોકો વચ્ચે પહોંચ્યા

4/7
image

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને સીધા જ લોકોની વચ્ચે પહોંચી ગયા હતા અને હાથ હલાવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેઓ અત્યંત ખુશ જણાતા હતા. 

બેરિકેડ પાસે પહોંચી હાથ ઊંચો કર્યો

5/7
image

વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોને રોકવા માટે મુકવામાં આવેલી બેરિકેડ સુધી પહોંચી ગયા હતા અને હાથ ઊંચો કરીને લોકોને ખુશ કરી દીધા હતા. 

એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

6/7
image

નવી દિલ્હી એરપોર્ટની બહાર દ. કોરિયામાં સેયોલ શાંતિ પુરસ્કાર મેળવીને ભારત પરત આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો એક્ઠા થયા હતા. લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ અને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ હતો.   

વિશ્વને આતંકવાદ સામે એકજૂથ થવા આહ્વાન

7/7
image

આ અગાઉ શાંતિ પુરસ્કાર મેળવ્યા બાદ દક્ષિણ કોરિયામાં સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે, વૈશ્વિક સમુદાય આતંકવાદી નેટવર્કો અને તેમને આર્થિક મદદ ઉપલબ્ધ કરાવતા માધ્યમોને સંપૂર્ણપણે સફાયો કરવા માટે 'એકજૂથ બનીને કાર્યવાહી' કરે. તેમણે કટ્ટરવાદ અને આતંકવાદને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટા ખતરા જણાવ્યા હતા.