Photos: શમીને લગ્નની ઓફર કરનાર આ અભિનેત્રી છે ખૂબ જ હોટ, પોતાની અદાઓથી ચાહકોને કરશે દિવાના!

Payal Ghosh Photos: પાયલ ઘોષે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમી પહેલાથી જ પરિણીત છે. મોહમ્મદ શમીએ તેની પત્ની હસીન જહાં સાથે છૂટાછેડા લીધા નથી. મોહમ્મદ શમી અને હસીન જહાં બંને અલગ-અલગ રહે છે. બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મોહમ્મદ શમી અને હસીન જહાંનને એક પુત્રી પણ છે.

1/5
image

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમીને લગ્નની ઓફર આપનાર અભિનેત્રી પાયલ ઘોષની તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. દરેક લોકો જાણવા ઈચ્છુક છે કે પાયલ ઘોષ કોણ છે અને કઈ કઈ ફિલ્મોમાં તેણે પોતાની સુંદરતા બતાવી છે તે જાણવા લોકો તલપાપડ છે.

2/5
image

31 વર્ષની પાયલ ઘોષ બોલિવૂડ અભિનેત્રી છે. પાયલ ઘોષનો જન્મ 1992માં કોલકાતામાં થયો હતો. પાયલ ઘોષે હિન્દી ફિલ્મોની સાથે બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં જ પાયલ ઘોષે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

3/5
image

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને લગ્નનો પ્રસ્તાવ મૂકતી વખતે પાયલ ઘોષે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું, 'શમી, તમે પોતાનું અંગ્રેજી સુધારો, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું.' તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમી પહેલાથી જ પરિણીત છે. મોહમ્મદ શમીએ તેની પત્ની હસીન જહાં સાથે છૂટાછેડા લીધા નથી. મોહમ્મદ શમી અને હસીન જહાં બંને અલગ-અલગ રહે છે. બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મોહમ્મદ શમી અને હસીન જહાંને એક પુત્રી પણ છે.

4/5
image

પાયલ ઘોષ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની સ્પષ્ટવક્તા સ્ટાઇલ માટે ફેમસ છે. પાયલ ઘોષે ભૂતકાળમાં ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ પર જાતીય સતામણી અને બળજબરીનો આરોપ લગાવ્યો હતો. પાયલ ઘોષ લોકપ્રિય ટીવી શો 'સાથ નિભાના સાથિયા'નો પણ ભાગ રહી ચૂકી છે. તે 'સાથ નિભાના સાથિયા' શોમાં રાધિકાના રોલમાં જોવા મળી હતી.

5/5
image

પાયલ ઘોષે સેન્ટ પોલ મિશન સ્કૂલમાંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું અને સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. પાયલ ઘોષે વર્ષ 2017માં ફિલ્મ 'પટેલ કી પંજાબી શાદી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે ઋષિ કપૂર અને પરેશ રાવલ સાથે લીડ રોલમાં જોવા મળી હતી. 2020 માં તે રામદાસ આઠવલેના રાજકીય પક્ષની મહિલા પાંખની ઉપાધ્યક્ષ બની.