રથયાત્રામાં કરાતી સ્ટંટબાજીની તૈયારી ચાલી રહી છે પુરજોશમાં

1/6
image

ભગવાન જગન્નાથજીની રથયાત્રા જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તેની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે. રથયાત્રામાં હેરતઅંગેઝ કરતબ કરીને સૌનું ધ્યાન ખેંચતા અખાડિયનો પણ તૈયારીમાં લાગી ગયા છે.

2/6
image

આ વખતની રથયાત્રામાં આવા ચોંકાવનારા કરતબો જોઈને તમે પણ દંગ રહી જશો.

3/6
image

મોંમાંથી આગની જ્વાળાઓ કાઢાવાનો આ સ્ટન્ટ દેખાય એટલો સહેલો નથી. મોંમાં કેરોસીનના ઘૂંટડા ભરી આગની જ્વાળાઓ કરનારા આ કરતબબાજો દિવસો સુધીની તાલીમ  બાદ જ આ દ્રશ્ય કરી શકે છે.

4/6
image

રથયાત્રામાં અગનજ્વાળાઓના આ દ્રશ્યો ભજવવા આ અખાડિયનો તૈયારીમાં લાગ્યા છે અને ભગવાન જગન્નાથજીની કૃપાથી જ તેઓ આ કરતબો કરી શકતાં હોવાનું તેઓ જણાવી રહ્યાં છે. 

5/6
image

હજારો લાખોની જનમેદની ચીરીને બાઈક કુદાવવી ખુબ અઘરી હોય છે. ચારથી પાંચ લોકોને જમીન પર સુવડાવી તેમના પર પાટીયું રાખી બાઈક કુદાવવી એ કરતબ તો આ ખેલાડી જ કરી શકે.

6/6
image

રથયાત્રા પૂર્વે જ જે પ્રકારે તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે તે જ રીતે લોકોને નીતનવા સ્ટંટ  બતાવી રથયાત્રામાં ભક્તોનું ધ્યાન ખેંચવા આ અખાડિયનોએ પણ તૈયારીઓ શરુ કરી દીધી છે.