PPF : પીપીએફમાં સરકારે કર્યા 5 મોટા ફેરફાર, પૈસા જમા કરતાં પહેલાં જાણી લો
જો તમારું પણ પીપીએફ એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે કામના છે. સરકાર તરફથી સમયાંતરે તમામ જમા યોજનાઓના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. આ ફેરફાર ઘણા મોટા હોય છે તો ઘણીવાર સામાન્ય હોય છે. ગત થોડા દિવસોમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઘણા ફેરફાર આવ્યા છે.
તમારે જો પીપીએફ એકાઉન્ટ પર લોન લેવી હોય તો જ્યારે અરજી કરવાની તારીખના બે વર્ષ પહેલાં એકાઉન્ટમાં ઉપલબ્ધ પીપીએફ બેલેન્સના 25 ટકા લોન લઇ શકો છો. ઉદાહરણ તરીકે તમે 31 2022 ના રોજ અરજી કરી. આ તારીખના બે વર્ષ પહેલાં એટલે કે 31 માર્ચ 2019 ના તમારા પીપીએફ એકાઉન્ટમાં જો 1 લાખ રૂપિયા હતા તો તમને 25 ટકા લોન મળી શકે છે.
પીપીએફ એકાઉન્ટમાં તમારું યોગદાન 50 રૂપિયાના મલ્ટીપલમાં હોવું જોઇએ. આ રકમ વર્ષમાં ન્યૂનતમ 500 રૂપિયા અથવા તેનાથી વધુ હોવી જોઇએ. પરંતુ પીપીએફ એકાઉન્ટમાં જમા કરવામાં આવેલી રકમ આખા વર્ષમાં દોઢ લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઇએ. આ ઉપરાંત હવે તમે એક મહિનામાં એક જ વાર પીપીએફ એકાઉન્ટમાં પૈસા જમા કરાવી શકો છો.
પીપીએફમાં જમા રકમ પર જો તમે લોન લો છો તો વ્યાજ દર બે ટકાથી ઘટેને એક ટૅકા કરી દેવામાં આવ્યો છે. લોનની મૂળ રકમની ચૂકવણી કર્યા બાદ તમને બે વર્ષ સુધી હપ્તે પૈસા ચૂકવવા પડશે.
પૈસા જમા કરાવ્યા વિના તમે પોતાના પીપીએફ એકાઉન્ટને 15 વર્ષ સુધી ચાલુ રાખી શકો છો. તેમાં તમારા ઉપર પૈસા જમા કરાવવાની જોઇ બંધન હોતું નથી. મેચ્યોરિટી બાદ જો પીપીએફ એકાઉન્ટનો વિસ્તાર કરવાનો ઓપ્શન પસંદ કરી રહ્યા છો તો નાણાકીય વર્ષમાં તમે એકવાર જ પૈસા નિકાળી શકો છો.
પીપીએફ એકાઉન્ટ ખોલાવવા માટે હવે ફોર્મ એ ની જગ્યા ફોર્મ 1 જમા કરાવવું પડશે. 15 વર્ષ બાદ પીપીએફ એકાઉન્ટના વિસ્તાર માટે (જમા સાથે) મેચ્યોરિટીથી એક વર્ષ પહેલાં ફોર્મ એચના બદલે ફોર્મ 4 માં અરજી કરવી પડશે.
Trending Photos