Indian Origin World Leaders: આ દેશોને ચલાવી રહ્યાં છે ભારતીય મૂળના નેતા, નામ અને કામ જાણીને થશે ગર્વ

Indian Origin Leaders: અમેરિકાથી લઈ રશિયા, બ્રિટન અને અન્ય ઘણા દેશોમાં ભારતીય મૂળના નેતા ઉંચા પદો પર બેઠેલા છે. તમને જે દેશો વિશે જાણકારી આપી રહ્યાં છીએ ત્યાં ભારતીય મૂળના નેતા રાજનીતિના શિખર પર પહોંચી દેશ ચલાવી રહ્યાં છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસથી લઈને બ્રિટિશ પીએમ સુનક સુધી ભારતીય મૂળની પ્રતિભાનો ડંકો વાગી રહ્યો છે. તો અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ માટે ચાલી રહેલા દાવોદારોની રેસમાં ઘણા ભારતવિંશી નેતા સામેલ છે. એશિયાથી લઈને અમેરિકા સુધી ભારતીય નેતાઓની ક્ષમતાને દુનિયા સ્વીકારી રહી છે. તેવામાં આવો જાણીએ કેટલાક નેતાઓ વિશે જેની રગોમાં ભારતીય લોહી વહી રહ્યું છે. 


 

1/6
image

આ મોટા નામ સિવાય સેશેલ્સના રાષ્ટ્રપતિ વેવલ રામકલાવનનું મૂળ ભારતના બિહારમાં જોડાયેલું છે. તે પુજારી રહી ચુક્યા છે. તેમના દાદા ગોપાલગંજમાં રહેતા હતા. તો પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટા (Antonio Costa) ના દાદા લુઈ અફોન્સો મારિયા ડિ સોક્ટા ભારતમાં ગોવામાં રહેતા હતા. તેમના સંબંધી આજે પણ ગોવામાં મરગાંવની નજીક અબેદ ફારિયામાં રહે છે. કોસ્ટાની પાસે ભારતનું OCI કાર્ડ એટલે કે ઓવલસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (Overseas Citizen of India)કાર્ડ છે. જે તેમને 2017માં પીએમ મોદીએ ભેટમાં આપ્યું હતું.   

2/6
image

પીએમ ઋુષિ સુનકનો જન્મ 12 મે 1980ના બ્રિટનના સાઉથમ્પ્ટનમાં થયો હતો. તેમના પિતા ડોક્ટર અને માતા એક ક્લીનિક ચલાવતા હતા. ઋષિના દાદા-દાદીનો જન્મ પંજાબ પ્રાંત (બ્રિટિશ ઈન્ડિયા) માં થયો હતો. સુનક ત્રણ ભાઈ-બહેનમાં સૌથી મોટા છે. તે હિન્દુ ધર્મની પરંપરાઓનું પાલન કરે છે.   

3/6
image

મોરીશસના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજ સિંહ રૂપનના મૂળ ભારતથી છે. તેમના પ્રમાણે બિહાર અને ઉત્તરપ્રદેશનો મોરીશસની સાથે ખૂબ જૂનો સંબંધ છે. તેમના પૂર્વર ગયામાં રહેતા હતા. જ્યારે તે ભારત આવે છે, મંદિરોમાં દર્શન કરવા જાય છે. 

4/6
image

સિંગાપુરના રાષ્ટ્રપતિ હમીલા યાકૂબ દુનિયાના સૌથી પ્રભાવશાળી મુસ્કિમોની યાદીના TOP 50 માં જગ્યા બનાવી ચુક્યા છે. તેમના પિતા ભારતીય મૂળના હતા. તેમણે મહિલાઓના ઉદ્ધાર અને દેશ માટે ઘણા કામ કર્યાં છે. 

 

5/6
image

સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી વિદેશમાં રહીને ભારતનું નામ રોશન કરી રહ્યાં છે. તે ભારતીય મૂળના છે. 2022માં સૂરીનામના રાષ્ટ્રપતિ ચૂંટાયા હતા. 

6/6
image

ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલી પણ ભારતીય મૂળના છે. તેઓ 2020માં રાષ્ટ્રપતિ બન્યા હતા.