શું ધરતી પર આવી ગયા છે એલિયન્સ? VIDEO માં જોવા મળ્યું કે US નેવી વોરશિપને 14 UFOએ ઘેર્યું
બીજા ગ્રહો પરથી આવતા પ્રાણીઓ એટલે કે એલિયન અંગે અત્યાર સુધી તમે ફિલ્મોમાં જોયું હશે, વાર્તાઓ સાંભળી હશે કે પુસ્તકોમાં વાંચ્યું હશે પરંતુ એક એવી ઘટના સામે આવી છે કે ત્યારબાદ હવે એલિયનની વાર્તાઓ સાચી પડતી જોવા મળી રહી છે. બે વર્ષ પહેલાનો પ્રશાંત મહાસાગરમાં રહસ્યમયી UFO નો વીડિયો બહાર પાડ્યો છે.
વીડિયોમાં જોવા મળ્યા UFO
બે વર્ષ પહેલા સાન ડિએગોના તટથી દૂર પ્રશાંત મહાસાગરમાં એક અજાણી ઉડતી વસ્તુનો વીડિયો બહાર આવ્યો છે. વીડિયોમાં જોવા મળતી ઉડતી વસ્તુને રહસ્યમયી UFO કહેવામાં આવી રહ્યું છે. વીડિયોની સૈન્ય રડાર દ્વારા પણ પુષ્ટિ કરાઈ છે. વીડિયોમાં 14 UFO 160 માઈલ પ્રતિ કલાકની ઝડપથી મુસાફરી કરતા એક નેવીના ફાઈટર જહાજને ઘેરતા જોવા મળી રહ્યા છે. (તસવીર સાભાર-JeremyCorbell Twitter)
અમેરિકી નેવીના નાવિકોએ જોયા એલિયન?
આ મહિનાની શરૂઆતમાં ફિલ્મ નિર્માતા જેરેમી કોર્બેલે ફૂટેજ બહાર પાડ્યું હતું જેમાં દેખાડવામાં આવ્યું હતું કે સમુદ્રની ઉપર હવામાં તરતી એક ગોળાકાર વસ્તુ જોવા મળે છે. જે રીતે જુલાઈ 2019માં યુએસએસ ઓમાહામાં અમેરિકી નેવીના નાવિકોને જોવા મળ્યું હતું.
કોર્બેલે બહાર પાડ્યો વીડિયો
કોર્બેલે ગુરુવારે આ ઘટનાનો એક વધુ વીડિયો બહાર પાડ્યો. માત્ર આ ક્લિપમાં ઓમાહા પર નાવિકો દ્વારા જોવાઈ રહેલા સૈન્ય રડારને દેખાડવામાં આવ્યુંં છે. DailyMail.com એ રક્ષા વિભાગ સાથે સંપર્ક કરીને કોર્બેલના દાવા પર પ્રતિક્રિયા માંગી છે. (તસવીર સાભાર-JeremyCorbell Twitter)
સ્પીડ જોઈ નાવિક ચકિત થઈ ગયો
દાવો થઈ રહ્યો છે કે ઓમાહા પર સવાર નાવિકોએ UFO જોયા હતા અને બે અલગ અલગ રડાર સિસ્ટમનો ઉપયોગ કરીને તેની સ્પીડ માપી હતી. આ UFO માંથી એકે 138 સમુદ્રી નોટ એટલે કે 158 માઈલ પ્રતિ કલાકથી પણ વધુ ઝડપથી ઉડાણ ભરી. આ સ્પીડ જોઈને એક નાવિકે કહ્યું કે 'ઓહ હોલી...તેમની સ્પીડ તો ખુબ વધારે છે.'
ક્યાંથી આવ્યા અને ક્યાં જતા રહ્યાં?
કોર્બેલે દાવો કર્યો છે કે તેમણે અજાણ્ય સ્ત્રોતોથી આ વીડિયો મેળવ્યો છે. સેનાને ખબર નથી કે આ ઉડતી વસ્તુઓ ક્યાંથી આવી અને ક્યાં ગાયબ થઈ ગઈ. કોર્બેલે મિસ્ટ્રી વાયરને જણાવ્યું કે ઓમાહા અમેરિકી નેવી યુદ્ધ જહાજોમાંથી એક હતું જેને યુએફઓએ જુલાઈ 2019માં આ દરમિયાન જ ઘેર્યું હતું.
Trending Photos