એક શ્રાપ અને તબાહ થઈ ગયો હતો 300 વર્ષથી આબાદ આ કિલ્લો, હવે છે આત્માઓનું નિવાસ્થાન

રાજસ્થાનના અલવર જિલ્લામાં સ્થિત ભાનગઢ કિલ્લાથી સંબંધિત ઘણા રહસ્યો અને વાર્તાઓ છે. એવું કહેવાય છે કે 300 વર્ષથી વસતો આ કિલ્લો એક પાગલ તાંત્રિકના શ્રાપને કારણે નષ્ટ થઈ ગયો હતો અને હવે અહીં આત્માઓ રહે છે.
 

ભાનગઢ કિલ્લો

1/5
image

કહેવાય છે કે ભાનગઢની રાજકુમારી રત્નાવતી ખુબ સુંદર હતી. તે સમયે તેના રૂપની ચર્ચા રાજ્યભરમાં હતી અને દેશના ખુણે-ખુણેથી રાજકુમાર તેની સાથે લગ્ન કરવા ઈચ્છુક હતા. તે સમયે તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી અને તેનું યૌવન તેના રૂપમાં વધુ નિખાર લાવી ચૂક્યું હતું.

ભાનગઢની રાજકુમારી રત્નાવતી

2/5
image

તે સમયે ઘણા રાજ્યોમાંથી તેમના લગ્ન માટે પ્રસ્તાવ આવી રહ્યાં હતા. આ દરમિયાન તે એકવાર કિલ્લાથી પોતાની સખીઓ સાથે બજારમાં નિકળે છે. રાજકુમારી રત્નાવતી એક અત્તરની દુકાન પર પહોંચી અને તે અત્તરને હાથમાં લઈ તેની સુગંધ લઈ રહી હતી. તે સમયે દુકાનથી થોડે દૂર સિંધુ સેવડા નામનો વ્યક્તિ ઉભો રહી તેને ધ્યાનથી જોઈ રહ્યો હતો. સિંધુ સેવડા તે રાજ્યમાં રહેતો હતો અને તે કાળા જાદુનો મહારથી હતો.

તાંત્રિક સિંધુ સેવડા

3/5
image

તેમ કહેવામાં આવે છે કે તે રાજકુમારીના રૂપનો દિવાનો હતો અને તેને ખુબ પ્રેમ કરતો હતો. તે કોઈ રીતે રાજકુમારીને હાસિલ કરવા ઈચ્છતો હતો. તેથી તે તે દુકાન પાસે આવ્યો અને રાણીને ગમતી અત્તરની બોટલ ખરીદી. તેણે બોટલ પર કાળો જાદુ લગાવ્યો જે રાજકુમારીને મોહિત કરવા માટે હતો, પરંતુ એક વિશ્વાસુ વ્યક્તિએ રાજકુમારીને આ રહસ્ય વિશે જણાવ્યું.

તાંત્રિકનું મોત

4/5
image

રાજકુમારી રત્નાવતીએ તે અત્તરની બોટલ ઉઠાવી, પરંતુ તેને પાસેના એક તથ્થર પર પછાડી. પથ્થર પર પછાડવાને કારણે બોટલ તૂટી ગઈ અને બધુ અત્તર તે પથ્થર પર પડી ગયું. ત્યારબાદ તે પથ્થર લપસતા તે તાંત્રિક સાધુ સેવડાની પાછળ ચાલ્યો અને તેણે તાંત્રિકને કચડી નાખ્યો, જેનાથી તેનું મોત થયું.  

તાંત્રિકનો શ્રાપ

5/5
image

મૃત્યુ પહેલા તાંત્રિકે શ્રાપ આપ્યો કે આ કિલ્લામાં રહેતા બધા લોકો જલ્દી મરી જશે અને બીજીવાર જન્મ લઈ શકશે નહીં. આજીવન તેની આત્માઓ આ કિલ્લામાં ભટકતી રહેશે. તે તાંત્રિકના મોત બાદ ભાનગઢ અને અજબગઢ વચ્ચે યુદ્ધ થયું, જેમાં કિલ્લામાં રહેતા બધા લોકોના મોત થયા.