Rakhi Sawant Photos: બોયફ્રેન્ડ આદિલની સાથે ઈવેન્ટમાં પહોંચી રાખી સાવંત, સામે આવી તસવીરો

Rakhi Sawant Spotted: આઈટમ ક્વીન રાખી સાવંત હાલમાં બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે જોવા મળી હતી. રાખી અને આદિલ સાથે એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન પૈપરાજીને આ કપલે પોઝ આપ્યા અને તેની તસવીરો વાયરલ થઈ રહી છે. રાખી અને આદિલ વચ્ચે આ દરમિયાન જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી. 
 

1/5
image

રાખી સાવંત અને આદિલ દુર્રાની જ્યારે પણ સાથે જોવા મળે છે તો બંનેની ચર્ચા શરૂ થઈ જાય છે અને કપલની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. રાખી સાવંત અને આદિલની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે.   

2/5
image

સામે આવેલી આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે રાખી આ દરમિયાન ખુબ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી હતી. રાખીએ બ્લેક બ્રાલેટ અને બ્લેક મિની સ્કર્ટ પહેર્યું હતું, જેમાં તે બોલ્ડ જોવા મળી રહી હતી. 

3/5
image

અભિનેત્રીએ પોતાના આ લુકને સિલ્વર સ્ટોન જ્વેલરીની સાથે પૂરો કર્યો. આ સાથે રાખીએ પોતાના લાંબાવાળને કર્લ્સ આપીને ખુલ્લા રાખ્યા હતા. સાથે ન્યૂડ મેકઅપ અને સિલ્વર હાઈ હીલ્સની સાથે પોતાના લુકને ટીપ અપ કર્યો હતો.   

4/5
image

નોંધનીય છે કે રાખી અને આદિલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને ફેન્સને આ જોડી પણ પસંદ છે. રાખી અને આદિલ બંને એકબીજા સાથેના વીડિયો ફેન્સ સાથે શેર કરતા રહે છે. 

5/5
image

આ સાથે રાખી અને આદિલ એક બીજા સાથે હોટ ફોટોશૂટ પણ કરાવે છે જેમાં તેની કેમેસ્ટ્રી છવાઈ જાય છે. રાખીના ફેન્સ બંનેની તસવીરો જોવા માટે હંમેશા આતૂર હોય છે.