આયુષ્માન ખુરાનાના પગલે ચાલી Rakul Preet Singh, કરશે કોન્ડોમ ટેસ્ટિંગ

રકુલ પ્રીત સિંહ  (Rakul Preet Singh) એકવાર ફરી ચર્ચામાં છે, તે પોતાની ફિલ્મ સિલેક્શનને લઈને. રકુલ પ્રીત સિંહ પોતાની અપકમિંગ ફિલ્મમાં કોન્ડોમ ટેસ્ટરનો રોલ પ્લે કરવાની છે. રકુલ પહેલા આ રોલ સારા અલી ખાન (Sara Ali Khan) અને અનન્યા પાંડે  (Ananya Panday) ને ઓફર થયો હતો, પરંતુ બન્ને અભિનેત્રીએ તેને કરવાની ના પાડી દીધી. 

સામે આવ્યું નથી ફિલ્મનું નામ

1/6
image

રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) એ પોતાની આગામી ફિલ્મ રોની સ્ક્રૂવાલાની સાથે સાઇન કરી છે. આ ફિલ્મમાં તે કોન્ડોમ ટેસ્ટરની ભૂમિકા પ્લે કરતી જોવા મળશે. અત્યાર સુધી ફિલ્મના ટાઇટલ વિશે જાણકારી મળી નથી. પરંતુ રકુલનો રોલ પહેલા સામે આવી ગયો છે. 

 

 

રકુલ પ્રીત કરી રહી છે બોલ્ડ રોલ

2/6
image

રકુલ પ્રીત સિંહ જે રોલમાં જોવા મળશે તે ખુબ બોલ્ડ છે. રકુલે તેને એક ચેલેન્જ તરીકે લીધો છે. તેની પહેલા બોલીવુડમાં આ પ્રકારના બોલ્ડ ટોપિક પર ફિલ્મ બનતી રહી છે. આયુષ્માન ખુરાનાની વિક્કી ડોનર આવા બોલ્ડ ટોપિક પર બની હતી. 

આ થીમ પર આધારિત છે ફિલ્મ

3/6
image

મહત્વનું છે કે મોટી કોન્ડોમ નિર્માતા કંપનીઓ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પોતાને ત્યાં કામ પર રાખે છે. આ લોકોને કોન્ડોમ ટેસ્ટિંગનું કામ આપવામાં આવે છે અને તેના પર ફિલ્મ આધારિત છે. 

 

 

સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ

4/6
image

રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. તે ગ્લેમરસ અને સ્ટાઇલિશ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવાનું ચુકતી નથી. 

 

 

આ ફિલ્મમાં જોવા મળશે

5/6
image

રકુલ પ્રીત સિંહ ફિલ્મ મેડેમાં અમિતાભ બચ્ચન અને અજય દેવગન સાથે કામ કરશે. અજય ફિલ્મને દેવગન ડાયરેક્ટ કરી રહ્યાં છે. આ પહેલા પણ રકુલે અજયની સાથે એક ફિલ્મમાં કામ કર્યું છે. 

 

 

આ ફિલ્મથી કરી હતી કરિયરની શરૂઆત

6/6
image

પોતાના અપકમિંગ પ્રોજેક્ટ વિશે રકુલ પ્રીત સિંહે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી, ન કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. મહત્વનું છે કે રકુલે બોલીવુડમાં દિવ્યા ખોસલા કુમાર નિર્દેશિત ફિલ્મ યારિયાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.