Photos: વડોદરાના મહારાણીની રસપ્રદ કહાની, બસમાં મુસાફરી, સામાન્ય વ્યક્તિની જેમ કરી છે નોકરી

ભારતમાં હજુ પણ અનેક એવા શાહી પરિવાર છે જેઓ એકદમ ઠાઠથી જીવન જીવતા હોય છે. રાજપરિવારની આન બાન અને શાન જોઈને લોકો દંગ રહી જતા હોય છે. પરંતુ વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડની કહાની બિલકુલ અલગ છે. રાધિકારાજેએ શાહી પરિવારની ચમકદમક પાછળ વાસ્તવિક જીવન સંબંધિત અનેક ખુલાસા કર્યા છે. 

1/8
image

વાંકાનેરના શાહી પરિવારમાં જન્મેલા રાધિકારાજેના લગ્ન વડોદરાના મહારાજા સાથે થયા છે. હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલા ઈન્ટરવ્યુમાં રાધિકારાજેએ કહ્યું કે તેઓ એ ધારણાને નથી માનતા કે તેમનું જીવન કોઈ પણ રીતે ખુબ અલગ રહ્યું છે. રાધિકારાજેના પિતા વાંકાનેરના મહારાજકુમાર ડોક્ટર રંજીત સિંહજી છે. રંજીત સિંહજી આ શાહી પરિવારના પહેલા એવા વ્યક્તિ હતા જેઓ રાજવી કુટુંબનો ખિતાબ છોડીને આઈએએસ અધિકારી બન્યા હતા. (પિતા સાથે રાધિકારાજે ગાયકવાડ) (તસવીર સાભાર - Radhikaraje Gaekwad ઈન્સ્ટાગ્રામ)

2/8
image

રાધિકારાજેએ જણાવ્યું કે 1984માં જ્યારે ભોપાલ ત્રાસદી થઈ ત્યારે તે સમયે મારા પિતા ત્યાં કમિશનર તરીકે તૈનાત હતા. તે સમયે મારી ઉંમર 6 વર્ષ હતી. જો કે મને હજુ પણ યાદ છે કે મારા પિતા પૂરેપૂરી નીડરતાની સાથે પોતાની ડ્યૂટી કરતા અને લોકોની મદદ પણ કરી રહ્યા હતા. તે રાતે મે પહેલી ચીજ એ શીખી કે તમે આંગળી ઉઠાવ્યા વગર ચીજો ઠીક કરવાની આશા રાખી શકો નહીં. આ એક એવી ચીજ હતી જે મે મારા પિતા પાસેથી મોટી થઈ તે દરમિયાન શીખી.(તસવીર સાભાર - Radhikaraje Gaekwad ઈન્સ્ટાગ્રામ)

3/8
image

આ ઘટનાના કેટલાક વર્ષો બાદ રાધિકારાજેનો પરિવાર દિલ્હી શિફ્ટ થઈ ગયો. મહારાણી રાધિકારાજે પોતાના જીવનના ખુબ જ સામાન્ય ગણાવે છે. તેઓ કહે છે કે, હું ડીટીસી બસમાં શાળાએ જતી હતી અને તેનો શ્રેય મારા માતાને જાય છે. તેઓ પોતાના બાળકોને આત્મનિર્ભર બનાવવામાં વિશ્વાસ ધરાવતા હતા. (તસવીર સાભાર - Radhikaraje Gaekwad ઈન્સ્ટાગ્રામ)

4/8
image

રાધિકારાજેએ કહ્યું કે અમે લોકો ખુબ સામાન્ય જીવન જીવતા હતા. આથી જ્યારે હું ગરમીની રજાઓમાં વાંકાનેર જતી હતી ત્યારે ત્યાંના લોકો તરફથી મળતો આદર સત્કાર મને ખુબ સારો લાગતો હતો. રાધિકારાજે કહે છે કે તેમણે શરૂઆતથી જ પગભેર થવાની ઈચ્છા હતી. ઈતિહાસમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે નોકરી શોધવાની શરૂ કરી દીધી હતી. રાધિકારાજે કહ્યું કે '20 વર્ષની ઉંમરમાં મને ઈન્ડિયન એક્સપ્રેસમાં લેખિકા તરીકે નોકરી મળી. આ સાથે જ મે મારી માસ્ટર ડિગ્રી પણ મેળવી. હું મારા પરિવારમાં પહેલી એવી મહિલા હતી જે બહાર નોકરી માટે જતી હતી. મારા મોટાભાગના પિતરાઈ ભાઈઓના લગ્ન 21 વર્ષની ઉમરમાં થઈ ગયા હતા.'  (તસવીર સાભાર - Radhikaraje Gaekwad ઈન્સ્ટાગ્રામ)

5/8
image

રાધિકારાજેએ 3 વર્ષ સુધી એક પત્રકાર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમના માતા પિતાએ તેમના માટે વર શોધવાનું શરૂ કર્યું. રાધિકારાજે કહે છે કે વડોદરાના રાજકુમાર સમરજીતને મળ્યા પહેલા પણ અનેક લોકોને મળી હતી. સમરજીતના વિચાર અન્ય લોકો કરતા અલગ હતા. જ્યારે મે તેમને કહ્યું કે હું આગળ ભણવા માંગુ છું તો તેમણે મને તેના માટે પ્રોત્સાહિત કરી હતી.  (તસવીર સાભાર - Radhikaraje Gaekwad ઈન્સ્ટાગ્રામ)

6/8
image

રાધિકારાજેનું કહેવું છે કે લગ્ન કરીને અને વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં આવ્યા બાદ તેમને પોતાની અસલ ઓળખ મળી. તેમણે કહ્યું કે વડોદરાના મહેલની દીવાલો પર રાજા રવિ વર્માના ચિત્રો લાગ્યા હતા. મેં વિચાર્યું કે આ પેન્ટિંગ્સથી પ્રેરિત વણાટની જૂની ટેક્નિકને નવી કરવામાં આવે તો કેવું. આ પ્રકારે હું સ્થાનિક વણકરોને પણ સશક્ત બનાવી શકું તેમ હતી. મે મારી સાસુ સાથે મળીને તેની શરૂઆત કરી જે ખુબ સફળ રહી. મુંબઈમાં અમારા પહેલા પ્રદર્શનમાં બધુ જ વેચાઈ ગયું.  (તસવીર સાભાર - Radhikaraje Gaekwad ઈન્સ્ટાગ્રામ)

7/8
image

મહારાણી રાધિકારાજેએ લોકડાઉન દરમિયાન એ કારીગરોને પણ મદદ કરી જેમની કમાણીનું સાધન જતું રહ્યું હતું. તેમણે કહ્યું કે મે અને મારી બહેને ગામડાઓમાં પ્રવાસ ખેડ્યો અને સોશિયલ મીડિયામાં તેમની  હાલાત અંગે અપડેટ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોએ મદદની રજૂઆત કરી. કેટલાક મહિનાઓમાં અમે 700થી પણ વધુ પરિવારોની સહાયતા કરવામાં સક્ષમ રહ્યાં.  (તસવીર સાભાર - Radhikaraje Gaekwad ઈન્સ્ટાગ્રામ) 

8/8
image

અંતમાં રાધિકારાજેએ કહ્યું કે ક્યારેક ક્યારેક લોકો ધારી લે છે કે મહારાણી હોવાનો અર્થ ફક્ત તાજ પહેરવાનો જ છે, પરંતુ હકીકત આ ચમકદમકથી ઘણી દૂર છે. મેં પરંપરાગત રૂઢીઓને તોડી અને મારી સીમાઓ પોતે બનાવી. સૌથી જરૂરી વાત એ છે કે મે એ કર્યું જેની આશા લોકોને મારી પાસેથી નહતી. આ વારસો હું મારી પુત્રીઓને આપી રહી છું જેથી કરીને તેઓ પોતાની રીતે પોતાનું જીવન જીવી શકે અને કોઈ પણ ચીજ માટે જરાય પસ્તાવો ન કરે.  (તસવીર સાભાર - Radhikaraje Gaekwad ઈન્સ્ટાગ્રામ)