Anupamaa માટે Rupali Ganguly નહોંતી મેકર્સની પહેલી પસંદ, આ 6 એક્ટ્રેસ પછી લાગ્યો રૂપાલીનો નંબર

નવી દિલ્લીઃ ટીવીના પડદે હાલ અનુપમા (Anupamaa) સીરિયલ સૌ કોઈની ફેવરીટ બની ગઈ છે. એમાંય આ સીરિયલનું મુખ્યપાત્ર એટલેકે, અનુપમાનું પાત્ર ભજવનારી રૂપાલી ગાંગુલી હાલ ખુબ જ ચર્ચામાં છે. સૌ કોઈ તેને પસંદ કરી રહ્યાં છે. સૌ કોઈ રૂપાલીના અભિનયના વખાણ કરી રહ્યાં છે. દિનપ્રતિદિન રૂપાલીના ચાહકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પણ શું તમને ખબર છેકે, જ્યારે આ સીરિયલ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે રૂપાલી ગાંગુલી અનુપમાના રોલ માટે પહેલી પસંદ નહોંતી. મેકર્સે આ પહેલાં અન્ય 6 અભિનેત્રીઓને આ રોલ માટે પસંદ કરી હતી. અલગ અલગ કારણોસર આ છ અભિનેત્રીઓ આ ટીવી શો ન કરી શકી ત્યાર બાદ મેકર્સે રૂપાલી ગાંગુલીને આ રોલ ઓફર કર્યો. 
 

મોના સિંહ

1/6
image

પ્રોડ્યૂસર રાજન શાહી (Rajan Shahi) એ અનુપમા (Anupamaa) સીરિયલના લીડ રોલ માટે સૌથી પહેલાં મોના સિંહ (Mona Singh) ને ઓફર કરી હતી. જોકે, કોઈ કારણસર મોના સિંહે આ રોલ કરવાની ના પાડી દીધી હતી.  

ગૌરી પ્રધાન

2/6
image

હિતેન તેજવાનીની પત્ની ગૌરી પ્રધાન (Gauri Pradhan) ને પણ અનુપમાનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. અનુપમા (Anupamaa) માટે ગૌરીનો સ્ક્રીન ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો. જોકે, બાદમાં મેકર્સે તેમને રિઝેક્ટ કરી દીધી.  

જૂહી પરમાર 

3/6
image

જૂહી પરમાર (Juhi Parmar) ને એક સાથે બે સીરિયલની ઓફર મળી હતી. તેને કારણે જૂહીએ અનુપમા (Anupamaa) ની ઓફર ઠુકરાવી દીધી. હવે તે જીટીવી પર આવતી એક સીરિયલ હમારી વાલી ગુડ ન્યૂઝમાં જોવા મળે છે.  

સાક્ષી તંવર

4/6
image

અનુપમા (Anupamaa) ના લીડ રોલ માટે 'કહાની ઘર ઘર કી' ફેમ સાક્ષી તંવર (Sakshi Tanwar) ની પસંદગી કરવામાં આવી હતી. જોકે, સીરિયલથી દૂર અને વેબ પ્રોજેક્ટમાં લાગેલી સાક્ષીએ આ રોલ ઠુકરાવી દીધો હતો.  

શ્વેતા સાલ્વે

5/6
image

  મેકર્સે અનુપમા (Anupamaa) ના રોલ માટે શ્વેતા સાલ્વે (Shveta Salve) ને પણ ઓફર આપી હતી. તેમનો સ્ક્રીન ટેસ્ટ પણ લેવામાં આવ્યો. આ રોલ માટે મેકર્સને શ્વેતા એકદમ ફિટ લાગી હતી. પણ શ્વેતાએ વધારે ફીસની ડિમાંડ કરતા તેમને આ રોલ ન આપવામાં આવ્યો.

શ્વેતા તિવારી

6/6
image

'કસૌટી જિંદગી કી' ફેમ શ્વેતા તિવારી (Shveta Tiwari)ને પોતોના જૂના કમિટમેન્ટના કારણે આ સીરિયલ ઠુકરાવવી પડી. તે જલ્દી જ રોહિત શેટ્ટી (Rohit Shetty) ના રિઆલિટી શો ખતરો કે ખેલાડી-11  (Khatron Ke Khiladi 11) માં જોવા મળશે. કેપટાઉનમાં તે આ શોની શૂટિંગ કરી રહી છે.