100 કરોડના આલીશાન ઘરમાં રહે છે સચિન તેંડુલકર, જુઓ INSIDE Pictures'

નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પોતાના કરિયરમાં અનેક મોટા મુકામ હાસિલ કર્યા છે. તેમણે ખુબ નામ અને પ્રતિષ્ઠા કમાઈ છે. ભારતના સૌથી ધનવાન ક્રિકેટરોમાં તેમનું નામ આવે છે, તેવામાં જો તેમના ઘરની વાત કરવામાં આવે તો તમે અંદાજ લગાવી શકશો કે તે કેટલું આલીશાન હશે. આવો નજર કરીએ સચિનના ઘરના અંદરની તસવીરો પર...
 

ખુબ આલીશાન છે સચિનનું ઘર

1/5
image

સચિન તેંડુલકરનું ઘર બાંદ્રા વેસ્ટમાં પેરી ક્રોસ રોડ પર સ્થિત છે. સચિન આ બંગલામાં પોતાના પરિવારની સાથે રહે છે. આ ઘર માસ્ટર બ્લાસ્ટરે વર્ષ 2007માં 39 કરોડ રૂપિયામાં ખરીદ્યુ હતું.

 

 

સચિનના ઘરની કિંમત છે 100 કરોડ

2/5
image

સચિન તેંડુલકરનું આ ઘર 6000 સ્કેવર ફુટમાં બનેલું છે. આ ઘરની કિંમત લગભગ 100 કરોડ છે. 

 

 

ઘરમાં શાનદાર ગાર્ડન

3/5
image

ઘરમાં ઘણા ફ્લોર્સની સાથે બે બેસમેન્ટ છે. ઘરમાં જ શાનદાર ગાર્ડન પણ છે જેમાં વિશ્વના સુંદર છોડ પણ છે. 

 

 

સચિનના ઘરમાં છે શાનદાર મંદિર

4/5
image

રીયલ લાઇફમાં સચિન તેંડુલકર અને તેમનો પરિવાર ખુબ ધાર્મિક છે. તેવામાં સચિને પોતાના ઘરનો એક મોટો ભાગ ભગવાન અને મંદિરને સમર્પિત કર્યો છે. સચિન તેંડુલકરના ઘરનું મંદિર ખુબ શાનદાર છે. 

 

 

સચિનના ગરનું ઇન્ટીરિયર

5/5
image

તસવીરો જોઈને સ્પષ્ટ છે કે સચિન તેંડુલકરના ઘરમાં ઈન્ટીરિયરથી લઈને ફર્નીચર દરેક વસ્તુ ખાસ છે.