ફાયરિંગ બાદ ટેન્શનમાં જોવા મળ્યા ભાઇજાન, એકનાથ શિંદે અને સલીમ ખાન સાથે પ્રથમ PHOTOS

Salman Khan Photos:  સલમાન ખાન (Salman Khan) ના ઘરની બહાર જ્યારે ફાયરિંગ થયું ત્યારથી ભાઇજાનની એક ઝલક મેળવવા માટે તેમના ફેન્સ આતુર છે. લેટ નાઇટ સલમાન પોતાની ગાડીમાં ઘરમાંથી બહાર નિકળ્યા હતા, પરંતુ કાળા કાચ હોવાથી તેમનો ચહેરો જોવા મળ્યો નથી. તો બીજી તરફ સલમાન ખાનની મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદે અને પિતા સલીમ ખાન સાથે તસવીરો સામે આવી છે. જેમાં ત્રણેય એકસાથે વાત કરતાં જોવા મળી રહ્યા છે. 

પહેલીવાર જોવા મળ્યા સલમાન

1/3
image

સલમાન ખાનના ઘરે ફાયરિંગના સમાચાર આવ્યા બાદ આ પહેલો ફોટો છે જેમાં ચાહકોએ તેમને જોયા છે. આ ફોટોમાં સલમાને બ્લેક કલરની ફુલ સ્લીવ ટી-શર્ટ અને લાઇટ કલરનો પાયજામા પહેર્યો છે.

ચહેરા પર જોવા મળ્યો તણાવ

2/3
image

ફોટામાં સલમાન ખાનના ચહેરા પર તણાવ સ્પષ્ટ દેખાય છે. આ ફોટામાં સલમાન ખાન કાઉચ પર બેઠેલા છે અને તેમની સામેવાળા કાઉચ પર પિતા અને મહારાષ્ટ્રના સીએમ જોવા મળી રહ્યા છે. 

મુલાકાત કરવા પહોંચ્યા સીએમ

3/3
image

સલમાન ખાનની સામેવાળા કાઉચ પર પિતા સલીમ ખાન વ્હાઇટ શર્ટ અને લાઇટ કલરની ડેનિમ જીન્સમાં બેઠેલા છે. જ્યારે મહારાષ્ટ્રના સીએમ વ્હાઇટ શર્ટ અને વ્હાઇટ પેન્ટમાં જોવા મળે છે.