Salman Khan ની ભત્રીજી કરી રહી છે બોલીવૂડમાં ડેબ્યૂ, આ એક્ટર સાથે જોવા મળશે

બોલીવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટારકિડ્સની એન્ટ્રીનો તબક્કો ચાલુ છે. શનાયા કપૂરની (Shanaya Kapoor) ડેબ્યૂની ઘોષણા બાદ સલમાન ખાનની (Salman Khan) ભત્રીજી અલીઝેહ અગ્નિહોત્રી (Alizeh Agnihotri) પણ ફિલ્મોની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. અલીઝેહ ટૂંક સમયમાં બોલીવૂડમાં લીડ રોલમાં જોવા મળશે.

1/7
image

બોલિવૂડ લાઇફમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ સલમાન ખાનની ભત્રીજી અલીઝેહ અગ્નિહોત્રીને (Alizeh Agnihotri) ડિરેક્ટર સૂરજ બરજાત્યા (Sooraj Barjatya) લોન્ચ કરવા જઈ રહ્યા છે.

2/7
image

સૂરજ બરજાત્યાનો પુત્ર અવનીશ બરજાત્યા ટૂંક સમયમાં રોમકોમ ફિલ્મ શરૂ કરવા જઈ રહ્યો છે. આમાં અલીઝેહ અગ્નિહોત્રી (Alizeh Agnihotri) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

3/7
image

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સની દેઓલનો (Sunny Deol) નાનો પુત્ર રાજવીર દેઓલ (Rajvir Deol) અલીઝેહ અગ્નિહોત્રી (Alizeh Agnihotri) સાથે ડેબ્યૂ કરશે. એવી અપેક્ષા છે કે બંનેની કેમિસ્ટ્રી ધમાલ મચાવશે.

4/7
image

આ ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'ની જોનરમાં હશે, જેમાં અલીઝેહ અગ્નિહોત્રી (Alizeh Agnihotri) પ્રેમની શોધમાં જોવા મળશે.

5/7
image

અગાઉ એવા અહેવાલો હતા કે ફિલ્મમાં અલીઝેહ અગ્નિહોત્રી (Alizeh Agnihotri) સાથે જાવેદ જાફરીનો પુત્ર મિઝન જાફરી જોવા મળશે, પરંતુ પીપિંગમૂનના અહેવાલો મુજબ રાજશ્રી બેનરે સન્ની દેઓલના નાના પુત્ર રાજીવીરને ફાઇનલ કર્યો છે.

6/7
image

અલીઝેહ અગ્નિહોત્રી (Alizeh Agnihotri) ખૂબ જ સુંદર છે, પરંતુ સોશિયલ મીડિયા પર ઓછી એક્ટિવ છે. તની તસવીરો તેમના સરળતાથી જોવા મળશે નહીં.

7/7
image

અલીઝેહ અગ્નિહોત્રી (Alizeh Agnihotri) અતુલ અગ્નિહોત્રી અને અલવીરાની પુત્રી છે અને આખા પરિવારની લાડલી છે. સાથે મામા પણ સલમાન ખાનની (Salman Khan) ફેવરિટ છે.