PHOTO: સસ્તામાં કરી શકશો દુનિયાની સાત અજાયબીઓની ટુર

 જો તમે દુનિયાના સાત અજુબા જોવા માંગો છો અને તમને વધુ રૂપિયા પણ ખર્ચ કરવા નથી, તો હવે તમારો આ વિચાર તમે અમલી મૂકી શકો છો. આ માટે તમારે દેશની બહાર જવાની જરૂર નથી. તમે દિલ્હીમાં જ આ અજુબાના દીદાર કરી શકો છો.

Feb 11, 2019, 01:15 PM IST

નવી દિલ્હી : જો તમે દુનિયાના સાત અજુબા જોવા માંગો છો અને તમને વધુ રૂપિયા પણ ખર્ચ કરવા નથી, તો હવે તમારો આ વિચાર તમે અમલી મૂકી શકો છો. આ માટે તમારે દેશની બહાર જવાની જરૂર નથી. તમે દિલ્હીમાં જ આ અજુબાના દીદાર કરી શકો છો.

હકીકતમાં, સાઉથ દિલ્હી નગર નિગમે દિલ્હીના સરાય કાલે ખાં બસ ટર્મિનલની પાસે વંડર્સ ઓફ ધ વર્લ્ડ પાર્ક બનાવ્યું છે. 

1/6

એક જ જગ્યા પર જોઈ શકશો સાત અજાયબી

એક જ જગ્યા પર જોઈ શકશો સાત અજાયબી

આ પાર્કમાં તમે સાત અજુબા - મિસરનો પિરામિડ, પેરિસનો એફિલ ટાવર, પીઝાનો લીનિંગ ટાવર, આગ્રાનો તાજમહેલ, બ્રાઝિલનું ક્રાઈસ્ટ સ્ટેચ્યુ, ઈટલીનું કોલેજિયમ અને અમેરિકાનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોઈ શકશો.

2/6

વેસ્ટ મટીરિયલમાંથી બનાવાયું

વેસ્ટ મટીરિયલમાંથી બનાવાયું

આ પાર્કની એક ખાસિયત છે. હકીકતમાં, તેને સ્ક્રેપ આર્ટિસ્ટે બનાવ્યું છે. દુનિયાના સાતેય અજુબાની વેસ્ટ મટીરિયલમાંથી બનાવવામાં આવ્યા છે.

3/6

કેવા મટીરિયલનો ઉપયોગ

કેવા મટીરિયલનો ઉપયોગ

તમને જણાવી દઈએ કે, આ વેસ્ટ મટીરિયલમાં જૂની કાર અને મોટર સાઈકલના સ્પેર પાર્ટસ, સાઈકલની ચેન, લોખંડના પાઈપ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

4/6

રાત્રે રંગબેરંગી રોશની બનાવે છે શાનદાર નજારો

રાત્રે રંગબેરંગી રોશની બનાવે છે શાનદાર નજારો

આ પાર્ક જેટલો સુદર દિવસમાં લાગે છે, તેના કરતા વધુ સુંદર રાત્રે નજર આવે છે. રંગબેરંગી લાઈટનો ઉપયોગ કરીને આ સ્મારકોને વધુ આકર્ષણ બનાવી શકાય છે.

5/6

સોલાર પેનલથી બને છે પાર્કની વીજળી

સોલાર પેનલથી બને છે પાર્કની વીજળી

આ પાર્કમાં ઉપયોગમાં લેવાતી વીજળી માટે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કમાં 18 સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે, જેનાથી વગર વીજળીએ પાર્કમાં લાઈટનો વપરાશ કરાય છે.

6/6

9 ફેબ્રુઆરીએ થયું ઉદઘાટન

9 ફેબ્રુઆરીએ થયું ઉદઘાટન

આ પાર્ક મુસાફરો અને દિલ્હીની જનતા માટે 9 ફેબ્રુઆરીએ ખુલ્લુ મૂકાયુ છે.