શાહિદ કપૂર છે કિસિંગ કિંગ, માને છે કિયારા અને કરીના

Feb 25, 2020, 05:05 PM IST

બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂર આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકોએ શાહિદને જન્મદિવસની શુભકામના પાઠવી છે. શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પણ શાહિદના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. મીરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીલાઇન પર પોતાની અને શાહિદની રોમેન્ટિક તસવીર શેર કરી છે. તસવીરના કેપ્શનમાં મીરાએ લખ્યું છે - Happy Birthday to Love of my life. શાહિદ આમ તો ચહેરા પરથી ભલોભોળો દેખાય છે પણ આમ છુપો રુસ્તમ છે. તેણે પોતાની ફિલ્મોમાં કોઈપણ છોછ વગર ઓનસ્ક્રિન કિસિંગ સીન પણ આપ્યા છે. 

1/5

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પણ શાહિદના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. મીરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીલાઇન પર પોતાની અને શાહિદની રોમેન્ટિક તસવીર શેર કરી છે. તસવીરના કેપ્શનમાં મીરાએ લખ્યું છે - Happy Birthday to Love of my life.

2/5

ફિલ્મ જબ વી મેટ દરમિયાન શાહિદ અને કરીનાનું બ્રેકઅપ થઈ ગયું હતું. જોકે ફિલ્મમાં શાહિદ અને કરીનાનો એક કિસિંગ સીન હતો જે બહુ લોકપ્રિય થયો હતો. જોકે આ ફિલ્મ પછી બંને અલગ થઈ ગયા હતા. 

3/5

કરીના અને શાહિદની વાત કરીએ તો તેમણે મુલાકાતના પહેલા અઠવાડિયાથી જ એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું. એ સમયે શાહિદ માત્ર 23 વર્ષનો હતો અને બોલિવૂડમાં તેની કરિયર હજી શરૂ જ થઈ હતી. 

4/5

હાલમાં શાહિદ કપૂર ફિલ્મ કબીર સિંહમાં એક્ટ્રેસ કિયારા અડવાણી સાથેના કિસિંગ સીનના કારણે ચર્ચામાં આવ્યો છે. આ ફિલ્મમાં તેણે કિયારા સાથે ઢગલાબંધ કિસિંગ સીન આપ્યા હતા જે ચર્ચાનો મુદ્દો બન્યા હતા. 

5/5

2015માં શાહિદે દિલ્હીની મીરા સાથે લગ્ન કરી લીધા હતા. આજે તે બે બાળકોનો પિતા છે. તે અવારનવાર પોતાના બાળકો સાથેની તસવીરો પોસ્ટ કરે છે.