30 વર્ષ બાદ શનિ અને મંગળનો ખતરનાક સંયોગ બનશે, આ જાતકોની વધશે મુશ્કેલી
વૈદિક જ્યોતિષ અનુસાર કુંભ રાશિમાં મંગળ અને શનિનો સંયોગ બનવા જઈ રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોની મુશ્કેલી વધી શકે છે.
મંગળ-શનિ યુતિ
દરેક ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની અસર દરેક જાતકો પર પડે છે. તમને જણાવી દઈએ કે શનિદેવ અત્યારે કુંભ રાશિમાં ગોચર કરી રહ્યાં છે અને 15 માર્ચે ગ્રહોના સેનાપતિ મંગળ દેવ કુંભમાં પ્રવેશ કરવાના છે. જેનાથી કુંભ રાશિમાં મંગળ અને શનિદેવની યુતિ બનવા જઈ રહી છે. આ યુતિ 30 વર્ષ બાદ બનશે. જેનાથી કેટલાક જાતકોની મુશ્કેલી વધી શકે છે. સાથે આ લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે. આવો જાણીએ..
વૃશ્ચિક રાશિ
તમારા માટે શનિ અને મંગળની યુતિ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી ચતુર્થ ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. સાથે તમારૂ સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારે આ દરમિયાન કોઈ નવુ કાર્ય શરૂ કરવાથી બચવું જોઈએ. આ સિવાય કરિયર અને કારોબારમાં પરિવર્તન કરો નહીં. આ સમયે તમારો માતા સાથેનો સંબંધ ખરાબ થઈ શકે છે. સાથે તમારા પર શનિની સાડાસાતી ચાલી રહી છે. તેથી તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જોઈએ.
કર્ક રાશિ
શનિ અને મંગળની યુતિ તમારા માટે પ્રતિકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી અષ્ટમ ભાવમાં બનવા જઈ રહી છે. આ સમયમાં તમને કોઈ ગુપ્ત રોગ થઈ શકે છે. સાથે કોઈ જૂનો રોગ બહાર આવી શકે છે. આ સમયમાં તમને ધન હાનિ થઈ શકે છે. કોઈ દુર્ઘટના થવાની શક્યતા છે. આ સમયમાં તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. કારણ કે હાનિનો યોગ બની રહ્યો છે. તમારા પર શનિની પનોતી ચાલી રહી છે. આ દરમિયાન તમે માનસિક તણાવમાં રહી શકે છો. તમારે આ સમયમાં ક્રોધ કરવો નહીં.
મીન રાશિ
તમારા માટે મંગળ અને શનિનો સંયોગ હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના 12માં ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ સમયમાં તમારા પર ખોટો આરોપ લાગી શકે છે. સાથે ખોટા ખર્ચા થઈ શકે છે. આ સમય તમારા પર દેવું થઈ શકે છે. તમે આ દરમિયાન તણાવમાં આવી શકે છો, સાથે વેપારમાં સમસ્યા આવી શકે છે. તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. આ દરમિયાન કોઈ બેદરકારી દાખવો નહીં અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
Trending Photos