એક દૂજે કે લિયે... 3 ફૂટના યુવકને મળી 3 ફૂટની કન્યા, સાથે સંસાર માંડશે

30 વર્ષીય યુવકને તેના જ કદની યુવતી મળી જતા લગ્ન લેવાયા હતા. ધામધૂમથી બંનેના લગ્ન સંપન્ન થયા 

રજની કોટેચા/ગીર :ગીરગઢડામાં ગઈકાલે અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં આ દંપતી એકબીજા માટે જ બન્યા હોય તેવુ દેખાઈ આવે છે. 3 ફૂટનુ કદ ઘરાવતા યુવકના લગ્ન 3 ફૂટની યુવતી સાથે થયા હતા. ત્યારે આ જોડી ખરા અર્થમાં એક દૂજે કે લિયે બની રહી છે. 

1/4
image

ગીરગઢડામાં રહેતા ભીખાભાઈ કાળુભાઈ બાંભણિયાનુ કદ 3 ફુટ જેટલુ છે. 30 વર્ષીય આ યુવક બગ્ગીમાં બેસીને ડીજેના તાજે રસુલપાર ખાતે જાન લઈને પહોંચ્યો હતો. જ્યાં 3 ફૂટના હંસાબેન સાથે વાજતેગાજતે ભીખાભાઈના લગ્ન થયા હતા. 

2/4
image

30 વર્ષીય યુવકને તેના જ કદની યુવતી મળી જતા લગ્ન લેવાયા હતા. ધામધૂમથી બંનેના લગ્ન સંપન્ન થયા હતા. મોટી સંખ્યામાં સ્નેહીઓએ હાજરી આપીને બંનેને આર્શીવાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભીખાભાઇ જયમુરલીધર રામામંડળ સાથે જોડાયેલા છે. અને જેમાં પ્રધાન અને ગગુડીયાનું કોમેડી પાત્ર ભજવે છે. જ્યારે કન્યા હંસાબેન ઘરકામ કરે છે. ત્યારે આજથી બંને સાથે સંસાર માંડશે. 

3/4
image

4/4
image