Photos: આ 5 ફળનું ભૂલમાં પણ સવારે ખાલી પેટ ન કરો સેવન, બગડી જશે તબીયત, જાણી લો નામ અને કારણ

Health Tips: તંદુરસ્ત રહેવા અને રોગોથી બચવા માટે નિયમિતપણે ફળોનું સેવન કરવું જરૂરી માનવામાં આવે છે. આમ કરવાથી ફળોના સેવનથી શરીરને શક્તિ તો મળે જ છે સાથે સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. પરંતુ શું તમે જાણો છો કે એવા 5 ફળ છે જે ક્યારેય પણ ખાલી પેટ ન ખાવા જોઈએ, નહીં તો ફિટ રહેવાને બદલે તમારું સ્વાસ્થ્ય ગંભીર રીતે બગડી શકે છે. ચાલો જાણીએ તે ફળો કયા છે.

જામફળ

1/5
image

 સવારે ઉઠી જામફળ ખાવી પેટ ન ખાવા જોઈએ. તેનું કારણ છે કે જામફળમાં ફાઇબર પ્રચુર માત્રામાં હોય છે. તેવામાં ખાલી પેટ જામફળ ખાવાથી અપચાનો શિકાર થઈ શકાય છે. એટલે કંઈક ખાધા બાદ તમે જામફળનું સેવન કરી શકો છો.

 

સફરજન

2/5
image

સફરજનને સારા સ્વાસ્થ્યનો ખજાનો કહેવાય છે પરંતુ તેને ખાલી પેટ ખાવાનું ટાળવું જોઈએ. વાસ્તવમાં, તેમાં ફાઈબરની સાથે સાથે કુદરતી એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેથી, જો તમે તેને ખાલી પેટ ખાઓ છો, તો તે એસિડ્સ પેટમાં પ્રતિક્રિયા શરૂ કરે છે, જેના કારણે તમે ઉલ્ટી અને ઝાડાનો શિકાર બની શકો છો.

પપૈયું

3/5
image

પપૈયાનું સેવન ફિટનેસ માટે સારૂ માનવામાં આવે  છે. તેના સેવનથી આપણા શરીરને બધા જરૂરી તત્વો મળે છે. પરંતુ ખાલી પેટ પપૈયાનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. આમ કરવાથી ગેસ અને મરડાની સમસ્યા થઈ શકે છે. 

 

અનાનસ

4/5
image

અનાનસ પણ આવું એક ફળ છે, જેને આયુર્વેદમાં ખાલી પેટ ખાવાની મનાઈ છે. હેલ્થ એક્સપર્ટો પ્રમાણે અનાનસમાં બ્રોમેલેન નામનું એક તત્વ હોય છે, જે પેટના રસાયણોમાંમળી ગડબડી કરી શકે છે. તેનાથી તમને ઉલ્ટી-ઝાડા થઈ શકે છે.

 

સંતરા

5/5
image

સંતરા હોય કે લીંબુ, મોસંબી. બધા ખાટ્ટા ફળને ખાલી પેટે ન ખાવા જોઈએ. આમ કરવાથી પેટમાં દુખાવો, અપચો અને એસિડિટી થઈ શકે છે. એટલે કે કંઈક ખાધા બાદ જ સંતરાનું સેવન કરો.  

(Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.