શ્રાવણના ત્રીજા સોમવારનું આવું છે મહત્વ, શિવને રીઝવવા આટલું ખાસ કરવું
Shrvan Somvar : આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે... ત્યારે વહેલી સવારથી શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે...ત્યારે ઝી 24 કલાક પર કરો 12 જ્યોતિર્લિંગના કરો દર્શન.... ભક્તો આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરે છે... તેમને દૂધ અને બિલિપત્ર ચઢાવે છે.... લોકો ભગવાન શિવને રિઝવવા શ્રાવણ માસના ઉપવાસ પણ કરે છે.... ત્યારે શ્રાવણ માસના સોમવારનો વિશેષ મહત્વ રહેલું છે..શ્રાવણ મહિનામાં આવતા સોમવારે વ્રત કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે એવું માનવામાં આવે છે...શ્રાવણ માસમાં ભગવાન શિવ અને પાર્વતીની પૂજા-અર્ચના કરવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે....ત્યારે ઝી 24 કલાક આપને ઘરે બેઠા દરેક મંદિરોના દર્શન કરાવી રહ્યું છે... ઝી 24 કલાકના માધ્યમથી આપને ઘરો બેઠા મહાદેવના દર્શનનો લાભ મળી શકશે....
Trending Photos