સીધી સાદી લાગતી અંગુરી ભાભી અસલ જિંદગીમાં છે એકદમ હોટ! ભાભીની આ અંગત વાતોથી તમે પણ હશો અજાણ

નવી દિલ્લીઃ 'ભાભીજી ઘર પર હૈ'માં અંગુરી ભાભીનો રોલ નિભાવનાર શુભાંગી અત્રેએ દર્શકોના દિલમાં પોતાની એક અલગ જગ્યા બનાવી છે. 2016માં શિલ્પા શિંદેને રિપ્લેસ કરીને આ શોમાં એન્ટ્રી મેળવી હતી.


 

 

 

1/6
image

શોમાં સાદગીમાં જોવા મળતી અંગુરી ભાભી રિયલ લાઈફમાં ખૂબ જ ફેશનેબલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શુભાંગી 15 કરોડની સંપત્તિની માલિક છે.

 

2/6
image

શુભાંગીની માસુમિયત અને તેના બોલવાનો અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. પણ શું તમે જાણો છો કે શુભાંગીના લગ્ન 19 વર્ષની ઉંમરે થયા હતા? તો ચાલો જાણીએ શુભાંગીથી જોડાયેલી વાતો.

 

3/6
image

'ભાભી જી ઘર પર હૈ!' શોમાં અંગુરી ભાભીના રોલ માટે 80 છોકરીઓના ઇન્ટરવ્યુ લીધા હતા. શો મેકર્સ શુભાંગીના અભિનયથી ખૂબ જ પ્રભાવિત થયા હતા, ત્યારબાદ શુભાંગીને આ રોલ માટે પસંદ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુભાંગી આ શોના એક એપિસોડ માટે લગભગ 40 હજાર રૂપિયા ચાર્જ કરે છે. જો કે, તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં, તેમને માત્ર 300 રૂપિયાનો પગાર મળતો હતો.

 

4/6
image

શુભાંગી અત્રેના લગ્ન 19 વર્ષની ઉંમરે થયા હતા. તેના પતિનું નામ પીયૂષ છે, જે બિઝનેસમેન છે. જોકે બંને 10મા ધોરણથી એકબીજાને ઓળખતા હતા. હાલમાં શુભાંગી અને પિયુષને 13 વર્ષની એક સુંદર પુત્રી છે. જ્યારે શુભાંગીએ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે તેની દીકરી 2 વર્ષની હતી.

 

5/6
image

શુભાંગીએ વર્ષ 2007માં એકતા કપૂરના ટીવી શો 'કસૌટી ઝિંદગી કી'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે 'દો હંસો કા જોડા', 'કરમ અપના અપના', 'ચિડિયા ઘર', 'અધુરી કહાની હમારી' જેવી ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે.

6/6
image

એક ઈન્ટરવ્યુ દરમિયાન શુભાંગીએ કહ્યું હતું કે તેને ઈયરિંગ્સનો ખૂબ શોખ છે. અભિનેત્રી પાસે 600થી વધુ ઇયરિંગ્સનું કલેક્શન છે. આ સિવાય શુભાંગી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. જ્યાં તે પોતાની સુંદર તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.