આ સ્કીમ તમારી તિજોરી ભરી દેશે, તમે એક ટ્રીકથી એટલા પૈસા કમાશો કે નોટો ગણીને થાકી જશો

SIP માં હવે મોટી સંખ્યામાં લોકો રોકાણ કરી રહ્યાં છે. સારા રિટર્નને કારણે સમયની સાથે આ સ્કીમ ખુબ પોપુલર બની રહી છે. જો તમે પણ એસઆઈપી શરૂ કરવા ઈચ્છો છો તો બસ એક ટ્રિક એપ્લાય કરી દો. ત્યારબાદ માત્ર 5,000 ની SIP થી શરૂઆત કરી તમે થોડા વર્ષોમાં એટલા પૈસા બનાવી લેશો કે તમારી તિજોરી ભરાઈ જશે અને તમારે નિવૃત્તિ બાદ કોઈ પાસે પૈસા માંગવાની જરૂર પણ પડશે નહીં. જાણો કઈ રીતે બનશે મોટુ ફંડ...
 

ટોપ-અપ SIP કરશે કામ

1/5
image

પૈસા બનાવવા માટે તમારે એસઆઈપીમાં Top-up લગાવવું પડશે. તેને Step-up SIP પણ કહેવામાં આવે છે. આ ટોપ-અપ દર વર્ષે લગાવવું પડશે. જો તમે માત્ર 5000 રૂપિયાની એસઆઈપી શરૂ કરો છો તો દર વર્ષે 10% નું ટોપઅપ લગાવી દો તો તેનાથી એક સામાન્ય રકમ તમને દર વર્ષે તમારી એસઆઈપીમાં વધારવી પડશે અને આ ટ્રિકથી તમે થોડા વર્ષોમાં મોટું ફંડ ભેગું કરી લેશો. જાણો કઈ રીતે...

5,000 ની SIP અને 10% નું ટોપ-અપ

2/5
image

જો તમે 5000 રૂપિયાની એસઆઈપી શરૂ કરો છો તો એક વર્ષ સુધી 5000 રૂપિયા દર મહિને જમા કરો. પછી આગામી વર્ષે તમારે 5000 ના દસ ટકા એટલે 500 રૂપિયા વધારવાના છે. તેવામાં તમારી Next Year ની SIP 5500 રૂપિયા થઈ જશે. પછી આગામી વર્ષે 5500ના 10 ટકા એટલે કે 550 રૂપિયા ફરી વધારવા પડશે. તે રીતે બીજા વર્ષે તમારી એસઆઈપી 6050 રૂપિયા થઈ જશે. આ રીતે તમારે દર વર્ષે વર્તમાન એસઆઈપીના 10 ટકા વધારવાના છે. જાણો આ ટ્રિકથી 20, 25 અને 30 વર્ષમાં કેટલા પૈસા બનશે.

20 વર્ષમાં કેટલા પૈસા બનશે?

3/5
image

આ ટ્રિકની સાથે જો તમે સતત 20 વર્ષ સુધી એસઆઈપી જારી રાખો છો તો તમારા 34,36,500 રૂપિયાનું રોકાણ થશે. 65,07,858 રૂપિયાનું વ્યાજ મળશે અને તમારી કુલ રકમ 99,44,358 રૂપિયા થઈ જશે.  

25 વર્ષમાં કેટલા પૈસા બનશે?

4/5
image

જો તમે આ ટ્રિકની સાથે તમારા રોકાણને 25 વર્ષ સુધી બનાવી રાખો છો તો તમે કુલ 59,00,824 રૂપિયાનું રોકાણ કરશો. આ રોકાણ પર 1,54,76,907 રૂપિયાનું વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર તમને કુલ 2,13,77,731 રૂપિયા મળશે.  

30 વર્ષમાં કેટલા પૈસા બનશે?

5/5
image

આ ટ્રિકને બનાવી રાખતા જો તમે રોકાણ 30 વર્ષ સુધી યથાવત રાખો છો તો તમારૂ રોકાણ 98,69,641 રૂપિયા થશે. 3,43,00,976  રૂપિયાનું વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર રકમ 4,41,70,618  રૂપિયા થશે.