Haunted Indian Roads: આ છે ભારતના સૌથી ભૂતિયા રસ્તા, જ્યાં દિવસે પણ જતા ડરે લોકો! એક પર તો ગુજરાતીઓની ભારે અવરજવર
દિલ્હી જયપુર હાઈવે
માન્યતાઓ મુજબ ભાનગઢ કિલ્લાને ભારતમાં સૌથી વધુ હોન્ટેડ પ્લેસમાંથી એક ગણવામાં આવે છે અને તેના વિશે કહેવાય છે કે આ કારણસર દિલ્હી-જયપુર હાઈવે પણ શાપિત ગણાય છે. અનેક લોકોનું માનવું છે કે આ રોડ પર અનેક ભાયનક ચીજોનો સામનો કરવો પડે છે. જેની વ્યાખ્યા કરી શકાય નહીં. તેમનું કહેવું છે કે જ્યારે તમે આ કિલ્લા પાસેથી પસાર થાઓ છો તો કઈક નકારાત્મક ઉર્જા અને અજીબ ચીજોને મહેસૂસ કરો છો.
રાંચી-જમશેદપુર એનએચ-33
ઝારખંડની રાજધાની રાંચી અને જમશેદપુરને જોડતો નેશનલ હાઈવે 33 પર અનેક એવા અકસ્માત થાય છે જે અસામાન્ય હોય છે. તેના વિશે કેટલાક લોકો કહે છે કે આ ભૂત કરાવે છે તો કેટલાકનું માનવું છે કે રસ્તો શાપિત છે. આ હાઈવેની બંને બાજુ એક મંદિર છે અને એવી પણ માન્યતા છે કે જો કોઈ ડ્રાઈવર થોભીને આ બંને મંદિરોમાં પ્રાર્થના ન કરે તો તેની ગાડીનો અકસ્માત થાય છે. આ સાંભળવામાં ખુબ વિચિત્ર લાગી પરંતુ લોકોનું કહેવું છે કે આ સાચુ છે.
દિલ્હી કેન્ટ રોડ
દિલ્હી કેન્ટ રોડને પણ લોકો હોન્ટેડ ગણાવે છે અને અહીં મુસાફરી કરનારા લોકોનો દાવો છે કે આ રોડ પર એક સફે સાડીવાળી મહિલાનું ભૂત ફરે છે. એવું કહેવાય છે કે આ રોડ પર ફરતી મહિલા લિફ્ટ માંગે છે અને ગાડી ન રોકવામાં આવે તો ગાડીની સાથે સાથે દોડવા લાગે છે અને પરેાશાન કરે છે. જો કે આ અંગે કોઈ પ્રમાણ નથી.
મુંબઈ-ગોવા હાઈવે
મુંબઈ-ગોવા હાઈવે પર કાશેડી ઘાટને હોન્ટેડ ગણવામાં આવે છે અને લોકોનું માનવું છે કે સુંદરતા માટે ફેમસ આ જગ્યા રાતે ડરામણી થઈ જાય છે. લોકોનું કહેવું છે કે રાતના સમયે અહીં પસાર થતી ગાડીઓને એક મહિલા રોકે છે અને જે ડ્રાઈવર ગાડી રોક્યા વગર નીકળવાની કોશિશ કરે તેનો આગળ એક્સીડન્ટ થઈ જાય છે. મુંબઈમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે અને ગુજરાતમાં વસતા ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં બાય રોડ ગોવા જતા હોય છે.
સત્યમંગલમ વન્યજીવ અભ્યારણ્ય
તમિલનાડુમાં સત્યમંગલમ વન્યજીવ અભ્યારણ્યની વચ્ચેથી પસાર થતા હાઈવેને પણ લોકો હોન્ટેડ માને છે અને તેમનું કહેવું છે કે આ ખુબ ડરામણો છે. લોકોનું કહેવું છે કે અનેકવાર તેમણે રસ્તા પરથી પસાર થતી વખતે અજાણ્યા અવાજ સાંભળ્યા અને રોશની પણ જોઈ. જો કે હજુ સુધી આ બધાનું કોઈ પ્રમાણ નથી મળ્યું. અત્રે જણાવવાનું કે આ જંગલમાં ડાકુ વિરપ્પન પણ રહેતો હતો, જેને બાદમાં પોલીસે ઠાર કર્યો હતો.
(Disclaimer: અહીં અપાયેલી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)
Trending Photos