સૂરજ પંચોલી જ નહીં આ 6 કલાકારો પણ ફસાયા વિવાદો અને કોર્ટ કેસમાં અને કારર્કિદીનો આવ્યો અંત
Actors Career Ended Due To Controversies: બોલીવુડ કલાકારોની લોકપ્રિયતા અને સ્ટારડમ એક પળમાં ખતમ પણ થઈ શકે છે. લોકોનો પ્રેમ કલાકારોને સાતમા આસમાન સુધી લઈ શકે છે. પરંતુ જ્યારે કલાકારો આ સ્ટારડમના અભિમાનમાં ખોટો રસ્તો અપનાવે છે તો તેઓ લોકોની નજરમાંથી તો ઉતરી જ જાય છે પરંતુ સાથે જ તેમની સફળ કારર્કિદીનો પણ અંત આવે છે. આજે તમને આવા જ કલાકારો વિશે જણાવી જેઓ કોર્ટ કચેરી અને કાયદામાં ફસાયા અને તેમની કારકિર્દી ખતમ થઈ ગઈ.
ગોવિંદા
ગોવિંદા એક સમયે બોલીવુડનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા હતો પરંતુ તેણે સ્ટારડમના નશામાં એક માણસને માર માર્યો અને તેની ખરાબ વર્તન કર્યું જેના કારણે તેની સામે કોર્ટ કેસ થયો અને ત્યાર પછી તેની કારકિર્દીનો અંત આવ્યો.
ફરદીન ખાન
પીઢ અભિનેતા ફિરોઝ ખાનના દીકરા અભિનેતા ફરદીન ખાન વિરુદ્ધ ડ્રગ્સનો કેસ થયો હતો. આ મામલે તેના કોર્ટમાં ચક્કર શરુ થયા અને ફિલ્મ નિર્માતાઓએ તેની સાથે કામ કરવાનું બંધ કર્યું જેના કારણે તેની કારકિર્દીનો અંત આવી ગયો.
સૂરજ પંચોલી
સૂરજ પંચોલીએ બોલીવુડમાં એન્ટ્રી જ કરી હતી અને ત્યાં જ તેના પર જિયા ખાનને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાનો આરોપ લાગ્યો. આ કેસ વર્ષો સુધી ચાલ્યો. આ દરમિયાન તે એક પણ ફિલ્મ કરી શક્યો નહીં. જોકે તાજેતરમાં જ કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો છે.
જેકલીન ફર્નાન્ડીઝ
જેકલીન ફર્નાન્ડીઝની ગણતરી બોલીવુડની સફળ અભિનેત્રીઓમાં થાય છે. પરંતુ થોડા સમય પહેલા તેનું નામ મની લોન્ડરિંગ કેસમાં આરોપી સાથે જોડાયું અને તે પણ છેલ્લા કેટલાક સમયથી કોર્ટના ચક્કર લગાવે છે. આ દરમિયાન તેને ફિલ્મ મળતી બંધ થઈ છે.
શાઇની આહુજા
શાઇની આહુજાની કારકિર્દી સારી રીતે ચાલતી હતી ત્યારે તેના પર ઘરમાં કામ કરતી મહિલાની જાતીય સતામણી કરવાનો આરોપ લાગ્યો. આ મામલે તેણે જેલમાં પણ જવું પડ્યું હતું.
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી પર સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ આપવાનો આરોપ હતો. તેને એક મહિના સુધી જેલમાં પણ રહેવું પડ્યું હતું. તે છેલ્લા 3 વર્ષથી જેલની બહાર છે પરંતુ તેની પાસે કોઈ ફિલ્મ કે પ્રોજેક્ટ નથી.
Trending Photos