PICS: સની લિયોનનો આજે જન્મ દિવસ, કોન્ડોમની જાહેરાત પર ગુજરાતમાં હોબાળો, 'વન નાઈટ સ્ટેન્ડ'..અનેક વિવાદોનો કર્યો સામનો

સની લિયોને જ્યારે પોર્ન ઈન્ડસ્ટ્રી છોડીને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડગ માંડ્યા ત્યારે ખુબ વિરોધ થયો હતો. તમામ દિગ્ગજ અભિનેત્રીઓએ સનીના બોલીવુડમાં આવવાનો વિરોધ કર્યો હહતો. જો કે આ બધા વિવાદને ચીરીને સનીએ હિન્દી સિનેમામાં પોતાનો સિક્કો જમાવ્યો. 

આજે છે સનીનો બર્થડે

1/7
image

બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ પોર્નસ્ટાર સની લિયોનીનો આજે 39મો જન્મદિવસ છે. જો કે હિન્દી સિનેમામાં અત્યાર સુધીમાં લાંબી સફર કાપી ચૂકેલી સની માટે શરૂઆત જરાય સરળ નહતી. 

ખુબ થયો હતો વિરોધ

2/7
image

સની લિયોની જ્યારે પોર્ન દુનિયા છોડીને ભારતીય સિનેમામાં આવી તો તેનો ખુબ વિરોધ થયો.  તમામ અભિનેત્રીઓએ તેના પર કટાક્ષ છોડ્યા પરંતુ આમ છતાં સની લિયોન હિન્દી સિનેમામાં સિક્કો જમાવવામાં સફળ રહી. 

વિવાદો સાથે જૂનો નાતો

3/7
image

સની લિયોની હંમેશા વિવાદમાં સપડાયેલી રહે છે. આજે તેના બર્થડે પર અમે તમને જણાવીએ અભિનેત્રીના જીવનના મોટા વિવાદો વિશે.

જ્યારે પતિએ જતાવ્યો વિરોધ

4/7
image

બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે સની લિયોનીના પતિ ડેનિયલ વેબરને અભિનેત્રી બીજા પુરુષો સાથે પોર્ન ફિલ્મો શૂટ કરે તેના પર આપત્તિ હતી. આ વાત કહ્યાં બાદ સનીને પતિના પ્રેમનો અહેસાસ થયો હતો. 

પરફોર્મન્સને લઈને થયો વિવાદ

5/7
image

31 ડિસેમ્બર 2017ની રાતે સની લિયોનીએ બેંગ્લુરુમાં એક ન્યૂયર  પાર્ટીમાં પરફોર્મન્સ કરવાનું હતું. કર્ણાટકના  કેટલાક સંગઠનોએ વિરોધ કરતા વાત એટલી વધી ગઈ કે પછી કેટલાક એક્ટિવિસ્ટ્સે એક સાથે સ્યૂસાઈડ કરવાની ધમકી આપી. બબાલ વધતા બેંગ્લુરુ પોલીસે સનીને પરફોર્મન્સ આપવાની મંજૂરી ન આપી. 

કોન્ડમની જાહેરાત પર થઈ હતી બબાલ

6/7
image

સનીની એક કોન્ડોમની એડ પર ગુજરાતમાં ખુબ બબાલ મચી હતી. વાત જાણે એમ હતી કે આ એડ નવરાત્રિના અવસરે રિલીઝ થઈ હતી જેમાં સની લિયોનીને દેખાડવામાં આવી હતી. વિવાદ વધ્યો તો પોસ્ટરો હટાવવામાં આવ્યા હતા. 

નિવેદન બાદ વિવાદમાં ઘેરાઈ હતી સની

7/7
image

ફિલ્મ One Night Stand ની રિલીઝ પહેલા એક પ્રમોશનલ ઈન્ટરવ્યુમાં સની લિયોને કહ્યું હતું કે વન નાઈટ સ્ટેન્ડ કોઈનો પણ અંગત મામલો છે. તેણે કહ્યું કે તે પોતે પણ સિંગલ હતી ત્યારે આવું અનેકવાર કરી ચૂકી છે. તેના આ નિવેદન પર ખુબ હોબાળો મચ્યો હતો.