સંઘવી પરિવારની સુખસાહ્યબી છોડીને હીરા ઉદ્યોગપતિની 9 વર્ષની દીકરીએ લીધી દીક્ષા, PHOTOs

Jain Samaj ચેતન પટેલ/સુરત :  શહેરમાં 9 વર્ષીય દેવાંશીએ દીક્ષા લીધી છે. સુરતના અઠવાલાઇન્સ માર્ગ પર દેવાંશીની ભવ્ય વરસીદાન યાત્રા નીકળી હતી. સુરતના જાણીતા હીરા ઉંધિયોગપતિ સંઘવી પરિવારની દીકરી દેવાંશીએ દીક્ષા લઈને સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું છે. ત્યારે આ વરસીદાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કોઈ રાજવીની જેમ દેવાંશીની આ વરસીદાન યાત્રા નીકળી હતી. હાથી, ઘોડા, બેન્ડ બાજા સાથે ધામ ધૂમથી વરસીદાન યાત્રા નીકળી હતી. જેના બાદ વેસુના બલર ફાર્મ ખાતે દેવાંશીએ દીક્ષા લીધી હતી. 

1/9
image

સુરતના હીરાના વેપારી મોહનભાઈ સંઘવીની પૌત્રી અને ધનેશ-અમીબેનની 9 વર્ષની પુત્રી દેવાંશી દીક્ષા લીધી છે. ત્યારે સુરતની આ દીકરીનો દીક્ષા સમારોહ રાણીના ઠાઠમાઠ જેવો ભવ્ય બની રહ્યો. દેવાંશી સંઘવીએ 35 હજાર જેટલા લોકોની હાજરીમાં જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા લીધી.

2/9
image

દેવાંશીનો પરિવાર એટલે ભારતનો ટોચનો હીરા ઉદ્યોગપતિ પરિવાર. ગુજરાતની સૌથી જૂની હીરા કંપની એટલે સંઘવી એન્ડ સન્સ. મોહન સંઘવીના એકમાત્ર દીકરા ધનેશ સંધવીની દીકરી દેવાંશીએ દીક્ષા લીધી. સંઘવી એન્ડ સન્સ કંપની 100 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની છે. 

3/9
image

દેવાંશીએ પરિવારની જાહોજલાલી છોડીને દીક્ષા લીધા. દેવાંશીની વાત કરીએ તો માત્ર 9 વર્ષની ઉંમરમાં તેણે સંગીત, સ્કેટિંગ, ગણિત, ભરતનાટ્યમમાં મહારત હાંસિલ કરી છે. તે યોગાની પણ એક્સપર્ટ છે.   

4/9
image

સુરતમાં દેવાંશીનો વરસીદાન વરઘોડો ખાસ બની રહ્યો હતો. રાજમહેલ જેવો ઠાઠ ઉભો કરાયો હતો. સુરતના અઠવા ગેટથી નીકળેલો તેનો ભવ્ય વરસીદાન વરઘોડો નિહાળવા લાખો લોકો જોડાયા હતા. વરઘોડામાં ચાર હાથી, 20 ઘોડા, 11 ઊંટ અને આ સિવાય ઢોલ-નગારાં અને વિવિધ સંગીતના સૂરોની રેલમછેલ હતી. અનેક નૃત્ય મંડળીઓ અને મનોરંજનનાં પણ અનેક માધ્યમ વરઘોડામાં આકર્ષણ જમાવતાં હતાં. દેવાંશી કુમારી દેવવિમાન સમા રથમાં શોભી રહ્યાં હતાં અને હૈયાના ઊછળતા ભાવ સાથે વરસીદાન કરી રહ્યાં હતાં.

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image